SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણાંજલિ ૧૩૭ તેમણે સૌને જે આપ્યું છે તે અપ્રતિમ છે. સમાજ અને દેશ એમનો સદેવ ઋણી રહેશે. પૂ. બાપુ એમના સાહિત્યદેહથી સદાય અમર છે. મહુવા –મોરારીદાસ હરીયાણી સમસ્ત રાષ્ટ્રના એક પુણ્યવાન કવિ, સારસ્વત અને ગાયકના અવસાનથી માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને જ નહીં પણ સમગ્ર દેશને ખોટ પડી છે. જે કાવ્યથી ઉલાસ, જુસ્સો, પ્રેમ, લાગણી અને કરુણાના ભાવો નીતરે તેવી કવિતા પૂજ્ય શ્રી. ભગતબાપુના અવસાનથી રાંક બની છે. સગતને સાચી અંજલિ તે તેઓશ્રીએ જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને નવો પ્રાણ અને નવો ધબકાર આપે છે તેને ચીર:કાળ સુધી સાચવી રાખવાને પ્રયાસ કરે તે જ છે. જુનાગઢ –દિવ્યકાંત નાણાવટી અમે તેમનાં દર્શન ન કર્યા હોવા છતાં અમારાં માટે તેઓશ્રી કુટુંબીજન જેવા જ હતા. આજથી ૨૦ વર્ષ પૂર્વે અમે બધાં–મા, બાપ, છોકરાં, દાદી સાથે બેસી પૂનામાં તેમનાં ભજનો ગાતાં. સૌરાષ્ટ્રના લોકસાહિત્ય પર તેઓ તેમની અમિટ છાપ મૂક્તા ગયા છે. ભાવનગર –નિખિલ બક્ષી ભારતની જવાહરતમાંથી એક કિંમતી રત્ન ચાલ્યું ગયું. તેઓની ખોટ આખા દેશને જણાશે. કાગપરિવારને સવિશેષ. પોરબંદર -નટવરસિંહ પૂ. ભગતબાપુ સમય પારખવાની પિતાની અભૂતપૂર્વ વિચક્ષણ શક્તિને કારણે સમગ્ર સમાજને પ્રગતિના નૂતન રાજમાર્ગ પર ચાલવા પ્રેરણા આપી શક્યા હતા. અમે સ્વરાજ્યનાં ગીત લલકારીને ગાંધી-વિનોબાના વિચારને લેકર્ભોગ્ય કવિતાના માધ્યમ દ્વારા જન સામાન્ય સુધી પહોંચાડ્યા હતા. તેમના જીવનની અનેક સિદ્ધિઓથી તથા તેમના ચિંરજીવ સાહિત્યથી તેઓ લેકમાનસ પર અમર રહેશે. ગાંધીનગર –ોડીદાન ઝુલા માતા ભારતીએ એક લાડીલે અણમૂલ સપુત ગુમાવ્યું છે. સમગ્ર ચારણ જ્ઞાતિનું એ એક મધું જવાહર હતું. – માધુભાઈ દેવચંદ “હાની-લાભ, જીવન-મરણ, જશ-અપજશ વિધિ હાથ'-એ ન્યાયે ઈશ્વરને નિર્ણય સ્વીકાર્યો જ છૂટકે. રામાયણના આધારે લખું તે અમુક વ્યક્તિત્વની વિદાય રૂદન કરવા જેવી હોય છે, પરંતુ અફસેસ કરવા જેવી નહીં. અને એવું વ્યક્તિત્વ પૂ. બાપુ હતા. જેની વિદાયથી સમાજને અને સાહિત્ય-સંસ્કૃતિને અને આખા દેશને એક જબરદસ્ત ખોટ પડી છે. કવિશ્રી દુલા કાગૂ સેકસાહિત્યના અમૂલ્ય રત્ન હતા. તેમનો વાણી અને રજૂઆતથી તેમણે અનેક શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકસાહિત્યના ઉત્તમ ગાયકને ગુમાવતાં માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશ શોકની લાગણી અનુભવે છે. આકાશવાણી’ સાથે તેમને સંબંધ અને સહકાર હમેશાં સૌજન્યપૂર્ણ રહ્યો છે. નવી દિલ્હી –પી. સી. ચેટરજી ડાયરેકટર જનરલ ઓલ ઈન્ડિયા રેડિયો (((((કuિઝી કુણા કાઠા ઋાિ-કોથ))))))) દયા કાગ-૧ ?
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy