SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાત્રની વિગતો મેળવીને ગુજરાતનાં પાટણ, ઊંઝા, સિદ્ધપુર જેવાં ગામોના વાતાવરણમાં ડાહ્યાડમરાની ચતુરાઈની કથાઓ આલેખી. આ રીતે ગુજરાતના લગભગ ભુલાઈ ગયેલા મહાન નરરત્નની કથા આપીને બાળકોને ગમ્મત સાથે ગુજરાતના ગૌરવની ઝાંખી કરાવી. મહામાનવ શાસ્ત્રી' પછી પૂરા એક વર્ષ બાદ ડાહ્યો ડમરો'ની રચના થઈ. ગુજરાતી પણ વિર અને વિચક્ષણ હોય છે એવા સંસ્કારો પોષવાનો આની પાછળ આશય હતો. આ પુસ્તકને પણ ગુજરાત સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું. કોઈ ભાવ જાગે પછી જ પુસ્તક રચાય. ૧૯૬૮માં મિત્રના લગ્નપ્રસંગે કુમારપાળને કચ્છમાં જવાનું થયું. કચ્છમાં ઠેર ઠેર ઘૂમ્યા. કચ્છી પ્રજાનું ખમીર નિહાળ્યું. કચ્છી નરબંકાઓની કથાઓ સાંભળી. એમાં એક નવો વિચાર જડી આવ્યો. આપણે ત્યાં સામાન્ય ખ્યાલ એવો છે કે રાજ્ય જેને જાકારો આપે તે કાં તો બહારવટિયો થાય અથવા તો રાજદ્રોહી બને. કચ્છના પ્રવાસમાં એવી કથાઓ સાંભળી કે રાજાએ જેનું અપમાન કર્યું હોય એવા માનવીઓએ માત્ર વતનના પ્રેમને ખાતર, પોતાની ધરતીના રક્ષણ કાજે એકલા તો એકલા પણ લડીને શહાદત વહોરી લીધી હતી. અંગત માનઅપમાન કરતાં દેશભક્તિ ઘણી મહાન બાબત છે તે આ પ્રસંગોમાં પ્રગટ થતું હતું. આવી કચ્છની વીરકથાઓ મેળવીને કેડે કટારી, ખભે ઢાલ' નામના પુસ્તકનું સર્જન કર્યું. એની પ્રસ્તાવનામાં પોતાનો મનોભાવ પ્રગટ કરતાં લખ્યું: “સૌરાષ્ટ્રની ધરતીની વીરતાની વાતો સરળ, રોચક અને જનસમૂહને સ્પર્શે તેવી શૈલીમાં અનેક લેખકોને હાથે લખાયેલી છે, પણ સામાન્ય રીતે આજ સુધી બહુધા ઉપેક્ષા પામેલા કચ્છના ઇતિહાસની વીરતાની વાતો આવી શૈલીમાં લખાયેલી નથી. આવી કથાઓ બાળકો, યુવાનો અને પ્રોઢોને કચ્છી સંસ્કૃતિનાં ખમીર અને વીરતાનો યત્કિંચિત્ ખ્યાલ આપશે.” “વળી કચ્છ દેશની વીરગાથાઓ ગાવાનો અહીં એકમાત્ર ઉદ્દેશ નથી, પરંતુ એ દ્વારા આ મહાન વિશાળ દેશના અંગભૂત નાના પ્રદેશોમાં આતિથ્ય અને આત્મસમર્પણનું જે ભારતીય ખમીર ઊછળે છે, તેનું નિદર્શન કરાવવાનો મુખ્ય આશય છે. એ રીતે આ ભારતીય ગાથાઓ લખાઈ છે.” આ ગાથાઓ દેશ તરફ ભક્તિ, સિદ્ધાંત માટે સ્નેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવનાઓ જગાડશે, તો હું મારી કલમને ધન્ય માનીશ.” કેડે કટારી, ખભે ઢાલ પુસ્તક વાંચીને શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક પત્રમાં શ્રી જયભિખ્ખને લખ્યું કે “કુમારપાળને કેડે કટારી, ખભે ઢાલ' નામનું પુસ્તકમળ્યું. વાંચતાં લાગ્યું કે કુમારપાળ પણ તમને ઠીક ઠીક પહોંચી રહ્યો છે. તેને મારા અભિનંદન પાઠવશો.” અત્યાર સુધી ગુજરાતના બાળસાહિત્ય ક્ષેત્રમાં કુમારપાળે કામયાબી મેળવી હતી. ગુજરાત 49. ધીરજલાલ ગજર
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy