SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સાથે આત્મસાત થઈ પિતાની મેઘાવી બાનીમાં ઊમિલાની મનોવેદના જે રીતે રજૂ કરી તેથી તે શ્રી રાજેન્દ્રબાબુની આંખોમાં ઝમઝમીમાં આવી ગયાં. આવા અનેક પ્રસંગોના મીઠાં સ્મરણો આપણને આપી જનાર આપણી વચ્ચે નથી એ પણ એક સંભારણું જ છે ને ! અલબત દુ:ખદ ! • સાચે દેવીપુત્ર એમની શક્તિ, શુદ્ધ બુદ્ધિ તથા ઉદાત્ત ચરિત્રની મારા મન ઉપર ન ભૂંસાય તેવી આહલાદક છાપ પડી છે. મારી એ છાપને જે સૂર મારા મનમાં ગૂંજે છે તે એ છે કે જિંદગીમાં મેં એક ખરા દેવીપુત્રનું દર્શન કર્યું. અનેક આધુનિક કવિઓ એવા પણ છે કે જેની કવિતા વાંચી–સાંભળી હૃદય ગદગદ થઈ જાય અને રસાનુભવમાં તરતું લાગે. પરંતુ કાગની શક્તિ ઓર છે. એમની કવિતાને પ્રાણ એમની સચ્ચાઈ અને યથાભાષી–તથાકારી, એ સૂત્રમાં રહેલું છે. યથાભાષી-તથાકારીના આ ગુણે “ભૂદાનમાળા'માં કાંઈક એવું તેજ મૂકયું છે કે કવિશ્રીની બીજી સંખ્યાબંધ આકર્ષક કતિઓ કરતાં પણ એ ચઢી જતી હોય એમ મને તે લાગ્યું છે. એક તો માત્ર ભૂતકાળ ઉપર નજર ન રાખતાં વર્તમાનકાળને પારખવો, એ જ અઘરું; અને વર્તમાનકાળને નજર સમક્ષ રાખ્યા છતાં એના ઘડવૈયા ૩ પુરુષ તરફ શ્રદ્ધા વાળવી, એ તેથી ય અધરું; અને શ્રદ્ધા વાળ્યા છતાં શ્રદ્ધા પ્રમાણે વર્તવું અને બોલવું, એ તે તેથી ય અઘરું. આ બધાં અઘરાં અને દુર્ગમ શિખરે કવિ કાગે સર કર્યા, તેથી જ આ ભૂદાનમાળા એમની કૃતિઓમાં મૂર્ધન્યપદ પામી હોય એમ લાગે છે. આ ચારણકવિએ પ્રકૃતિ અને જીવનના એકે એક ક્ષેત્રમાંથી કેટકેટલી વસ્તુઓ પકડી છે; અને એ વૃક્ષો, ગાડાં, વાડી, નદી, પર્વત, પક્ષી, આકાશ આદિ સૃષ્ટિનાં વિવિધ પાસાને ઉપમા, ઉપ્રેક્ષા, રૂપક આદિરૂપે લઈને અને એનાં પ્રતીકો જીને પિતાનું અમૂર્ત હાર્દ કેવી રીતે મૂર્ત કર્યું છે. પ્રતીકને આ એક અખૂટ ખજાનો છે. તેથી એ સાહિત્યિક જગતને સહાયક થવા ઉપરાંત લોકજીવનને નવી જ પ્રેરણા આપે તે પણ છે. એમ લાગે છે કે આ કવિએ તે પ્રાચીન વારસાને બધી રીતે સાચવ્યો છે અને વધારામાં નવયુગનાં આવશ્યક બળો અને સંસ્કારો પણ ઝીલ્યા છે. તેથી એમનાં કવિતા-ગીત સાંભળી રખે કઈ માની લે કે એ ચારણકવિ માત્ર જનવાણી ચીલે ચાલનાર છે. (કાગવાણી ભાગ ૬ ની પ્રસ્તાવનામાંથી) –પંડિત સુખલાલજી (કgિશ્રી કુણા કાકા સ્મૃતિ-થDDDDDD)
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy