SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેશમાં બોલાયેલો શબ્દ (spoken word) લિખિત થાય તો તેના પણ સહજપણે ઢગલાબંધ ગ્રંથો થાય તેમ છે. એચ. કે. આર્ટસ કૉલેજમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમને નજીકથી જોયાનું સ્મરણ છે. મુખ્ય વિષય ગુજરાતી પરંતુ ફરજિયાત અંગ્રેજીમાં શેક્સપિયર કે અન્ય લેખકો વિષે અમારા અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં વ્યાખ્યાનોમાં પણ ઊંડો રસ. વધારે ને વધારે જાણવાનું તેમનું વિસ્મય અમને અધ્યાપકોને મુગ્ધ કરતું. એમ કહેવાય છે કે વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં જાહેર વ્યાખ્યાનોમાં શ્રોતાઓની હાજરી ઓછી હોય છે, પરંતુ ડૉ. કુમારપાળના વ્યાખ્યાનને સાંભળવા મોટા સભાખંડો પણ નાના પડ્યા હોવાનું સંનિષ્ઠ મિત્રો તરફથી સાંભળ્યું છે. એમના અદશ્ય મગજમાં, વિવિધ વિષયો વિષે આટલી બધી માહિતી કઈ રીતે ભરાયેલી રહેતી હશે ! અને છતાંય કોઈ પણ આકાશ તળે, કોઈ પણ ભૂમિમાં, પૃથક રાષ્ટ્રીયતા ધરાવતા શ્રોતાઓ સમક્ષ તેઓ જે કંઈ કહે છે તે તરત જ સ્પષ્ટ રીતે સમજાય છે. He is a man of transcendental clarity. વિશ્વકોશના તેમના વહીવટમાં તેમનું એક દર્શન દેખાય છે. કૉલેજની હોસ્ટેલના એક રસોડાને તેમણે પોતાની દૃષ્ટિથી જુદું જ રૂપ આપ્યું છે. પંદરથી વીસ એવા નાનામોટા ઓરડાઓના આકારવાળી જગ્યામાં તેમણે પાંચ હજાર સંદર્ભગ્રંથોની લાયબ્રેરી ઉપરાંત ૧૭૦ જેટલા વિષયોનું પરામર્શન કરતા કેટલાક વિદ્વાનોને કામ કરવાની સગવડતા બક્ષી છે. આમાં કમ્યુટર, નૉન ઍકેડેમિક સ્ટાફ પણ છે. વળી, આવડી જગ્યામાં દર માસની પાંચમી તારીખે વિશ્વવિહાર' નામના વિશ્વકોશની સમજ અને વગ વધારતા સામયિકની ૩,૦૦૦ જેટલી નકલો બહાર પડે છે. વિશ્વકોશની “બટર કોપી' સુધીની તૈયારીમાં તેમની નજરથી કશુંય બહાર રહેતું નથી. ઉપરાંત ટ્રસ્ટના અનેકવિધ ગ્રંથોના પ્રકાશનની યોજના પણ ડૉ. ધીરુભાઈ ઠાકર અને તેમના માર્ગદર્શન તળે સરસ રીતે ચાલે છે. આટલા બધા નિવૃત્ત વિદ્વાનોને એક જ સંસ્થામાં અક્ષર સાથે નાતો જોડતા કોઈએ ભેગા કર્યા હોય તેવું જાણવામાં આવ્યું નથી. આ બધું ઓછું હોય તેમ ડૉ. ધીરુભાઈની નિવૃત્તિ પછી તેમની ૧૮ વર્ષની તપસ્યા બાદ આ નાનકડી જગ્યામાં, મહેલની મોકળાશ ઊભી કરીને હવે પછી ઉસ્માનપુરામાં વિશ્વકોશનું એક વિરાટ મકાન થોડા સમયમાં પૂરું બંધાઈ રહે ને ત્યાંથી વિશ્વના જ્ઞાનની સાધના હજુ પણ વધુ તેજસ્વી બને તેવા ધીંગા આયોજનમાં આ બેલડી મગ્ન રહે છે. કુમારપાળમાં કદી થાક અને અશક્તિ જોયાં નથી, ફ્રેન્ચ ભાષામાં જેને Verve' કહે છે 455 વિનોદચંદ્ર પ્ર. ત્રિવેદી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy