SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ મસ્ત બની નાચતો મયૂર આપણને ચૈતન્ય અને રામકૃષ્ણનું સ્મરણ કરાવે છે. મહાપુરુષોની મનોવૃત્તિનું માનવીને પ્રત્યક્ષ દર્શન કરાવવા સારું જ વિધાતાએ સજેલી આ મહાન કલાકૃતિ કેટલી આહલાદક, મને રમ અને નયનાભિરામ લાગે છે. આપણાં મનઃ ચક્ષુ સમીપ જાણે આવીને ઊભા રહેતાં જ સંસારને સર્વ સંતાપ શમી જાય છે. જોકકવિઓને પાગલ કરનારી આ બ્રહ્મની કૃતિ સાચે જ અનુપમ છે. સાંજ કયારે પડી તેની કશી ખબર ન પડી. વિદાય વસમી લાગી. કવિનું અંતઃકરણ નિજાનંદી હતું. ભક્તકવિ તુલસીદાસજીએ “રામચરિત માનસ”ની રચનાને હેતુ દર્શાવતાં કહ્યું છે તેમ કાવ્યરચનાને ઉત્તમ હેતુ “સ્વાન્ત : સુખાય” પોતાના અંતરની શાંતિ અર્થે હતે. એમનાં કાવ્યોથી તેઓ અમર છે. જ્યન્તિ તે સુકતિનો, રસસિદ્ધા : કવિશ્વરા : નાસ્તિ તેષાં યશઃ કાયે જરા મરણજ ભયમ પ્રમાણસર આભુષણેની શોભા “રામાયણના પ્રસંગે પર અનેક કવિઓએ ભજનો લખ્યાં છે. ગંગા પાર કરતી વખતને ગુનો પ્રસંગ રામાયણમાં છે. “પગ ધોઈ નામે પધારો રે નરના પતિ' એવું એક જૂનું ભજન પણ એ પ્રસંગ પર પ્રચધિત છે. તેમ છતાં પગ મને ધોવા દ્યો રઘુરાય” દુલાભાઈને એ ભજને લેકહેયાને એ પ્રસંગમાં રહેલ ભક્તિરસમાં જેટલાં તરબોળ કર્યા છે એટલાં બીજા કોઈએ કર્યા નથી. જીવનને કાર્યક્ષેત્રથી માંડીને અધ્યાત્મના વિશાળ પટ વચ્ચે દુલાભાઈને કાવ્યનાદ વહે છે. પ્રાસાનુપ્રાસ, સ્વરબૈજનાને ઝમેલા અને ઝડઝમકને અતિરેક તો ચારણી સાહિત્યકાર ને આગવાં વરેલાં હોય છે. તેમ છતાં દુલાભાઈની આ કવિતાઓમાં ક્યાંય એને ઉભરો દેખાતું નથી. સ્વમાન, મર્યાદા અને લજજાના ભાર સાથે પ્રમાણસર આભુષણોથી શોભતી કે’ શીલવતીની માફક એમની કવિતા પ્રાસની મીઠાશ, સ્વરવ્યંજનને સુમેળ, યમક અને ઝડઝમક જેવી ભાષામાધુર્ય પ્રગટાવવાની બાહ્ય રીતિઓથી - લદાયેલી નહિ પણ શણગારાએલી જોવા મળે છે.” (કાગવાણી ભાગ-૪) –નાનુ રામ દુધરેજીયા સાત્વિકતાના વાતાવરણથી ભરપુર અહીં ગ્રંથકાર વિદ્વતાનો ઝભો પહેરીને પિતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આપણને આંજી નાખતા નથી, તેમ તેઓ અહીં ઉપદેશકના રૂપમાં ઊંચે આસને બેસીને આપણને આજ્ઞા કરતા પણ દેખાતા નથી. આ ગ્રંથ વાંચતાં આપણને એમ લાગે છે કે આપણા પિતાના હૈયામાં સંદર વિચારોનાં પુષ્પો મહેંકી રહ્યાં છે અને ગ્રંથકાર એક માળીની અદાથી એ પુના છોડવાઓને પાણી પાઈ રહ્યા છે. આ આખાય ગ્રંથ સાત્વિકતાના વાતાવરણથી ભરપુર છે. એમાં સનાતન સત્ય કહેતાં મહાવાક્યો, રાજનીતિના બોધપાઠો, દર્શન-તત્ત્વજ્ઞાનનું સરળ નિરુપણ તથા સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. આ ગ્રંથમાં આપણા ભૂતકાળનું ગૌરવ, વર્તમાનનું કર્તવ્ય અને ભવિષ્યની આશા મૂતિમાન ખડાં દેખાય છે. આમાંનું એક એક વચન એક જીવતું પુસ્તક છે. કહેવાની શૈલી સીધી ને સરળ છે તેથી વાચકને થાક લાગવાને બદલે પ્રસન્નતા મળે છે.” (કાગવાણી ભાગ-) –પીંગળ પાયક ((((((((કuિછી દુખા કાકા સ્મૃતિ-સાથODD
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy