SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન સત્યના ઉપાસક • શ્રી કનુ મારેટ પરમ વંદનીય પૂજ્ય ભગતબાપુનાં ૧૯૪૭માં અમદાવાદ મુકામે પ્રથમ દર્શન થયાં. પ્રાચીન ઋષીમુનિઓની કથા શાસ્ત્રોમાં વાંચેલી. એવા સાક્ષાત ૠષીનાં દર્શન તે દિ થયાં. અમારા એક આહીર યજમાન અર્જુનભાઈ ડાંગરને ત્યાં હું રહેતા. તે બહુ જ નાના માણસ, ડ્રાઈવરની તાકરી કરે. ખારડું બહુ જ ખાનદાન. મને રંગભૂમિનાં ગીતો ગાવાના શેખ. લોકસાહિત્ય શું છે તેની કાંઈ જ ખબર નહિ. અર્જુનભાઈએ કહ્યું, “પૂજ્ય ભગત બાપુ દુલા કાગ અમારા શેઠને ત્યાં પધાર્યા છે. ચાલ, તને દર્શન કરાવું.” અમે ગયા. બાપુને હું પગે લાગ્યા. બાપુએ અમીભરી નજર નાખી. ખબરઅંતર પૂછ્યા. અર્જુનભાઈ એ કહ્યું : “આ છેકરા આપનાં ભજને બહુ જ ભાવથી ગાય છે.' મને ગાવાનું કહ્યું, બાપુનું રચેલું ભજન “કળા અપરમપાર વાલા ત્યાં પહેાંચે નહિ વિચાર' ગાયુ. બાપુએ મારા કંઠની પ્રશંશા કરી કહ્યું : પૂર્વાં જન્મમાં સાચાં મેાતીનાં દાન કર્યા હાય તેને સારા કંઠ મળે. હવે તું મારી પાસે મજાદર આવ. ત્યાં બે માસ રોકાજે. તને આનંદઆવશે.' પણ હું સંજોગ કહા કે ભાગ્ય કહેા બાપુ પાસે જઈ શકયો નહિ. પણ તેમનાં ઉજળા અંતરની આશિષ તે મને ત્યાં જ મળી ગઈ. બીજો પ્રસંગ રાજકોટ મુકામે લેાકસાહિત્ય સંમેલન વખતના છે. ધણા કલાકારો ભેગા થયેલા. મારે ભાગ ખારવા જ્ઞાતિનાં લેાકનૃત્યા રજૂ કરવાનું આવેલું. થાડાં ગીતો મળ્યાં. પણ મને સ ંતાપ ન થયા. મનમાં થયું લાવને થાડાંક લખી નાખું ! ત્યાં કોને ખબર પડવાની છે! આવે! હું અબૂધ હતા. આવ્યા આવ્યા વલ્યા તુના વાણજો નાવ્યા નાહેાલીયા તારાં નાવડાં, રજૂ કર્યું. પૂજ્ય બાપુ તરત જ પારખી ગયા. મને કહે, “તું સારું લખે છે. ભાવ મજાના છે. પણ આને લાકગીત ન કહેવાય. લાકઢાળનું ગીત કહી શકાય. અને ત્યાં સુધી લોકેામાંથી ગીત લેવાં. લખવુ જ હૉય તો મારી પાસે આવ, તને ખામી તે ખૂબીની ખબર પડશે. ત્યારે મજા આવશે.’’ બાપુની દિવ્ય અંતરની ઉદારતાથી હું એક શબ્દ ન ખેલી શકયો. ક્ષમા માગી ત્યારે હસી પડયા. મને કહે ગાંડા ! આપણે તે બધા સનાતન સત્યના ઉપાસક છીએ. કેડો ચાતરી જઈ એ તે કેમ ચાલે ? કવિશ્રી દુલા કાના સ્મૃત્તિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy