SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ્વત પુત્રો સૂઈ ન રહે • શ્રી જયંતિલાલ ત્રિપાઠી શ્રી ભક્તવર કાગ કવિશ્રી માટે કાંઈ પણ લખવું એ તે સુવર્ણને પુનઃ પીળો રંગ ચઢાવવા જેવું છે. સરસ્વતીની સુલભ કૃપાનું આપણા દેશ ઉપર દર્શન કરવાનું મન થાય તે અનેક વિદ્વાનમાં કવિ કાગશ્રીનો સમાવેશ થાય જ. વસ્તુના સ્વરૂપને સ્પશી, અતિશય સરલતાપૂર્વક ભાવની અભિવ્યક્તિ કરી પ્રાસાદ અને ઓજસ ગુણભરેલી મધુર સરવાણીનાં સર્વતોમુખી અભિવહન કવિવરની સિદ્ધ વાણીમાં નિરખવા મળતાં. ચારણી વાડમયને જે સુન્ત કરવાનો યશ કેઈન પણ ફાળે જતો હોય તે તે કવિવરને ફાળે. એમને લેખિની લઈ આકાશના તારાઓ ગણવા ન પડતા અને છાપરાનાં નળીયાં ગણવાં ન પડતાં પરંતુ સ્વયં પ્રસૂતા કવિતા નિયંદિની પ્રત્યેકના હૃદયને સ્પંદન દેતી. રઘુનંદન, યદુનંદન નંદયશોદા નંદનની ઝાંખી કરતી વાણી સાંભળતાં મનુરાગ સ્વાભાવિક રીતે જ ભગવાનમાં જાગૃત થતો. કોઈ પણ રસને સ્પર્શીને બેલે. કોઈ પણ વિષયને સ્પશીને વર્ણવે ત્યારે તેના તલસ્પર્શથી તે શિખર સુધીના નિરૂપણમાં અખંડ રસધારા સચવાતી અને શ્રેતાના હૃદયને કેન્દ્રિત કરી લેતી. “કવિત્વ અને વકતૃત્વ” બન્નેનો સુમેળ ભાગ્યે જ કયાંક સચવાય તે ઉભયને સંગમ કવિશ્રીમાં જોવા મળત. આમ છતાં વિદાદર અને સૌમનસ્ય ગુણો તે તેઓના નિત્ય પડછાયા સમા સાથે જ રહેતા. ડાકોરમાં પૂ. શ્રી મેહનદાસજી મહારાજશ્રીના જ્ઞાનસત્રમાં કવિવર અને સંતવર પૂ. શ્રી રવિશંકર દાદાની સાથે અમુક દિવસો સત્સંગમાં ગાળવાનું સૌભાગ્ય મળ્યું. યથા સમય તેઓ બને તત્ત્વશીલ પુરુષો કથામાં બિરાજે અને ભગવદ્દ ભાવમાં તન્મય બને. આંખના પલકમાં પાંચેક દિ પસાર થયા. પૂ. દાદાને અનેક લેકસેવાનાં કાર્યોની વરણીમાં જવાનું એટલે એક 'દિના મધ્યાહને પાટડી દરબારના અન્નક્ષેત્રમાંના મારા ઉતારે તેઓ પધાર્યા. મધ્યાનનો ૨ વાગ્યાનો સમય હતો. મારા ખંડનાં દ્વાર બંધ હતાં. અંદર બેસીને ભાગવત ઉપર ગુજરાતીમાં ટીકા લખી વાણી વિરોધનમાં ડૂબેલ હતો. કોઈ બે વ્યક્તિઓ બહારથી વાત કરતી સંભળાઈ. કવિવર બોલ્યા “દાદા, મહારાજ પઢયા લાગે છે હાં !” કવિવરનો લયભર્યા કંઠની હલક મને સ્પર્શી ગઈ. દાદાએ ઉત્તર આપ્યો, “કાગ કવિ ! મહારાજ મધ્યાહને ના પઢે એ તે કાંઈ કામ કરતા હશે.” કાગકવિ બોલ્યા: “પણ બાપુ દ્વાર બંધ છે આપણાથી કંઈ ખખડાવાય !” અને દાદા બોલ્યા. “પોઢયા હોય તે જાગશે.” કાગ બોલ્યા, “બાપલા, જગાડીએ તો પાપ ના લાગે ?' દાદાએ મર્મ વાકય કહ્યું. જાગવા જમેલા વિદ્વાન પઢતા હોય એને જગાડીએ એ તે પુણ્ય કહેવાય.” આ વાર્તાલાપ મેં આછો પાછો સાંભળ્યો. હું સમજે નહીં. વળી આ બે જ્યોતિર્ધર સંત હતા. મારી પાસે એવી કલ્પના પણ નહીં. પરંતુ લાગ્યું કે કઈ મળવા આવેલ પાછા જતા રહેશે એટલે લેખિની અને ફલક લઈ ઉતાવળો દ્વારે દોડશે. દ્વાર ખાલી જ બંધ હતું. બહારથી દ્વારને ધકેલવું અને s€ શ્રા દુલા SIDI
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy