SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ચંદ્ર, વીંઝણે, વલેણું, ડુંગર, મંડપ, જટાળો જોગી, કેયલ, વર્ષા જેવાં પરિચિત તો પણ તેમની રચનાઓમાં વારંવાર પ્રવેશી જતાં દેખાશે. કંઈક અચરજ થાય એવી વાત તો એ છે કે કેટલાક ચાલુ ભાવચિત્રો કે કલ્પને લોકગીતમાંથી જાણે અજાણે અર્વાચીન ગીતમાં ઊતરી આવતાં દેખાય છે. જુદા જુદા રૂપે જુદા જુદા સંદર્ભે મળે જ છે. પણ અહીં પોતાની વિશિષ્ટ ભાવસંપત્તિને રજૂ કરવા અનન્ય કળાદષ્ટિથી તેને વિનિયોગ કર્યો છે. “લા અવતારે સેનલ...' રચનામાં, લેકકથામાં પ્રસિદ્ધ ભવભવની સ્મૃતિકથાના રૂઢ ઘટકોશોને જ પણ સમર્થ રીતે તેમણે વિન્યાસ સાધ્યો છે. ઓતર દખણ રે ચઢી પ્રેણી વાદળી ઝરમર વરસે મેહ મારા વહાલા. (લે. સા. મણક-૨, પૃ. ૩૧) ઝરમર ઝરમર વર્ષા વરસતી રે; ભાભીનાં ભીંજાય ચીરરે...વણઝાર પાળે ઊભી. (લે. સા. મણકે-૬, પૃ. ૫૦૧) એલા અવતારે સેનલ, તમે હતાં પંખણી; ને અમે રે ભેંકારે હાર્યો રૂખડો હોજી. તમે ડાળે આવીને લીલું બોલતાં હજીઃ થાવું હશે તે ઊડ્યા એવા વંટોળિયા કે, તરણાની તોલે અમે ઊખડા હોજી. તડકા લાકડપંખી-શું અમને ઠોલતા હોજી. (‘કથા” પૃ. ૩૫) હવે સરખાવો ન્હાનાલાલની પ્રસિદ્ધ પંક્તિઓ : ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચુંદડલી; એવો નીતરે કૌમારને નેહ ભીંજે મારી ચુંદડલી. (“રસગંધા', પૃ. ૧૧૨) રમેશની ગીતરચનામાં પરંપરાપ્રાપ્ત લોકસામગ્રી અદ્યતન કળાતોના રસાયનમાં ભળી નવું જ રૂપ, નવું જ સૌદર્ય ધારણ કરે છે, તે અહીં બરોબર સ્પષ્ટ થઈ જશે. લેકગીતનું જ આવું એક ભાવસમૃદ્ધ ચિત્ર તેમની બીજી એક કતિના હાર્દમાં ઊતરી આંગણે આશપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ. તળપદા લેકગીતમાં ઝાંખું રહી જતું “ભાવચિત્ર' અહીં કવિશ્રીની પ્રતિભાના બળે નવું તેજસ્વી રૂપ ધરી રહે છે. બહાનાલાલમાં ભાવ, ચિત્ર, લય, આકાર આદિ સર્વ બાબતે લોકગીતનાં તત્વોનું કેવું નવસંસ્કરણ થયું છે તે ખરેખર તે વિગતે અભ્યાસ માગી લે તેવું છે. બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રી માં રે લોલ. (લે. સા. મણકો-૧૦, પૃ. ૨૦૧) ' રમેશ પારેખની ગીતરચનાઓમાં સોરઠી લેકગીતના અંશનો એટલો જ સુભગ વિનિયોગ થયો છે. તેમની “સેનલ' શ્રેણિની રચનાઓમાં જોવા મળતી દંતકથાના પાત્ર શી સોનલ લેકગીતમાં તે લોકગીતનું આ ચિત્ર તેમની “પગલાં પડી રહ્યાં કતિના વચ્ચેના એક ખંડકમાં અનોખી ભાવવ્યંજના સાથે વિસ્તરી રહે છે. જ કામિ દુલા કal મૂર્તાિ-2 પોતે
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy