SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં વળતી ટપાલે જવાબ આવ્યો. એવો જ નિર્દોષ અને નિખાલસ. નિર્મળ હૈયાના અરીસાના પ્રતિબિંબ જેવો. તેમને જવાનું કારણ વાજબી હતું અને જેને સમાચાર આપવા કહેલું તે ભૂલી ગયા હશે પણ તેમણે લખ્યું કે હું શ્રાવણ માસમાં જરૂર આવીશ અને જે શિક્ષા કરશે તે સહન કરીશ. શ્રાવણ ગયો. તે પછી અધિક માસ હતો તે પણ ગયો પણ કવિરાજ આવ્યા નહિ. પછી મેં લખ્યું કે “વિત્યા શ્રાવણના વાયદા અધિકે ખેંચી આંખ, પણ પેખી નફરકી પાંખ ક્યાંય કાળી તારી કાગડા.” ભીંજવો.” હું એ સમયે યુવાન હતું એટલે મેં કહ્યું : “ના, ના, પીરભાઈ સાહેબ, રસાસ્વાદનો અધિકાર અમારો પણ છે.” દાઢી ઉપર હાથ દઈને કવિરાજે કહ્યું : “હું ભક્ત નથી. મને લેકે નકામો ભક્ત કહે છે. અને જુવાન પણ છું. હજી વૃદ્ધિ થશે. નથી પણ તમારું બંનેનું કહ્યું કરીશ. હાંઉં ?” એમ કહી તેમણે “ચુડીની ચીપેરે” કાવ્યથી સાંજે સાતેક વાગે શરૂઆત કરી અને રાત્રે બાર વાગ્યે રામાયણના રસમાં તરબોળ બની દાયરો વીખાણો. - તે દિવસની તેમની જુવાનીનું જેમ, હુંકાર કરતી છાતી, તેમને બુલંદ કંઠ, તેમની વૃદ્ધાવસ્થામાં ઝંખવાણા-કંઠ તો હજી એવો ને એવો રહ્યો પણ કાયા કુમળી થઈ” ત્યારે તા. ૨૧-૩-૧૯૫૯ના રે જ તેને ઉદ્દેશી લખેલા કાવ્યમાં લખ્યું કે “જીભે તારી શારદા બેઠી ને કમળ કલમે હોય, કેયલ થઈને કવિતા કઠે ટહુકા કરતી હોય, એવું હું જેમ વિચારું આવે યાદ બન તારું.” ઈ. સ. ૧૯૩૭માં હું કુતિયાણા હતા ત્યાં શ્રી મેરુભાએ એકવાર આવીને કહ્યું કે “ભગતબાપુ પિરબંદર આવ્યા છે અને કાલ સવારમાં અહીં આવશે. આખો દિવસ રહેશે અને સાંજે છત્રાવા જશે' અમે રાત તે વાત કરીને માંડ માંડ કાઢી પણ સવાર થયું, બપોર થયો પણ કવિરાજ ન દેખાણા. પછી ખબર આવી કે કવિરાજ પોરબંદરથી પરબારા ગયા. શ્રી દોલતસિંહ રાયજાદા, શ્રી અહમદમીયાં શેખ વગેરે તેમના પ્રશંસકો આખો દિવસ કામ છોડી બેઠા રહ્યા અને પછી નિરાશ થઈ ઘેર ગયા ત્યારે મેં તેમને બાર દુહા લખ્યા– તે ગિરમાં ચારેલ ગાય તને વનની રમતું આવડે, ઈતાળી દઈને જાય એમાં કાંઈ નવાઈ નહિ કાગડા, કાગાના શું રાગ એને ઝાડે ઝાડે ઝુંપડા, કંઠ ઉજળે તન દાગ તે કરી બતાવ્યું કાગડા-વગેરે એવામાં એકવાર આંગણકાના ગીગુભાઈ કવિને કવિરાજે મારા ઉપર ચીઠ્ઠી લખીને મોકલ્યા. આ કવિરાજે દશ-બાર દિવસ દાયરા કર્યા. ખૂબ સુવાણ કરાવી. જતી વખતે તેમણે કહ્યું કે કવિરાજને કાંઈ સંદેશો આપવાને છે ? મેં ત્યારે જ લખી આપ્યું. “વિપિનથી સાથી તછ હાથી અળગે પડયો રાજકારે એણે મીટ માંડી, છત્રને ચમર ઢળાય શિર રાજના ચાલતા મદભરી ચાલ ગાંડી. સુસવતે શિયાળે વન તણું હાથીડાં યાદ કરતાં એને ચીસ પાડી, રાંજ ગજરાજ શું સાવ ભૂલી ગયે એક દિ' આવ અહિંયા અગાડી. પુષ્પધન્વાએ વન પુષ્પથી વેરીયું કુસુમાકર તણું બાણ છાયાં, હસ હિમાલયેથી હજી ના વન્ય વસુ પર વસંતના વાયુ વાય. માનસર મોતીચર વન તને કાં ગમે કુમળી થઈ હવે તારી કાયા, અમરના નગરના સુખમાં શું ભૂલે રંક મિત્રો તણું પ્રેમ માયા. છતા કuિઝા દુલા કામ ઋIિ-B VS S %4
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy