SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કાગવાણી ૨ce બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ-અતિશૂદ્ર, વાનર, રાક્ષસો એ બધાંની જ્યાં જેની યોગ્યતા હોય, ત્યાં રાજનું કામ કરવા નિમણુક થતી. એમાં ભેદભાવ, કામભાવ કે ધર્મભાવ રાખવામાં ન આવતો. જૂની કહેવત છે કે–ઝાઝા કાયદાવાળા સ્વર્ગમાં રહેવા કરતાં થોડા કાયદાવાળા નરકમાં રહેવું વધારે સારું છે. જીવનવિચાર અને કાર્યક્ષેત્રોને જે રૂંધી રાખે એવા કાયદા પ્રજાને માયકાંગલી અને શક્તિહીણ બનાવે છે. પગલું ભરવું અને કાયદો, શ્વાસ લેવો અને કાયદે, વિચાર કરે ત્યાં પણ કાયદો. ત્રી–પતિ, છોરૂમાવતર, ભાઈ-બહેન અને કુટુંબ, એ બધું તંત્ર કાયદામય બનેલું હોય અને કુટુંબભાવ નાશ પામ્યો હોય, એવું જે કાયદામાં જીવવું એ નાશને નેતરે છે. રામરાજ્યમાં કાયદા બહુ ઓછા હતા. ન્યાયમાં પક્ષ ન હતું. દૂધ, દહીં, ઘી અને તેલ આદિ રસપદાર્થ, કપડાં અને અનાજ એની બધી વ્યવસ્થા પ્રજા યોગ્ય રીતે કરતી. એમાં રાજ્ય કશી હકુમત ન કરતું. રામની રાજ્ય સભામાં નાનાં મોટાં અને જેટલા પક્ષ હતા તે બધાને બેસાડવામાં આવતા અને એની સાચી વાત પર વિચાર કરી અમલ કરવામાં આવતો. એક અપવાદમાં કવિ કહે છે કે મારી બુદ્ધિ કામ કરતી નથી. માતા સીતાને મળેલો વનવાસ તે ન્યાય કે અન્યાય ? એવું હતું રામચંદ્રજીનું રાજજી રામચંદ્રજીનું રાજ, તપતે રઘુકુળનો તાજ- એવું-ટેક. સૌને ધેનુ, સૌને ગધા, સૌને સૌનાં કાજજી (૨); ભૂખ ન મળે, રોગ ન મળે (૨), ન મળે વૈદ સમાજ-એવું-૧ અભય ઘર ઘર, નીતિ ઘર ઘર, મંગળ ઘર ઘર સાજજી (૨); કાળી લખમી ભેળી કરવા (૨), ઉઠે ન ક્યાંય અવાજ–એવું-૨ ગુરુ સઘળા ગોવિંદ જેવા, કૈક હતા રૂષિરાજ જી (૨); વિનયવાળી વિદ્યા મળતી (૨), કરવા રૂડાં કાજ-એવું-૩ રાજા ઘરના, દેશ ઘરનો, સૌને ઘરનાં કાજજી (૨); સૌની હદમાં સૌ સ્વતંતર (૨), સૌની સાબૂત લાજ-એવું-૪ ભીલ, નિશાચર, વાનર, પંખી, રૂષિ, સંત, સમાજજી (૨); ગુણ પ્રમાણે અધિકાર મળતા (૨), કરતા રાજનું કાજ—એવું-૫ થોડા ધારા, ન્યાય નિરમળ, વસ્ત્ર, રસને અનાજજી (૨); એનો વહિવટ રૈયત કરતી (ર), વચ્ચે ન પડતું રાજ-એવું– રામ સભામાં છેટાં મોટાં, સૌને હતો અવાજજી (૨); “કાગ સીતાને સંકટ મળીઉં, કાજ ગણો કે અકાજ-એવું–૭ ((((suી દુલા કાગ સ્મૃતિ-રીથી દુલા કાગ-૨૭
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy