SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ આ સાંભળીને મેં સામો પ્રશ્ન કર્યો : “જે લેકે આવે છે તે પૈકીના કોઈને આપ ઓળખો છો ?” હસતે મુખે જવાબ આપ્યો : “હું કોઈને નથી ઓળખત, પણ એક વાસણમાં મગ, અડદ અને ઘઉંના દાણા ભલે સેળભેળ થઈ ગયા હોય પણ નજરે જોનાર બધાને અલગ અલગ ન પાડી લે ? તેમ આમાં પણ છે. પેદા કરનારે બધાની ઉપર જુદા જુદા લેબલ મારેલાં તો છે પણ તે ઉકેલતાં આવડવું જોઈએ. અને આ છે કઠાવિદ્યાનું કામ. જેની ચેપડીઓ લખાણી નથી, કે તાલીમ વર્ગ કેઈએ શરૂ કર્યા નથી. આ વાત વારસાગત છે બાપ !” અમારે સંવાદ ચાલતો હતો ત્યાં એક પછી એક ટુણું આવવા લાગ્યું. પહેલા પંચોળી ડાયરો હતો જેમાં મહોબતપરાવાળા મગનભાઈ આગળ હતા. પાછલા કુંભારના ડાયરામાં ઉગલાવાળા જીવાભાઈ હતા જેને હું ઓળખતો હતે. બાકીના લેકોની પૂછપરછ કરી તે ભગતબાપુનું વિધાન સાચું હતું. મોટું જોઈને માનવીઓના મૂલ્યાંકન કરનાર સ્વ. શ્રી ભગત બાપુએ વંકી ભોમમાં વસનારા ધીંગી કોમના રીતભાત અને ખમીરને નોખા તારવીને તળપદી ભાષામાં જે ગુણ ગાન કરી ભાવી પેઢીઓને લેકજીવનના સાહિત્યની ભેટ આપી છે, તે હવે પછીની આવનારી પેઢીઓ ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. તુલસીશ્યામથી અમે અલગ પડ્યા ત્યારે મેં માંગણી કરી કે બાપુ સાજડને દુહે મને લખાવો. આજે પણ એ મારી નોંધપોથીમાં લખાયેલ છે, જે ભગતબાપુની અમર યાદનું પ્રતીક છે. • વેલના નિસાસા (અહીંથી જાવ તો ભેળાં લઈ જાવ-એ રાગ ) બાગમાં નિસાસા ઊના નાખે. વનરાની વેલ્યુ રે...બાગમાં નિસાસા ઊના નાખે. ટેક કાતરે કાપીને અમને... પૂતળાં બનાવે વાલા !...(૨); કાપી કરીને સરખાં રાખે...વનરાની-૧ દોરડે બાંધીને અમને ફાવે તેમ ફેરવે છે, વાલા....(૨); ખીલે જ્યાં ફૂલ ત્યાં ખૂટી નાખે...વનરાની રે માળીડાને નિરખી અમે...થરથર ધ્રુજીએ, વાલા !..(૨); કાયમ હાથમાં કાતર રાખે...વનરાની-૩ કાગ જીવન મારાં...માળીડની મરજી...વાલા !... ખબરું વિનાનાં ખોદી નાખે.વનરાની-૪ ( મજાદર, તા. ૧૬-૧૧-૫૪) દુલા કાગ ((((કઘિશ્રી દુલા કાગ. સૃદિ-alથDDDDDDD)
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy