SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ મેંઢામાં રામ હોય કે દી'? (દુલા કાગડે, કેમ કે એની સાખ, “કાગ' છે.) અડગપણું એ તમામ પ્રહારો ખમી ખાતા દુલાભાઈની સામે આખરે મેં એક જુદી જ મૂતિ ઊભેલી જોઈએક પવિત્ર, પ્રભુપરાયણ અને હાડેહાડ પરમાર્થમાં ગળી પડેલ ગરાસદાર ઃ એનાં મેંમાં અપશબ્દ નહોતે; પણએ ભાઈ! બાપા! પાઘડી ઉતારું તારે પગે, મારા બાપ ! ફક્ત મારું વેણ રાખ, એક જ છાંટ લે! જે ભાવથી મા બાળકને કરગરે તે જ આ ભાવ હતો. ને એ ભાવ દુલાને અફીણ લેવરાવવામાં વપરાતે હતો ! ગાળો દેનારને સામા શબ્દો સંભળાવવાનું સહેલ હતું; પણ આ પાણીનો કળશ ભરીને કસુંબાની અંજળિ ધરી ઊભા રહેનાર સન્મિત્રની કાકલુદી સહી લેતાં દુલાભાઈને ખૂબ આકરું પડયું. છતાં એમણે કંસુબાનો છાંટો ન લીધો તે ન જ લીધે. જ્યાં ગામગામ વચ્ચેના સીમાડા હજુ પણ તકરારોનાં લેહીછાંટણાં ભાગે છે; જ્યાં ગામગામ વચ્ચેનાં વેર ફેંક વર્ષોના અપૈયા પળાવે છે; જ્યાં અફીણ વગર ઈજજત ન કહેવાય; જ્યાં કસુંબાની અંજળિઓ હાથી જેવા નવજુવાન ગરાસીઆઓનાં હાડને ભાંગી ભુક્કો કરે છે, જ્યાં મોડી રાત સુધી ચૂલે ઝાલીને બેસી રહેતી પત્ની, પરિણાઓ સાથે ડેલીએ દારૂ ઉડાવતાં ધણીની વાટ જોતી જોતી લે જઈને પોતાની અસ્તવ્યસ્ત લટોને ચૂલાની આંચમાં સળગી જવા દિયે છે; જ્યાં સ્ત્રીઓના આ જાતના ભોગે ચાલી રહેલી રોજના પચીસ પચીસ મહેમાનની પરોણાચાકરી પતિને અમીર દિલને, દાનેશ્વરી તેમ જ રોટલે પહોળો લેખાવૈ છે; જ્યાં મોજમાં આવેલો જમીનદાર પિતાને બિરદાવનાર ચારણને “બાયડીછોકરાં સિવાય’નું પિતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થાય છે; જ્યાં ઉઘાડા પગે ગૌધનને ચારવાનું નીમ લેનાર દીકરા પિતાના બાપને “ભગતડે” ને બગડી ગયેલે” ભાસે છે; એવા વ્રતપરાયણ પુત્રને જ્યાં પિતા પોતે દારૂ પિવરાવવા, અનાજ ખવરાવવા અને તરવાર બંધાવી ત્રાસ રૂપ બનાવવા પિતાના મિત્રોની મદદ માગે છે; જ્યાં ગ્રામ્ય પ્રજાની નીતિરીતિ નાશ પામેલ છે; ગરાસદારોની કાયાઓનાં હાડકાં હરામનાં બનેલ છે; રંડીબાજીને અને બીજી કંઈક જાતની રંજાડોને જ્યાં કાયદાના હાથ પહોંચી શકતા નથી; જ્યાં દેવસ્થાને મહંતપદનાં કલહસ્થાને બનેલ છે; જ્યાં બહારની દુનિયાના વાયરા પહોંચતા નથી અને પિતાની દુનિયાના વાયરા ગંધાઈ ઊઠડ્યા છે; જ્યાં જૂના જીવનનાં ખમીર ખૂટ્યાં છે ને નવા જીવનનું લેહી નિપજેલું નથી; એવી એક અર્ધદગ્ધ, બંને રીતે ભ્રષ્ટ, ત્રિશંકુ દશા ભગવતી દુનિયામાં દુલાભાઈને નિવાસ છે. એમનું પોતાનું લખેલું આત્મચરિચ મારી સામે જ પડયું છે, ઉપર કહી તે સૃષ્ટિમાંથી દુલાભાઈ શી રીતે ઊગર્યા, જીવ્યા ને જીત્યા, તેને એમાં રસભર્યો ચિતાર છે. આધ્યામિકતા પિતાના નામે દુલાભાઈની મથરાવટી મેલી; ચારણ કોમને નામે એમનું નામ શાપ અને વંદનની વચ્ચે સંડોવાયેલું; ફોજદારી ગુનાઓમાં ખપે તેવા કજિયાની પણ ઘરમેળે પતાવટ કરાવી અનાડી ગ્રામ પ્રજાને કાયદાના વિનાશક શરણપંથથી પાછી વાળવાના એમના પ્રયાસે વહેમ જન્માવે; દેશી રાજ્યોની અમલદારશાહીના આડાઅવળા વહેતા ગુપ્ત પ્રવાહ વચ્ચે ઊભીને એમને ગ્રામહિત સાધવાની વિટંબણાઓ: આ કારણોથી દુલાભાઈ એટલે ઘણા ઘણાને મન એક અકળ કોયડો ! ગાંધીજીનું શું ? અસ્પૃશ્યતાનું કેમ ? ધર્મને અને વરણાવરણીને આ શા આંચકા લાગી રહેલ છે? તમારી સાહિત્ય-કવિતાનાં શાં રહસ્ય છે ? પ્રશ્નોને NI' SANDIR ECHI SIII 23
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy