SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ કાગ અને હું • શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ આજ લગભગ પાંચ દાયકાથી જેની કાવ્ય- ગંગાના પ્રવાહમાં સ્નાન કરી સૌરાષ્ટ્રની જનતા પાવન થતી રહી છે તેની કવિતાઓની સમાલોચના અને પ્રશંસા વિદ્વાનો કરશે. તેના કાવ્યના વિષયે, તેની મૌલિક કલ્પના, તેનું શબ્દ જેમ અને ભાષા લાલિત્ય અનેક નવોદિત લેખક અને કવિઓને પ્રેરણા આપશે અને તેની કૃતિઓમાં નીતરત બોધ અને ઉપદેશ અનેક વાચકોને માર્ગદર્શક બનશે એ પ્રશ્ન પરત્વે સાહિત્યકારો અને વિવેચકે લખશે એટલે હું આ લેખમાં મારા એ પરમ મિત્ર અને સુહદ તથા મારા વચ્ચેના કેટલાક પ્રસંગોની રજૂઆત કરીશ. - ઈ. સ. ૧૯૩૫નું વર્ષ હતું. હું જૂનાગઢના એક ચિત્રગૃહમાં ફિલ્મ જેતે બેઠો હતો. ત્યાં ચાલું શમાં અંધકારને અંચળો ઓઢી બે વ્યક્તિઓ પ્રવેશ કરી મારી પડખે બેસી ગઈ. થોડીવારે પ્રકાશ પથરાતાં જોયું તો મારી બાજુમાં કાળી ભમ્મર દાઢી, ચળકતી વિશાળ આંખો અને આગળ નીકળતું નોકદાર નાક, માથે ધૂળ સાફ અને ગળામાં માળા એવા કવિરાજ બેઠા હતા. તેમની પછી બેઠેલા સ્વ. હિમ્મતલાલ સોમનાથે પરિચય કરાવતાં કહ્યું : “આ દુલા ભક્ત-પીપાવાવ પાસેના મજાદરના છે.” મેં ત્યાં સુધી તેમનું નામ પણ સાંભળેલું નહિ અને વેશ જોતાં અને ભક્ત નામ સાંભળતાં થયું કે, તે તરફની જગ્યાના મહંત હશે. પરસ્પર હાથ જોડ્યા ત્યાં ફિલ્મ પાછી શરૂ થઈ અને પૂરી થઈ ત્યારે માત્ર વંદન કરી જુદા પડડ્યા. તે પછી ચાર પાંચ દિવસે હું જૂનાગઢના તત્કાલીન પિોલીસ ઉપરી સ્વ. શ્રી છેલભાઈ દવેને ત્યાં ગયો. તેણે મને કહ્યું : “શંભુભાઈ, તમને ગમે એવી એક ચીજ આપું” એમ કહી તેણે “કાગવાણી” આપી. મેં હસતાં હસતાં કહ્યું કે ભલા કાગવાણી કને ગમે !” શ્રી છેલભાઈ કંઈ કામે અંદર ગયા અને મેં પુસ્તક ઉઘાડયું તે ચિત્રગ્રહવાળા ભક્ત-અને પછી વાંચ્યું કે “નાગર ન હો કાવ્ય સાગર ન હો મેં ‘કાગ’ ગૌઅને ચરાવત લકુટીકેહર ધારી હૈ”સ્વ. શ્રી મેઘાણીએ તેનું એક જ શબ્દમાં “ફાટેલ પીઆલાની” કહી કરેલું વર્ણન અને તેની અર્પણ પત્રિકા અર્પણ કરતન હું નૃપ કૃષ્ણ કે કરનનમેં” અને કાગવાણીને કહેનારો કાગ ક્યારે પાછો મળે અને જ્યારે તેની વાણી સાંભળે એ વેદનાની શરૂઆત થઈ. યોગાનગ મારી બદલી ભેરાઈ થઈ. હું બસમાંથી ઉતરી હજી બેઠો ત્યાં એક મોટર આવી અને તેમાંથી કવિરાજ ઉતર્યા. તેમની સાથે ભાવનગરના તત્કાલીન પિોલીસ ઉપરી સ્વ. શ્રી પટભાઈ હતા. અમે તો જાણે ભવોભવના મિત્રો હોઈએ, જાણે વરસોની જાણ પિછાણ હોય એમ વાતે વળગ્યા. સમયનું ભાન રહ્યું નહીં. શ્રી પોપટભાઈએ અમને હસતાં હસતાં રોકયા અને કવિરાજને ઉઠવા કહ્યું પણ અમને સંતોષ થયે નહોતું. તે દિવસ તા. ૩–૧૨–૧૯૩૫નો હત અને કવિરાજે કહ્યું કે ૧૪-૧૨-૧૯૭૫ના રોજ હું પીપાવાવ છું. તમે પણ આવજો. પછી આપણે છીએ અને રાત છે. નિયત દિવસે અને સમયે પીપાવાવ ગયો. સ્વ. મહંતશ્રી રામદાસજી સાથે વાત કરી. રાત પડી. પણ કોણ કાગ અને કણ કવિ. રાત્રે નવ વાગે ર HE HIRD
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy