SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં ૧૨૭ કોણ પહેરે અને ન પહેરે ? સરોવરમાંથી પાણીનાં બે ખોબા લઈ જઈએ તો કોની તરસ છીપે બાપલા ! બાપુએ રામભાઈને કહ્યું : “આને છ દેતી અને છ સાડીઓ આપો.” આવનાર ખુશ થયા. પણ કહે કે બાપુ, ટાઢે કરીએ છીએ કંઈક ઓઢવાનું મળે તો કૃપા કરો. ત્યાં ડાયરામાંથી એકાદ જણ બોલી ઉઠયું કે બાપુ આ લોકો આ બધે માલ જેમ આવશે એમ વેચી નાંખશે. આ કપડાંને કેઈ સઉપયોગ થશે નહિ. ત્યાં વળી બાપુનો હુકમ છટક્યો કે રામભાઈ, એમને એક રજાઈ આપે. ત્યાં વળી કઈ બોલ્યું કે બાપુ, બીજુ તો કંઈ નહિ આ રખડું ટેળી છે. અને આટલું કાપડ નવું અને રજાઈ નવી જોઈને તેના ઉપર વહેમ લાવશે અને હેરાન કરશે. ત્યાં તો બાપુને પાછો હુકમ છુટો કે રામ ! જાઓ પાદર જોઈ આવે. જેટલા જણ તેટલી રજાઈ અને બાળકોને ચાદર અને ખમીસનું કાપડ આપ. સૌ ચૂપ થયા અને છ રજાઈ છે ચાદર, છ ધોતી, છે સાડી અને ખમીસનું કપડું આપવામાં આવ્યાં. કાપડનો ઢગલો થયો અને બાપુએ લખી આપ્યું કે આ ભાઈઓ મારવાડના છે અને તેઓને મેં આ બધું નવું કાપડ તથા રજાઈએ આપેલાં છે તો તેને કોઈ હેરાન ન કરે. આવનાર તૃત થઈ ગયાં અને એક કવિતા બોલ્યા અને રાજી થતાં વિદાય થયા. બાપુની ઉદારતાને અમે સૌ વંદી રહ્યાં. સાધુતાની છાંટથી છંટાયેલું ગૃહસ્થનું કલેવર દુલા ભાયા કાગ” આ છ અક્ષરમાં સૌરાષ્ટ્રના એક ખમીરવંતા માનવીનું આખું નામ છપાયેલું માત્ર વંચાતું નથી; પણ એમાંથી સંભળાય છે, કાળજના સૌરાષ્ટ્રની સબળ અને સુકોમળ, મીઠી અને બુલંદ તથા ભવ્ય અને ભાતીગળ કવિતાને હૈયાને હલાવતે એક અજબ રણકાર. દુલાભાઈ એટલે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ચારણી સાહિત્યની એક સારીય સંસ્થા. દુલાભાઈ એટલે નકરી સજજનતાને વરેલી એક અણીશુદ્ધ કવિતા. દુલા કાગ એટલે સાધુતાની છાંટથી કંટાયેલું એક ગૃહસ્થનું કલેવર. ભક્તકવિ દુલાભાઈ એટલે લાલિત્યને ગજરે, કલાને કટકા, સુગંધનો ટુકડો ને માનવતામાં મળેલી સરસતાનો એક રમણીય ફુવારો. દુલાભાઈની કવિતાનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરવાનો અવસર જ્યારે સામે જ આવીને ઊભો છે, ત્યારે તેને વધાવવાને ખપતું “વખતનું કંકુ” મને મળતું નથી. કાગવાણી ! ઓ કાગવાણી ! તને વધાવનારા બે શબ્દ જ્યારે ઊભા ઊભા જ આલેખી રહું છું, ત્યારે માત્ર એટલું જ લખીને પૂરું કરું કે ગુજરાતી સાહિત્ય તારા વિશ્વકર્માનું સદાય ઋણી હશે. (કાગવાણી ભાગ ૩ની પ્રસ્તાવનામાંથી) -શામદાસ ગાંધી કવિવ્રી દુલા કાગ ઋતિ-ગ્રંથ પણ કીડ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy