SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગોકુળ તજી, મથુરાં તજી, સાગરકિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોદ્ધા જરાસંધના ધસ્યા; મણિ કાજ મોહનને જ સૌ નાતથી ખા કર્યા, અંતે હરિના પ્રાણને જે ભીલને ભાલે હર્યા. ૨ દિવેલ દેખે ત્યાં લગી ઝાંખ એ જરીયે થાય ના, તળિયે ન ભાળે તેલ તે દીપક પછી દેખાય ને; પાલક પિતાનો જીવ જ્યારે કાળથી ઝડપાય છે, મુડદુ પડયું, યુવરાજને ભાલે તિલક ત્યાં થાય છે. ૩ ભ્રમરો ભમે ફૂલઝાડમાં ત્યાં સ્નેહથી બંધાય છે, પુષ્પ વિનાના વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે; ફળ-ઝાડ પર પંખી તણાં સંગીત-સૂરો સંભળાય છે, નિષ્ફળ થતાં, નાતે ગયે, પંખીગણે ઊડી જાય છે. ૪ સ્વારથ સર્વે સાર કહે, સજજન કહે, મુખ મિત્ર કહી મલકાય છે, જ્યારે સરે ના સ્વાર્થ ત્યારે દોસ્ત દુશમન થાય છે; હાથી તણા હેદ્દા ધરે, પછી ખર વળી તૈયાર છે, રેતો ન હતો ‘કાગ’ તું, સ્વારથ તણો સંસાર છે. ૫ લીંબડી, તા. ૨૭–૧૯૪૬] મૂર્ખના ધખા શું? મૂર્ખ અથવા અજ્ઞાનીના સારા કે ખરાબ કામ પ્રત્યે હર્ષ અને દુઃખ બેઉન ધરવાં. જેમ કિનારાના ખેતરમાં કોઈ વખત પાણી ભરીને નદી ફાયદો કરે છે અને કોઈ વખત જમીનને બધે કસ ધેાઈ નાખી ખરાબ બનાવી દે છે. એમાં નદીને કઈ ઇરાદો હોતો નથી, તેમ મૂર્ણ પગે પણ પડે મારી નાખવા પણ તૈયાર થાય. એને સારું કે નરસું એવી કઈ ગણતરી જ નથી હોતી, કારણ કે વિધાતારૂપી કુંભારે એને એવો જ ઘાટ ઘરવો હોય છે. અને એને આત્મા પાપના વાદળથી ઘેરાઈ ગયેલ હોય છે, માટે એના ધેખા શં? કેવળ સાધપુર કે મહાપુરુષે એટલે કે માનવી એકલે જ નહીં, પણ ચંદનવૃક્ષ, ધરતી વગેરે મહાતવો છે, તે સજજન છે, ઉધ કોટિનાં છે. સાપ ચંદનને વર્ષો સુધી લપટી રહે છે, છતાં એનું ઝેર જતું નથી, તેમ હળાહળ વિષવાળા સર્પને ચંદન તરછોડતું પણ નથી. છતાં એ સાપના કઈ દુર્ગણ ચંદનમાં આવતા નથી. સોના પર એરણના ઘા પડે, અને અગ્નિમાં નાખવામાં આવે, ધમણથી એ ધમાય, એવાં કંઈક સંકટમાંથી પસાર થયા પછી એ હેમને રંગ વધારે ઊજળો અને તેજસ્વી બને છે. અને પિતાના મેલને ધનાર અગ્નિ, ધમણ અને ઘણને એ કદી ન કરતું નથી. દૂધના ઉત્તમ શરીરને એક છાશનું ટીપું અભડાવે છે; એનું સ્વરૂપ ફેરવી * હું કવિશ્રી દુલા કાગ ઋર્તિ-ગુંથ કે જે
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy