SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પરમહંસ શ્રી રામકૃષ્ણ દેવ પ્રતિ તેમની કેવી ગંભીર ભક્તિ હતી, એ હકીકત તે ઘણાં એાછા માણસોની જાણમાં છે. જ્યાં સુધી મને યાદ છે – એપ્રિલ-૧૯૬૭માં શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના વાર્ષિકેત્સવ-ઉપલક્ષ્ય આશ્રમના પ્રાંગણમાં શ્રી રામાયણ કથાનું તેમની અમૃતવથી વાણીમાં ગાન કર્યું હતું–તેના ફલસ્વરૂપે સમસ્ત રાજકોટ શહેરના નાગરિકે ઉપર એ કથાની અસર થઈ હતી. ફરીથી તેમને આશ્રમમાં નિમંત્રણ આપીને એમની અમૃત કથાની લહાણ પીરસવા વારંવાર આગ્રહ થયો હતો. જ્યારે તેઓએ મારી પાસેથી સાંભળ્યું કે આશ્રમમાં જે સ્થળે તેમણે કથા કરી, તે જ જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવનું મંદિર ઊભું થવાનું છે ત્યારે ભાવભીની વાણીમાં કહ્યું હતું, “એ મંદિરના જરૂરી પૈસાની ચિંતા કરશો નહિ. સ્વામીજી, મુંબઈ અને બીજાં સ્થળોએ ફરીને હું જાતે પૈસા એકઠા કરી આપીશ.” પરંતુ પછી નાદુરસ્ત તબિયતને કારણે એ કાર્ય શક્ય ન બન્યું. ફરી એક વાર આશ્રમમાં આવ્યા ત્યારે વિનંતી કરેલી : “તમે મારે ગામ આવે; મારું ઘર એકવાર પાવન કરે.” ૧૯૭૫ના પ્રારંભે પત્ર દ્વારા અવારનવાર લખવા લાગ્યા : “હજી સુધી તમારું વચન પૂરું નથી કર્યું ? તમારા પગલાં મારે ઘેર થયાં નથી–મારું શરીર અસ્વસ્થ છે...બહાર નીકળ. વાનું તે કયાંથી બને? હવે તમે તમારું દીધેલું વચન જલદી પૂરું કરો..” તેમના આવા આગ્રહથી મારું મન ચંચળ થઈ ઊઠયું. એક દિવસ હું આશ્રમના કેટલાક સાધુબ્રહ્મચારીઓને લઈને પોર્ટ વિકટર પહોંચ્યો. અમે અચાનક પહોંચ્યાં–શ્રી રામભાઈ ઘરે નહેતા. અમને જોતાંત જે આલાદ અને આનંદ તેમના ચહેરા પર જોઈ શક્યો-એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકુ નહીં. એટેલી ગભીરતા, એટલી આંતરિકતા, એટલી શ્રદ્ધા હતી-તેમના હૃદયમાં. તેમની એક વાત સારા જીવનભર હું યાદ કરીશ : એક વાર ઓચિંતાં મને કહેવા લાગ્યા : “સ્વામીજી! તમે કેટલા મોટા !” તમે આ શું બોલો છે ? હું કેવી રીતે મોટો !?! હું તે શ્રી રામકૃષ્ણ-સંધને એક સામાન્ય સેવક-સંન્યાસી ?” “ના, સ્વામીજી ! તમારું ઓઢણું મોટું !” “તમે વાતને ફેડ પાડો, તે કંઈ સમજાય... વચ્ચેથી અટકાવીને મને કહેવા લાગ્યા : “તમારું ઓઢણું-એટલે તમારી છત્રછાયા. એ છત્રછાયા શ્રી રામકૃષ્ણની. શ્રી રામકૃષ્ણનું ઓઢણું એાઢયું એટલે તમેય એટલા મોટા-શ્રીરામકૃષ્ણની છત્રછાયા તે દુનિયાને સમાવી લે એટલી મોટી એટલે તમે નાના કેવી રીતે, સ્વામીજી? –તમે ખૂબ ખૂબ મોટા.” એ સમયે શબ્દ શબ્દ નીતરતા ભાવ કરતાંયે તેમની ચમકી ઊઠેલી મુખાકૃતિના તેજ ને તરવરાટ, ઝળહળીયાં ભરેલા ચક્ષના દર્શન થયાં–તે દિવસથી |શ્રીરામકૃષ્ણદેવ પરના મારાં શ્રદ્ધા-ભક્તિ અનેક ગણું વધી ગયાં છે. સપ્રેમ નમસ્કાર સાથે, દામકૃષ્ણ મઠ – સ્વામી આત્મસ્થાન ૧૯-૪-૭૭ એલુર કૌટુંબિક નાતો કવિવર શ્રી દુલા ભાયા કાગને અમારા કુટુંબ સાથે સંબંધ લગભગ ૪૦ વર્ષ રહ્યો. જ્યારે જ્યારે તેઓ મુંબઈ પધારતા ત્યારે અમારા મહાલક્ષ્મીના દામોદર ભુવન નિવાસ સ્થાને રહેતા અને ત્યાં તેમનાં ગીત, કાવ્ય, ભજન અને લેકગીતને પ્રસાદ મળતો અને મારા કુટુંબ માટે એ અમૂલ્ય S: ર વર્ઝા દુલા 5|ગ ઋતિ-ગ્રંથ ની
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy