SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન ૧૧ માતૃપ્રેમ આ મા આઈ ધાનબાઈ અંગેનો એક બનાવ તે દિવસોમાં મજાદરની આસપાસ સો સે ગાઉમાં લો કચર્ચાનો વિષય બનેલ. ૧૯૪૧-૪૨ના અરસાને એ બનાવ. દુલાભાઈ કાગનાં મા ગુજરી ગયાં તે વખતે દુલાભાઈ બહારગામ હતા. તાબડતોબ માણસ મોકલીને તેમને બેલાવાયા. દુલાભાઈ આવે તે દરમિયાન સગાંવહાલાંઓએ અંતિમવિધિની તૈયારી ચાલુ રાખેલી. દુલાભાઈ મજાદર પહોંચ્યા ત્યારે માને નનામી પર લેવાની તૈયારી હતી. આવતાંવેંત દુલાભાઈ માના મૃતદેહ પાસે ગયા અને વિલાપ કરતા કરતા શબના કાન પાસે બાળક માફક મા! મા !” એવા સાદ પાડવા માંડ્યા. થોડા રૂદન, આંસુ અને મા ! મા!ના સાદ પછી મૃતદેહે આંખ ઉઘાડી, ‘તું આવ્યું બેટા !” એમ કહી ઘેડી વાત કરી. આ વાત પર ત્યારે કેટલું તથ્ય ને કેટલી લેકવાયકા તેની ચર્ચા ચાલેલી. લોકોને એક વર્ગ નજરે દેખાય, બુદ્ધિમાં ઊતરે એટલું જ ખરું; એમ માનતો થયો છે. પણ યથાર્થ ચિંતન કરતા એ સ્થિતિ કંઈ ખરી લાગતી નથી. ઈશ્વરે રચેલ સૃષ્ટિનો એકાદ અંશ જ તેણે આપણી સમક્ષ ગમ્ય કર્યો છે. અગમ્ય એવું પાર વિનાનું છે. તેથી, ન દેખાય કે બુદ્ધિમાં ન ઊતરે તે હોઈ જ ન શકે; એમ માનવું એ માનવી માટે ઘણી પ્રાથમિક દશાનું સૂચક છે. આ બનાવ અંગે કાગવાણી ભાગ-૭ની પ્રસ્તાવનામાં સેંધાયું છે કે; “ઉપરની વાત અંગે ધારું તે આજે પૂછી શકું તેમ છું. પરંતુ એવી પૂછવાની ઈચ્છા પણ થતી નથી. હું આ ગ્રંથના ફરમા જતો હતો તે વખતે એક મિત્ર આવ્યા. તેમણે પહેલે ફરમો હાથમાં લઈને “માના દુહા” વાંચ્યા અને તેમની આંખમાંથી ટપ ટપ આંસુ ખટ્વા માંડયાં. થોડી વારે એ બોલ્યા, “ભાઈ, મને બહુ નાને મૂકીને મારી બા ગુજરી ગયાં હતાં. એ “કેવી હતી ને કેવી નહિ એની કશી સ્મૃતિ મારા મનમાં નથી. એને ગયાને પચાસ વર્ષ થવા આવ્યાં, પણ આજે આ દુહા વાંચતાં મને એની જેટલી યાદ આવી અને મારા મને એની સ્મૃતિમાં ડૂસકાં ભર્યા, એટલાં અગાઉ કદી ભર્યા નથી.” કિં કસ્તસ્ય કાબૅન કિં કાણડેન ધનુષ્મત: . પરસ્ય હૃદયે લગ્ન ન પૂણ્યતિ યષ્ઠિર છે. કવિનું કાવ્ય અને ધનુર્ધરનું બાણ, જે સામાના હૃદયે ન ચોંટે તે કાવ્ય કે બાણ શા કામનાં ! પ્રાણના થીજી ગયેલા પિપડાને ઉમા આપીને ઓગાળવાનું, પ્રવાહમાન કરવાનું કામ એ કાવ્યનું કામ છે. જે દુહાઓના જડ (છપાયેલા) સ્વરૂપે એક અજાણ્યા માનવીની પચાસ વર્ષ અગાઉ મરી ગયેલ માતાને એક મનઃપટ પર જાગ્રત કરી; એ દુહા જે વખતે, જે માતાના વિરહથી, જે હૈયામાંથી નીકળ્યા હોય તેણે તે વખતે મડું બેઠું કર્યું હોય, તો તેમાં મને આજે કશું આશ્ચર્ય લાગતું નથી.” દુલા કાગનાં પૂર્વ બીજમાં હોય તે જ વૃક્ષમાં આવે. ૧૩મી સદીમાં થઈ ગયેલ બીજલ કવિ દુલાભાઈના ૭૯મી પેઢીએ પૂર્વજ થાય. માથું માગે તે માથું મળે એવી પ્રાણવાન કવિતાના એ કવિ હતા. કવિતા કરીને રા' ડિયાસનું માથું લઈ આવેલ. સૌએ વાહ વાહ કરી, ત્યારે બીજલ કવિ એ માથા સાથે ચિતામાં પ્રવેશેલ કવિ બીજાને ત્રણ દીકરા. કાગ સુર એમાં નાનો. કાગ સુરના વંશમાં શામળા કાગ થયા. એ સો ઘોડાં ફેરવે, તલવારની રમઝટ ચલાવે, જેના ત્રાજવે બેસે એને તારી દે. એક વાર એના સાથીઓ સાથે લૂંટે ચાલ્યા શેત્રુંજય તીર્થ લૂંટવાની સાથીદારોની મરજી. શામળા રક કuિી દુલા કાગ રમૃnિ-lin
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy