SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ સહુનો મત આચાર્ય ઉમાસ્વાતિજીએ લખેલા તત્ત્વાર્થસૂત્રને પ્રગટ કરવાનો હતો. આ માટે કુમારપાળ રાજસ્થાનમાં આવેલા સરદાર શહેર ગયા અને આચાર્યશ્રી તુલસીજી તથા યુવાચાર્ય મહાપ્રજ્ઞજી સાથે ચર્ચાવિચારણા કરી, ‘તત્ત્વાર્થસૂત્રની પસંદગી માટેનાં કારણો રજૂ કર્યા અને ઉદારમના આચાર્યશ્રીએ એમની વાતનો સ્વીકાર કરવાની સાથે સાંજે એકત્રિત જનસમૂહને પ્રવચન આપવા માટે આદેશ આપ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ બકિંગહામ પેલેસમાં જૈન ધર્મમાં પર્યાવરણ વિષયને દર્શાવતી પુસ્તિકા જૈન ડેક્લેરેશન ઓન નેચર' યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને પ્રસ્તુત કરવા માટે પાંચે ખંડના ચારે ફિરકાના જન પ્રતિનિધિઓને લઈ જવાનું નક્કી કર્યું અને એ સમયે ભારતમાંથી આ પ્રતિનિધિઓને ઇંગ્લેન્ડ લાવવાનું સમગ્ર આયોજન અને સંયોજન કુમારપાળે સ્વીકાર્યું હતું અને તે ખૂબ વ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું. “જૈન ડેક્લેરેશન ઓન નેચરનો ગુજરાતી અનુવાદ પ્રકૃતિ વિશેની જૈન ધર્મની ઘોષણા' એ નામે એમણે તૈયાર કર્યો. ભારતમાં જૈન સ્કૉલર તૈયાર થાય તેને માટેના સંસ્થાના પ્રયાસોને એમણે સક્રિય સહકાર આપ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા ભારતમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર વગેરે સ્થળોએ વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરવામાં આવ્યું. આના સમગ્ર આયોજનનો ભાર કુમારપાળે વહન કર્યો. એ જ રીતે ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં પણ તેમણે ભાગ લીધો. અમદાવાદમાં દેરાસરની નાની પ્રતિકૃતિ તૈયાર કરાવી, જે ઇંગ્લેન્ડમાં આકર્ષણરૂપ બની હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીના પ્રત્યેક કાર્યમાં ભારતના એ મુખ્ય કો-ઓર્ડિનેટર બની રહ્યા અને આ તમામ કામગીરી એમણે કશાય પુરસ્કાર કે પારિશ્રમિક વિના કરી એ ઘણી મહત્ત્વની બાબત કહેવાય. - ૧૯૯૭માં અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું કાર્યાલય શરૂ થયું અને એ રીતે એક નાનું બીજ પ્રવૃત્તિઓના વિશાળ વટવૃક્ષ તરીકે ફેલાવા લાગ્યું. આજે તો વિદેશમાં રહેલી જૈન હસ્તપ્રતોના કેટલૉગિંગનું વિરાટ કાર્ય આ સંસ્થા કરી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીનાં અનેક કાર્યો ચાલતાં હોય ત્યારે એ કાર્યોનો ખૂબ ઝડપથી જવાબ આપવામાં ક્યારેય પાછા પડ્યા નથી. નિષ્ઠા અને સમર્પણભાવથી કામ કરવું એ એમની વિશેષતા છે. એમને સોંપેલું કોઈ કામ અધૂરું રહ્યું નથી, વળી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે એ એના મૂળ સુધી પહોંચતા હોય છે. વળી પોતાનો અભિપ્રાય એવી રીતે સામી વ્યક્તિના ચિત્તમાં ઠસાવી શકે છે કે જેને પરિણામે ક્યાંય કોઈ મનદુ:ખ ઊભું થતું નથી. આ બધાં કાર્યો પાછળની એક વિશાળ દૃષ્ટિ છે. આનું કારણ એ છે કે એમણે ખૂબ વ્યાપકપણે દેશ-દેશોના પ્રવાસ કર્યા છે. જુદા જુદા અગ્રણીઓને મળ્યા છે. ભિન્ન ભિન્ન ધર્મોની સમજ મેળવી છે અને તેને પરિણામે એમની 448 મૈત્રી -મોંઘી મૂડી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy