SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસી સંવેદનશીલ તંત્રવાહક ડા. કુમારપાળ દેસાઈનો મને પહેલો પરિચય ઈ. ૧૯૬૪ આસપાસ. ત્યારે હું ગુજરાત કૉલેજમાં અધ્યાપક અને નિવાસ ઋષભ સોસાયટીમાં. નારાયણનગર બહુ નજીક. શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી અને શ્રી બાલાભાઈને ત્યાં જવાનું, મળવાનું થાય તે લ્હાવો લેવા જેવું લાગે. શ્રી બાલાભાઈ એટલે કે આપણા જયભિખુને મળવાનું થાય ત્યારે પ્રો. નટુભાઈ રાજપરા પણ સાથે હોય. ઘરનું વાતાવરણ કુટુંબ જેવું લાગે. જયાબહેનનો રાણપુર સાથેનો જ મારો પરિચય અને સંબંધ. કારણ એ કે તે સમયના બહુરૂપીના સ્થાપક અને તંત્રી સ્વ. શ્રી ચંદુલાલ જેઠાલાલ વ્યાસના રાણપુરના નિવાસે મારી કિશોરાવસ્થાએ વેકેશનમાં મારે જવાનું અચૂક બને, કેમ કે સ્વ. શ્રી મનહરલાલ ચંદુલાલ વ્યાસ મારા બનેવી. આમ જયભિખ્ખ-પરિવાર સાથેનો પરિચય કિશોરકાળથી જ થયેલો. જયભિખ્ખું મારા ખૂબ જ ગમતા લેખક. કૃતિએ કૃતિ રસપૂર્વક વાંચેલી, એથી શારદામાં મળવાનું થાય કે નિવાસે, વિશેષ વાતો જયભિખુ સાથે જ થાય. પરંતુ કુમારપાળને પણ અલપ-ઝલપ મળવાનું થાય. વિદ્યાર્થી તરીકે તેજસ્વી હતા અને અધ્યાપક થયા ત્યારનો પરિચય તો ખરો જ ! આ પછીના ગાળામાં કુમારપાળે લેખક તરીકે નામ ને કામ બહાર કાઢ્યાં. મને એમની લેખનશક્તિને સાબિત કરતો પરિચય તો થયો શ્રી જયભિખુ પછી એમણે ઈટ અને ઇમારતને સધ્ધર હસુ યાજ્ઞિક 460
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy