SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં ૯ અફીણ વગેરે વ્યસનોમાં ફસાયેલ કાઠી રજપુત, કેળી, આહેર, અર્ધા આદિ પછાત કોમોને તેમાંથી છેડાવવા નશામુક્તિની ઝુંબેશ પણ વર્ષો સુધી ચલાવી પાઘડી નહિ બાંધવાની પ્રતિજ્ઞા લીધેલી. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી જમીનદારી નાબૂદીના ભગીરથ કાર્યમાં મધ્યસ્થી બનીને ઢેબરભાઈની પ્રજાકીય સરકારને મદદ કરેલી. પિપાવાવ, તળશી- શ્યામ જેવા મંદિરનો જીર્ણોદ્ધાર કે વિકાસમાં સક્રિય રસ લીધેલ. આસપાસ ક્યાંય તુળસીવિવાહ કે ભાગવત પારાયણ હોય છે તેમાં ભગતબાપુ (કવિ કાગ)નો સાથ સહકાર હોય જ. ચેરી–ખૂનના ગુનેગાર પાસે રવિશંકર મહારાજને ચરણે લાવી, ગુને કબૂલ કરાવી ગુનેગારને સુધારવામાં પણ કવિ કાગને રસ. દુકાળ વખતે ગરીબને અનાજ-કાપડ પણ શ્રીમંત પાસેથી માગી ભીખારીને વહેંચાવે. કરી–બદાત મેળવવામાં આશાભર્યા આદમીઓને હંમેશાં ભગતબાપુની ચિટ્ટી-ચપાટી સરળતાથી સાંપડે તે ચૂંટણી જીતવાના કેડ સેવતા બંને પક્ષના ઉમેદવાર કાગ બાપુના આશીર્વાદ મેળવવા માટે પડાપડી કરે. આમ, કેવળ એકાંતે બેસી કાવ્યસર્જન કે ઈટોપાસના કરવામાં જ તેમનું રસક્ષેત્ર સમાપ્ત થતું ન હતું. પણ લેકજીવનના ધબકાર ઝીલવાપડઘાવામાં પણ તેમને જીવંત રસ માનવ સંબંધોના ઈલમી કવિ કાગના આવા લોકાભિમુખ વ્યક્તિત્વનું ચાલક બળ તે તેમનું માનવ સંબંધોની કળાનું સુસિદ્ધ જ્ઞાન હતું. સૌરાષ્ટ્ર અને દેશના રાજામહારાજાઓ અને ભાયાત જોડે તેમને નાતે ઘરોબે તે જવાહરલાલથી માંડીને નાના-મોટા તમામ સ્તરના લોકનાયકે જેઓ તેમના સ્નેહસંબંધે; બિરલા, ઠાકરશી, નાનજી કાળીદાસ વગેરે દેશપરદેશના લોકે પર કાગ બાપુને પ્રીતમહોબત. વિનોબાજી, રવિશંકર મહારાજ જેવા લોકસેવકે જેડે સ્નેહસંબંધ તે ગીજી મહારાજ, પ્રમુખ સ્વામી કે ગુરુ દયાળજી મલીક જેવા સંત મહંત સાથે પણ પ્રેમસગાઈ અધિકારીઓ, કર્મચારીઓને બાપુ સાથેના પિછાન–પરિચયનું ગૌરવ છે. પછી કવિ-લેખક કે ગાયક જેવા સમાન ધર્મએને કવિ કાગ સાથે હેતપ્રીત હોય તેમાં શી નવાઈ? છતાં કવિ પોતે જે ધરતીની પેદાશ હતા. તેના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, વાણોતરો, વ્યાસ વિપ્રો અને અદના આદમીઓ સાથેનું અનુસંધાન અતૂટ રહેલું. તેમના વિશાળ માનવ સંબંધોનું રહસ્ય પોતાના “અહં”ને અળગો કરી, નાનાં મોટાં તમામ જોડે સમાન ભાવે ભળી; સામામાં જીવંત રસ લેવાની તેમની સહાનુભૂતિમાં જોવા મળતું. લોકમાન્ય અને રાજમાન્ય સમાજના તમામ વર્ગો પ્રત્યેના પ્રેમાદરને કારણે ભગતબાપુના પૂજ્યભાવ સૂચક ઉપનામ તે તેમને વહેલી વયે જ મળી ચૂકેલું. તે રાષ્ટ્રપતિ એ તેમને “પદ્મશ્રી”ને ખિતાબ દોઢ દાયકા પૂર્વે એનાયત કરી . લેકસન્માન પર રાજસન્માનની મહોર મારેલી. અઠંગ ફંડસંચયક અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાને કારણે તે સધળીની નાણાંકીય જરૂરીયાતને પહોંચી વળવા કવિ કાગે લાખો રૂપિયાના ફંડફાળા એકત્ર કર્યા હતા. આથી પંડિત મદન મોહન માલવિયા, નાનાભાઈ ભટ્ટ, ખુશાલદાસ કુરજી પારેખ વગેરે સાર્વજનિક ફંડ સંચયોકેની હરોળમાં તેમનું નામ સહેજે મૂકી શકાય. આત્મસંયમી મુમુક્ષુ કવિની બાહ્ય જગતની અપરંપાર પ્રવૃત્તિઓની જંજાળો વચ્ચે પણ પરમ તત્વને પામવા પિછાનવા ON EG SIJI HI-Jit
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy