SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કાગવાણી આઈ સેનબાઈ આઈ સોનબાઈમાં એક ખાસ નવીનતા એ છે કે પિતે ચુસ્ત અહિંસામાં માને છે. જૂની રૂઢિ પ્રમાણે માતાજીને ઘેટાં, બકરાં, પાડા ચડાવાતા તેનાથી પોતે તદ્દન વિરુદ્ધ છે. ખોટાં ધૂણવાં, દાણા જેવા વગેરે પોતે તદન ધિક્કારે છે. સાથોસાથ પોતે ઘણાં વિદ્વાન છે. રામાયણ તો જીવનદેરી જેટલી જ પોતાને પ્રિય છે. છંદો બોલવાની રીત, હલક અને સત્વગુણી આવેશ મારા જેવા શુક માનવીને પણ સાંભળતાં રોવરાવે છે. પોતાની પ્રતિભા અને દૈવત બધા માણસોથી જુદાં તરી આવે છે. કાર્યશક્તિ એટલી કુશળ છે કે દસ હજાર જેટલા માણસોને મઢડા જેવા નાના ગામમાં કંઈ પણ અવ્યસ્થા સિવાય પોતે સાચવી શકળ્યાં હતાં. તેમનામાં સહુથી મોટી વાત તો એ છે કે, વ્રત લીધું વરૂડી તણું, દન દન દેવા દાત; લેવાના હેવા નહિ, ધન ધન સેનલ માત, પોતાને ચરણે કંઈ પણ ભેટ પોતે સ્વીકારતા નથી. એ જગદંબાની ઝુંપડીએ હજારો મહેમાને ભોજન પામે છે. આ કલિયુગમાં મા સોનબાઈ એ વૈષ્ણવી શક્તિનો અવતાર છે, એમ હું માનું છું. સાથોસાથ પોતે સમાજના અપૂર્વ સુધારક છે. કન્યાવિક્રય ન કરવો, બીડી, તમાકુ વગેરે વ્યસન છોડી દેવાં, એવો એમને ઉપદેશ છે. ચારણ બાળકો કેમ ભણે, કેમ સારા કવિ અને વિદ્વાન બને, એ માટે પોતે કાયમ મહેનત અને ચિંતા કરે છે. ભાવનગર ચારણ બેકિંગમાં પોતે પધારે છે, ત્યારે આનંદ ઉત્સવ પ્રગટે છે. વિદ્યાર્થીઓને એમ જ લાગે કે સગાં મા તેમની સંભાળ લેવા આવ્યાં છે. તેમની હાજરીમાં આનંદની છોળો ઊડે છે. મઢડા ગામે સંવત ૨૦૧૦ ના વૈશાખ શુકલ અક્ષય ત્રીજને દિવસે આખા હિન્દુસ્તાનના ચારણોનું સંમેલન માતાજીએ ભર્યું. સમસ્ત ભારતવર્ષના હજારો ચારણો, હજારે ચારણ માતાઓ અને બહેનોએ તેમાં હાજરી આપી. કોઈએ માગવું નહિ.' એ ઠરાવ પ્રથમ હતો, પછી કેટલાક જ્ઞાતિ સુધારાના ઠરાવ થયા, પણ એ વખતનો મઢડાને દેખાવ, ચારણોની ઠઠ અને આઈમાને ઉંમગ, તે મારા જેવો પામર માનવી કેમ કહી શકે ? છતાં– तदपि कहे बिन रहा न कोई –એમ માતાજીએ જેમ કલમ ચલાવી તેમ આકડા લીમડાનાં ફૂલ ચડાવ્યાં છે. યોગ્ય હશે તે પોને માન્ય કરશે. ' હા કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ શું છે
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy