SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કાગવાણી A તું હી ટેર ઘેલાદરી સૂણ ધ્રોડી, તમંકી બણું સિંહણ થંભ ત્રોડી; હણી દીધ તેં રામરો દૈત દ્રોહી, નમો નારસિંધી અસુર વિમોહી.-૧૪ ફતેકાર નેજા તિહારા ફરકે, જપે સુર માળા તુંહી પાવ ઝુકે, તું હી હેક ચંડી મહા માન ખંડી, વિખંડી દળાં દાનવાં લક મંડી.–૧૫ તું હી શ્વાસ-ઉસાસરી હાથ દોરી, કળા કેણ જાણે તિહારી અધોરી; સુણી સાદને અંબિકા ધાય વારે, કરો સેવકાં જાજ માતા કિનારે-૧૬ તું હી કારણી ભારણી મેહ, માયા, તું હી તારણી જે શરે કીધ દાયા; તું હી જગત નિભાવણી વિશ્વકાયા, નમો રાજ રાજેશ્વરી ગમાયા.–૧૭ ભરી પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણ ભાસે, અણુ બીજમાં તું અનેરી પ્રકાશે; તું હી જોગણી ભોગણી જીવ જાયા, નમે સાત દ્વીપેશ્વરી વજ કાયા–૧૮ તું હી બ્રહ્મવિદ્યા અવિદ્યા પરેલી, તું હી તુલ્ય દષ્ટિ તું હી ઉગ્ર દેવી; પરા પસ્થતી મધ્યમાં વૈખવાની, ન જાની ગતિ જાય ગંભીર જ્ઞાની.–૧૯ ખનું એક તું કે'ક બ્રહ્માંડ થાપ, ખનું એકમે કેક લોકો ઉથાપે; તું હી તું તું હી તું તું હી તું જ જાની, મતિ હૈ યથા મોરી એતી બખાની-૨૦ | કવિશ્રી દુલ્લા કાગ સ્મૃતિ-ગુંથા ofit
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy