SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વાળ એની મેળે કુદરતી રીતે ઊગે છે અને મોટા થાય છે. એ રીતે આખા કાવ્યની દરેક પંક્તિની સમજણ આપીને એમના મધુર કંઠથી ગીતની જમાવટ કરી. તમામ બાળકો અને શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા અને સાથે ખૂબ ખુશ થયા. પણ એવામાં ગામમાં ખબર પડી એટલે લોકો નિશાળ તરફ દેડી આવ્યા. ત્યાં સુધીમાં આખું કાવ્ય તેમના સુંદર રાગથી અને અભુત કહેણીથી પૂરું કરી નાખ્યું હતું. લોકોએ આવીને ગાવાનું કહ્યું ત્યારે કહ્યું કે આ તે છોકરા સમજાવાની વાત છે. પછી આપણે કોઈક વાર બેસીશું એમ કહીને મારે ઘેર ચાલી આવ્યા. એ મારી તિજોરીઓ છે મુંબઈ દ્વિભાષી રાજ્યના સમયમાં કળસારમાં એક નશાબંધી સંમેલન યોજાયું. એ સંમેલનમાં મુંબઈ રાજ્યના નશાબંધી પ્રધાન શ્રી રતુભાઈ અદાણી આવેલા. હું એ વખતે મહુવામાં નિરીક્ષક હતે; પણ અગાઉ કળસારમાં શિક્ષક હતા એટલે કળસારના લોકોએ અને સરપંચશ્રી જામસીંહભાઈએ મને ખાસ બોલાવ્યો હતો. સાંજના ૬ વાગે સંમેલનનું કામ શરૂ થયું. ભગતબાપુએ આ સભામાં દારૂ નિષેધ માટે ભાવવિભોર બનીને લોકોમાં સારી ચેતના જગાડેલી. પણ પિતાનું ભાષણ પૂરું થયા પછી હમણાં આવું છું, એમ કહીને ગામની નિશાળ પાસેના એટલા પાસે એક રાવણહથ્થાવાળા પાસે ભજનો સાંભળવા બેસી ગયા. અહીં જગ્યામાં સંમેલનનું કામ પૂરું થયું એટલે બધા આડું અવળું જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભગતબાપુ કયાં ગયા ? મને ખબર હતી કે તે જગ્યાની બહાર રાવણહથ્થાવાળા સાથે ગયા છે, એટલે હું તરત બહાર આવ્યો. નિશાળ પાસેના એટલા પાસે જાઉં ત્યાં દસ-બાર કેળીઓની વચ્ચે ભગત બાપુ રાત્રે રાવણહથ્થા ઉપર એક ગાયકના ભજન સાંભળે છે. મેં જઈને કહ્યું કે તમારી તે ત્યાં ગતાગત થાય છે. વાળુ કરવાનો વખત થયો છે. મને કહે કે આ માણસ બપોરને આવ્યો છે. સભામાં પણ મારી સામું જોયા કરતું હતું એટલે મારુ મન તેના પર ચોંટેલું હતું, એટલે એને મેં સાંભળ્યો. તે ખૂબ રાજી થયો છે. મેં કહ્યું : “પણ આવા મોટા સમારંભમાં તમે આમ ખવાઈ જાવ તે સારું લાગે મહેમાને અને ગામ લોકો તમારી ગોતાગોત કરે છે. તમારે આવું જ ડીંડવાણું હોય.” મને કહે સાંભળો. આ રાવણહથ્થાવાળા મારી તિજોરીઓ છે. મારે સાહિત્યનો ખજાનો તેની પાસે હોય અને ગામેગામ ફરીને એને પ્રેમથી પ્રચાર કરે છે છે. તેવી કિંમતી તિજોરીને મારે સાચવવી જોઈએ, એમ હું માનું છું. ચાલો, હવે આવું છું એમ કહી ઉતારે આવ્યા. શ્રી રતુભાઈએ પૂછયું કે ભગત બાપુ ક્યાં હતા ? ત્યારે જે મને કહેલું તે જ તેમણે તેમને કહ્યું, વધુમાં કહ્યું કે ગામેગામ ફરતા માણભટ્ટો અને આવા રાવણહથ્થાવાળા ગાયકે આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે. માસ્તરોના મન બદલો તો સમાજ બદલાશે ઈ. સ. ૧૯૩૩ ની આ વાત છે. એ વખતે હું કળસાર ગામમાં શિક્ષક હતા. તે અરસામાં મહુવાના શેઠ કુટુંબના એક અગ્રણી શ્રી શાંતિલાલ શેઠે કળસારની નજીકમાં એક વાડીમાં બગીચો બનાવી ત્યાં રહેણાક કરેલ. વાડીમાં રહેવાનું મકાન સગવડવાળું અને સુઘડ હતું. તેમની વાડીએ કવિઓ અને ભાટચારણે અવાર-નવાર આવતા. શાંતિભાઈને લેકસાહિત્યને ગજબને શેખ હતો. Tી કવિશ્રી દુલા કણ સ્મૃતિ-ગ્રંથ મા. t
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy