SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કાગવાણી ૨૦૩ હે સર્વેશ્વરી ! તારો કદી કોઈનાથી પરાજય થતો નથી, કારણ કે તને હાર પમાડે એવું કંઈ તત્વ બ્રહ્માંડમાં નથી. જીવન-મરણ સુખ-દુખ, હાનિ-લાભ અને બંધ તથા મોક્ષ એ સર્વ તારા ઉત્પન્ન કરેલાં છે. અને એને માટે “પોતાનાં જ કર્મોને આધીન ને અટલ નિયમ તેં કરેલું છે. એટલે જ સર્વ દેવ, સિદ્ધ, ચારણ, વિદ્યાધર ઝિંપુરુષ અને સજજન માનવી તારી આજ્ઞા અનુસાર જીવન જીવે છે, તારા નામને અખંડ વિશ્વાસથી જાપ જપે છે, તને જ નમસ્કાર કરે છે. | હે મા ! તારા સરખી તું એક જ છો. કારણ કે, જડ અને ચેતનમાં તારી શક્તિ ભાસે છે, લાકડા જેવી વસ્તુમાંથી જ્યારે શક્તિ (કસ) જતી રહે છે ત્યારે એ લાકડું સડી જાય છે, અને લેટ બની જાય છે. પથ્થરમાં દઢતારૂપે રહેલું તારું સત્ત્વ જ્યારે ચાલ્યું જાય છે ત્યારે એની ઘનતા મટી બળહીન બની જાય છે. તને સર્વ પાપોમાં અહંકારરૂપી પાપને વિશેષ તિરસ્કાર છે, એટલે જેને જેને અભિમાન થાય છે એનું માનમર્દન કરવામાં તું જરાપણ ઢીલ કરતી નથી. દાનવકુળાને છિન્નભિન્ન કરનારી તથા અનંત બ્રહ્માંડને રચવાવાળી એવી હે જનેતા ! હું તારે શરણે છું. ૧૫ હે મા ! તારી અનંત અને ભયંકર નહિ પણ સર્જક અને પાલક શક્તિ, અનંતરૂપે અને અનંત રીતે કામ કરી રહી છે. અનંત વૃક્ષો, અનંત ફળ, અનંત સ્વાદ, અનંત ફૂલ, અનંત જળસૃષ્ટિ, અનંત અનંત તારા, અનેક નક્ષત્ર, અનેક સૂર્યો, અપાર ચંદ્રમા, (જે બધાં બહુ દૂર હોવાથી ચાંદરડાં જેવાં લાગે છે, તે બનાવ્યાં છે. એક અણુ જેટલા જળબુંદમાં આંખ, નાક, હાડ, માંસ, લેાહી વિકાર, ઈછી, આશા, ભૂખ, તરસ, બાળપણ, યુવાની, વૃદ્ધત્વ અને મરણનું તેં નિર્માણ કરેલ છે. તારા સ્વરૂપનું વર્ણન તો ક્યાંથી થાય ! પણ તારી સૃષ્ટિ અને એના નિયમોનું વર્ણન ગણપતિ, વ્યાસ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ લાખ વર્ષ કરે તે પણ મણમાં પૂણી કાંત્યા જેવું થાય છે. બળવાનમાં બળવાન માનવી હોય, એક જ ક્ષણમાં જગતને બાળી ખાખ કરી નાખે એ બળવાન હોય, પણ શ્વાસની ગતિ રૂંધાય તે એ અશક્ત થઈ જાય છે, અને એ શ્વાસરી ચલાવવા શક્તિમાન થતું નથી. આવી હે સર્વશક્તિમાન મહામાયા ! અમારા સંકટ વખતે સહાય કરજે, અને સંસારસાગરમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દંભ અને વિનોએ આ જીવનરૂપી વહાણ ડૂબે તે એને કિનારે કરજે. ૧૬ હે મા ! સર્વ જગતનું તું આદિકારણ છો. આ સૃટિ એ તારી ઈચ્છાનું પરિણામ છે. સંત પુરષોએ બતાવેલ શ્રદ્ધા અને સુંદર યુક્તિથી જે તને ભજે છે એને તું આસુરી ભાવનામાંથી બચાવી લે છે. આ જગત એટલે જડચેતન, એનું તું યથાયોગ્ય પાલન કરે છે. જેને માટે જે નિર્માણ કરેલું છે તેને તે આહાર તું જ આપે છે, અને સર્વ વિશ્વને તારા એક જ રોમમાં તું ધારણ કરે છે. હે મા ! જેના પર તારી કૃપા ઉતરે છે એ તારી મેહક માયાને તરી જાય છે. હે મા ! તને ઉપમા આપવા માટે બાવન અક્ષર શક્તિહીણ બની જાય છે, છતાં સંબોધન કર્યા સિવાય રહેવાતું નથી. એ સંબોધન તે આ છે: હે રાજરાજેરી ! ! તને મારા નમસ્કાર હજો. ૧૭ | હે લેગિની આ બ્રહ્માંડની અપાર રચનામાં કંઈ પણ અપૂર્ણ દીસતું નથી. સર્વ પૂર્ણ જ છે. આસપાસ વ્યાપી રહેલા પવનમાંથી થોડોક પવન એક રબરના દડામાં ભરી લઈએ તે પણ એ પવન પૂર્ણ MWISH 8 કuિથી દુલા કાગ રમૃતિ- O * |
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy