SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આનંદઘન બાવીસીની ચારસો જેટલી હસ્તપ્રતો મેળવીને, એ હસ્તપ્રતોની પ્રશિષ્ટ વાચના આપવાનો સંનિષ્ઠ પુરુષાર્થ તેમણે કર્યો છે. ઉપરાંત એ વાચના આપતા પૂર્વે હસ્તપ્રતોનો પરિચય આપીને તથા સંપાદનપદ્ધતિ વિશે વિગતે ચર્ચા-વિચારણા કરીને સંશોધકે પોતાની સંશોધનસૂઝનો પણ પરિચય કરાવ્યો છે. વળી, આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો લખ્યાં છે અને તેવીસમું તથા ચોવીસમું સ્તવન અન્ય વ્યક્તિને હાથે લખાયાં છે, એવા તર્કપૂત તારણ ઉપર પણ તેઓ આવ્યા છે. આનંદઘન વિશેની અનુશ્રુતિઓ કે પછી એમના અંગે પૂર્વસૂરિઓએ કરેલી વાતોને આધારે આગળ વધવાને બદલે કુમારપાળ, સંશોધન-વિષયમાં ઊંડા ઊતરે છે, કેટલીક પ્રત્યક્ષ અને પ્રમાણભૂત માહિતી મેળવે છે તેમજ કેટલાક અભ્યાસીઓનાં વિધાનોની-તારણોની ફેરતપાસ પણ કરે છે. એમ કરતી વખતે જરૂર જણાય ત્યાં વિવેકપૂર્વક વિરોધ કરીને, પોતાના તાર્કિક અને સંશોધનમૂલક નિષ્કર્ષો રજૂ કરે છે. જેમકે, આનંદઘનજી વિશે આચાર્ય ક્ષિતિમોહન સેને આપેલી વિગતોનો તેમણે વિરોધ પણ કર્યો છે. તો વળી, વિખ્યાત સંશોધક અગરચંદજી નાહટાનાં કેટલાંક વિધાનો સાથે પણ તેઓ સંમત થતા નથી. આનંદઘનના વેશ અંગેની આચાર્ય ક્ષિતિમોહન સેને કરેલી વાતનો પુનર્વિચાર કરીને તેઓ પોતાનો મત રજૂ કરે છે તેમજ નાહટાનાં વિધાનોનો પણ, મૂળમાં જઈને અભ્યાસ કરી, તેમણે નિર્દેશેલો આનંદઘનજીના કાળધર્મ પામ્યાનો સમય યોગ્ય નથી, એવા તારણ ઉપર કુમારપાળ આવે છે. આ બધામાંથી સંશોધક તરીકેની તેમની નિષ્ઠા અને નિસબત પ્રગટ થાય છે. પીએચ.ડી.ની પદવી નિમિત્તે આરંભાયેલી કુમારપાળ દેસાઈની સંશોધન-પ્રવૃત્તિ પછીથી પણ આગળ વધતી રહે છે. પરિણામસ્વરૂપ તેમની પાસેથી “શ્રી જ્ઞાનવિમલસૂરિકત સ્તબક જેવું સંશોધનમૂલક સંપાદન મળે છે. જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તબક(ટબો)નું સંપાદન કરતી વેળાએ સંપાદક, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થયેલી વિ. સં. ૧૭૬૯ની હસ્તપ્રતને અધિકૃત પાઠ તરીકે સ્વીકારે છે. આરંભે સ્તબકની વિશેષતાઓ જણાવીને સંપાદકે સ્તબકકારનો તથા પ્રતિનો પરિચય કરાવ્યો છે. ત્યારબાદ એની ભાષાભૂમિકા વિશે સદૃષ્ટાંત વિચારણા કરી છે. અંતે ૫૬ જેટલાં પૃષ્ઠોમાં મુકાયેલા સ્તબકના શબ્દાર્થ આ સંપાદનનું મૂલ્ય વધારે છે અને સંપાદક-સંશોધકની સજ્જતાનો અંદાજ પણ આપે છે. ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ શીર્ષકથી કુમારપાળ, મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોમાંથી ત્રેવીસ જેટલાં અપ્રસિદ્ધ કાવ્યો સંપાદિત કરે છે. વૈવિધ્યપૂર્ણ એવી આ કૃતિઓમાં ક્યાંક પ્રભુભક્તિની સરવાણી છે, તો ક્યાંક પિયુમિલનની આરત પણ છે. કોઈ કાવ્ય બોધપ્રધાન છે, તો 42 સંશોધન-પ્રવૃત્તિનો આલેખ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy