SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ વિધાન, વસ્તુસંકલન અને રચનારીતિ જાણે કે એના સકની મળભૂત સંવેદનશીલતા (prime sensi. bility)માંથી વિસ્તરે છે. પ્રધાન ગૌણ પાત્રોનું એનું ભાવવિશ્વ સ્વતંત્ર છતાં એના સર્જકના સંવિન્ને અંશ એ દરેકમાં પ્રગટ કરે છે. પાત્રપાત્ર વચ્ચેના કેવળ સામાજિક સ્તરના સંબંધો નહિ, તેથી ગહન સૂક્ષ્મ સ્તરના સંબંધોની તે વ્યાખ્યા કરવા ચાહે છે. એ માટે ટેકનિકના જ એક ભાગ રૂપે ભાષાનાં વિશિષ્ટ રૂપની યોજના તે કરે છે. પાત્રનું સંવિદ, કે પાત્ર જેને જીવંત ભાગ હોય તેવી પરિસ્થિતિને તાગ મેળવવા પ્રતીકેનું સંવિધાન તે કરે કે સ્વતંત્ર myth તરીકે ઊભી રહી શકે તેવું રહસ્યાન્વિત વિશ્વ તે રચે. આ આખી પ્રક્રિયામાં લોકસાહિત્યની કથનરીતિ ભાગ્યે જ ઉપકારક નીવડે છે. મેઘાણીની સમરાંગણ” અને “રા'ગંગાજળિયો' જેવી નવલકથા ઓમાં અને મડિયાની “ચંપી અને કેળ” જેવી નવલિકામાં રૂઢ લેકકથાનું કેટલુંક નવસંસ્કરણ છે. લેકકથાના જ ચમત્કારપૂર્ણ પ્રસંગે, તેની રોમેન્ટિક કથનશૈલી, અને તેનું ઘેરું રંગદશી વાતાવરણ એમાં સ્થાન પામ્યું છે. પણ આ જાતને અભિગમ આધુનિક કથાને ઉપકારક નીવડત નથી એ એમાંથી દેખાઈ આવે છે. જોકકથાનો સર્જક રોમાંચક વૃત્તાંત પર પિતાને મદાર બાંધી બેઠો હોય છે. પ્રસિદ્ધ વૃત્તાંતનું સચોટ નિરૂપણ કરવામાં તેને ઈતિશ્રી વરતાય છે. આથી ભિન્ન “અભિજાત' કથાને સર્જક પિતાના વિશિષ્ટ સંવિક્તા ઉઘાડમાં ભાવ, ભાષા કે રચનાપ્રયુક્તિના સર્વ રૂઢ અંશેને તોડી નાખી નવું રૂપ અને નવી રચનારીતિ જવા ચાહે છે. એટલે કથાસાહિત્યના સંદર્ભે લેકસાહિત્ય અને અભિજાત” સાહિત્ય વચ્ચે ઝાઝા આદાનપ્રદાનને અવકાશ દેખાતો નથી. પણ કવિતાસાહિત્યમાં. વિશેષ કરીને ગીત પ્રકારમાં. લોકસાહિત્ય કે લેકગીતના સંબંધો તરત ધ્યાનમાં આવશે. કવિ ન્હાનાલાલ, મેઘાણી, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત, પ્રહલાદ, બાલમુકુન્દ, વેણીભાઈ, મકરન્દ્ર, સુરેશ, હરીન્દ્ર, રમેશ પારેખ, અનિલ જોષી, રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયા અને માધવ રામાનુજ જેવા અનેક કવિઓની ગીતરચનાઓમાં લેકગીતની પરંપરાનું ઓછુંવત્તે અનુસંધાન જોવા મળશે. આ પૈકી ન્હાનાલાલ કે રમેશ પારેખ જેવા કવિઓની ગીતરચનાઓમાં લોકગીતના બળવાન સંસ્કારે ? બેઠા દેખાય છે. લોકગીતના લાક્ષણિક ભાવસંદર્ભો અને વસ્તુસંદર્ભો, અભિવ્યક્તિની વિવિધ રીતિઓ, રચના બંધની વિધવિધ પ્રયુક્તિઓ, અમુક ચોક્કસ ભાષાબંધની પદાવલિ, આકાર, ઢાળ અને લય આદિ તોને તેમણે કુશળ વિનિયોગ કર્યો છે. આ કવિઓ અલબત્ત, લેકગીતનાં રૂઢ રૂપમાં બંધાઈ ગયા નથી. લેકગીતનાં તત્તને સક્રીય લાગણી અને કલ્પનાના સ્પશે નવી ચમત્કૃતિ તેમણે અપી છે. સામાન્ય લોકગીત કરતાં તેમાં ઘણી વધારે સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કર્યા છે. એમ કહી શકાય કે પરં. પરામાંથી પિષણ મેળવીને એ કવિઓએ ગીતરચનામાં આગવી ભાવમુદ્રા ઉપસાવી છે. “ગીતની સંજ્ઞા અલબત્ત આપણે સાવચેતીથી જવાની છે. રોજરોજની પ્રવૃત્તિમાં એવી અનેક ક્ષણો આવે છે, જ્યારે આસપાસના વાતાવરણમાં કયાંક ને કયાંક ગીત લલકારાતું હોય. રેંટિયો કાંતતા વિદ્યાર્થીઓ પણ “ધીરે ધીરે ચાલે રે, મીઠો મીઠો ગાજે રે, રૂડો મારો રેંટિયો છ' એવી જે રચના ગાય છે તેને “ગીત' તરીકે જ ઓળખતા હોય છે, પણ આવી અસંખ્ય ગીતરચનાઓમાં કવિતાનો ગુણ હોતું નથી અને તેની આપણે અહીં વાત કરતા નથી. તે સાહિત્યની કેટિનું જે ગીત છે તેને અનુલક્ષીને તેનાં લેકગીત જોડે સૂક્ષ્મ સંબંધ છે એમ પ ર કવિવ્રત દુલા કાગ સ્મૃતિ ગ્રંથ તરપરા
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy