SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થવાને કારણે, સન્માન કર્યું. આમ તો સાંજ જાણે કે એક “સ્મરણની સાંજ બની ગઈ. તે વખતે ડૉ. કુમારપાળ દેસાઈ એમના પ્રભાવી વ્યક્તિત્વથી પોતાની આગવી ઓળખ આપી ગયા – એક વિદ્વત્તાની, સાહિત્યકારની અને એક મૂઠી ઊંચેરા માનવીની. પછી તખતો પલટાય છે. ઘણાં વર્ષોના અંતરાલ પછી એટલે કે સન ૧૯૯૩-૯૪માં હું ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાઉં છું. ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી વિભાગમાં રીડર તરીકે કામ કરી રહ્યા હતા. ગુજરાતી વિભાગ ઘણો સમૃદ્ધ અને ઘણો બહોળો સ્ટાફ છતાં ડો. દેસાઈના વ્યક્તિત્વથી કંઈક અનેરું જ લાગે. મને લાગ્યું કે થાનગઢમાં મળેલા તે ડૉ. દેસાઈ અને આજના ડૉ. દેસાઈમાં કાંઈ ફરક નથી. વ્યક્તિત્વ એનું એ જ. એ જ ઓજસ, સ્મિત, ગંભીરતા, સાલસતા, સાદગી, સૌમ્યતા. પરંતુ એમનું વિદ્વત્વ જાણે હજારો-લાખો કોસો વટાવીને દૂર દૂર આગળ ને આગળ ઉદ્દામ વેગે, દૂર-દેશાવર ને તેથી પણ દૂર ને સુદૂર આગળ વધી રહ્યું છે. એમનાં પ્રવચનોનો વ્યાપ એટલો બધો પ્રભાવક છે કે ભારતમાં તો ઠીક, વિદેશીઓ તેમને અને તેમના પ્રવચનને ઝંખી રહ્યા છે. ખબર નથી પણ પ્રવચનમાં એવો જાદુ છે કે મુરલી જેમ મનુષ્યને મંત્રમુગ્ધ કરી દે છે તેમ એમનાં પ્રવચનોમાં પણ એટલો પ્રભાવ છે. વસ્તૃત્વ કલાની સાથે સાથે કલમનો કસબ પણ અજબગજબનો છે. તેમના સાહિત્યને સમંદર સાથે સરખાવીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. લેખક અને સાહિત્યકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. દેસાઈ સર્વપ્રથમ તો ઉચ્ચકોટિના મનુષ્ય તરીકેના ઉત્તમ દાવેદાર છે. કહેવત છે ને કે મનુષ્ય બીજું બધું બનવા કરતાં પહેલાં મનુષ્ય બનવું પડે. આવા ઉચ્ચકોટિના માનવ અને માનવતાયુક્ત તેમનું વર્તન જોતાં આપણને તેમની સમક્ષ નમી પડવાનું જ મન થાય. તેમના આચરણની વિનમ્રતા, નિરાભિમાન અને તેથી પણ આગળ કહીએ તો દરેક મનુષ્ય પ્રત્યેનો તેમનો સમભાવ એમને જુદા જ માનવી તરીકે ઉપસાવે છે. સંત કબીરની જેમ કથની અને કરનીની એકતા એ ડૉ. દેસાઈનો સહજ સિદ્ધાંત લાગે છે. સામાન્ય મનુષ્ય કે પટાવાળા હોય, દરેકની સાથે તેઓએ સંમાનયુક્ત આચરણ જ રાખ્યું છે. ભાષાસાહિત્યભવનમાં પહેલેથી જ દરેકના મનમાં તેઓશ્રીનું ઉચ્ચ સંમાનયુક્ત સ્થાન રહ્યું છે. સન ૨૦૦૦-૨૦૦૧માં ભાષ-સાહિત્યભવનના અધ્યક્ષ તરીકે ડૉ. દેસાઈની નિમણુક થયા બાદ તો જાણે કે વૃક્ષ પર ફળ આવ્યેથી ડાળીઓ ઝૂકી પડે તેમ તેઓશ્રી દરેક પ્રત્યે પોતાનાં પ્રેમ, સદ્ભાવ અને વાત્સલ્યનો અહેસાસ જ કરાવતા રહ્યા છે. દરેકના અંગત પ્રશ્નોના નિકાલ, સંઘર્ષ કે સમસ્યાનું નિરાકરણ કરી મદદરૂપ થવું. અને એટલે સુધી કે દરેકની ચેમ્બરમાં જઈ ખબરઅંતર પૂછવાં અને એ પણ એટલી જ સાહજિકતા અને સૌહાર્દપૂર્વક કે સામી વ્યક્તિ તેઓના ગુણથી 483 કિસ્માગોસ્વામી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy