SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગુજરાત ટાઇમ્સ'નો વાચકવર્ગ પાંદડું અને પિરામિડની કાગડોળે રાહ જોતો હોય છે. શીર્ષક પછી તરત શેરશાયરી કે ગઝલની બે રત્નકણિકા સમી પંક્તિઓ, પછી લેખનું લક્ષ્ય, પછી દૃષ્ટાંત અને અંતે નિષ્કર્ષ – એવી ચોક્કસ ભૌમિતિક પ્રમેય સમી પ્રતિ સપ્તાહ પ્રસિદ્ધ થતી કૃતિઓમાં, પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક દૃષ્ટાંતકથાઓનો આધાર કુમારપાળ લે છે, તેમાં તેમના વિશાળ વાંચનનું પ્રતિબિંબ પડે છે, જે ધાર્યું નિશાન તાકે છે. એમની કૉલમ-લેખક તરીકેની એક વિશેષતા એ રહી કે કોઈ રાજકીય પક્ષની તરફદારી કરવાને બદલે એમણે પ્રજાની લાગણીને વાચા આપી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશની પ્રજાની વેદના, હતાશા અને ગૂંગળામણને નિર્ભક રીતે આલેખી છે. આને માટે ક્વચિત્ કોઈ રાજકીય નેતાએ અણગમો પ્રગટ કર્યો હોય, છતાં એમણે એવી કશી પરવા કરી નથી અને પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી બજાવ્યો છે. સંપાદનકલા એ કુમારપાળની આગવી સૂઝ અને સંકલનશક્તિની ઝાંખી કરાવે છે. તેઓ સર્જક સાથે સંપાદક તરીકે પણ એટલા જ રસરુચિ ધરાવતા હતા, જેમાં નોંધપાત્ર ગણી શકાય એવાં સંપાદનોમાં જયભિખ્ખસ્મૃતિગ્રંથ’, ‘નર્મદઃ આજના સંદર્ભમાં', “ઓજસ દીઠાં આત્મબળનાં ઉપરાંત જૈન ધર્મકથાઓ તથા જૈન ધર્મદર્શનને લગતાં અમૂલ્ય સંપાદનો છે. ગુજરાત ટાઇમ્સનો રજતજયંતી અંક હોય કે સુવર્ણજયંતી અંક હોય, હીરક મહોત્સવ અંક હોય કે અમૃત મહોત્સવ અંક હોય – કુમારપાળ તેના સંપાદનનો દોર સંભાળતા. જેથી ગુજરાત ટાઇમ્સના વિશિષ્ટ અંકો એક સંભારણું બની જતા અને પુસ્તકાલયો માટે અમૂલ્ય જ્ઞાનનો ભંડાર હોય તેમ તેનું જતન કરવામાં આવતું. ગ્રંથાલયોમાં એનો સંગ્રહ કરવામાં આવતો. ગુજરાત ટાઇમ્સના વિશેષાંકોના સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈની આ સાપ્તાહિક વિશેની ભાવના જોઈએ. તેઓ ગુજરાત ટાઇમ્સના સુવર્ણજયંતી વિશેષાંક (૧૯૨૬ થી ૧૯૭૫)માં નોંધે છે: ““ગુજરાતની અખબારી આલમમાં ગુજરાત ટાઇમ્સ' પોતાનું એક આગવું સ્થાન ઊભું કરી શક્યું છે. જિલ્લાના પ્રશ્નો, બનાવો, સમસ્યાઓનું સમાચારો અને પ્રવાહો આલેખવાની સાથોસાથ રાજ્યના મહત્ત્વના બનાવો તેમજ દેશ અને વિદેશની મહત્ત્વની ઘટનાઓની છણાવટ આમાં મળે છે. જ્યારે નીરક્ષીર વિવેક દાખવતા એના અગ્રલેખ તો જાગ્રત નાગરિક માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડે છે. કોઈ પણ એક પક્ષની કંઠી બાંધ્યા વગર પ્રજાની લાગણીને વાચા આપતું ગુજરાત ટાઇમ્સ સસ્તી લોકપ્રિયતાથી ઊફરું રહ્યું છે. તે ધન્યવાદને પાત્ર છે. હત્યા, જાતિવૃત્તિને પંપાળનારા કે ચલચિત્રોના બહેકાવનારા સમાચાર આપીને વાચકો વધારવાના સસ્તા નુસખાથી આ અઠવાડિક અળગું રહ્યું છે તે બાબત ઘણી નોંધપાત્ર છે. શિષ્ટ અને સમીક્ષાત્મક સામગ્રી દ્વારા ગુજરાત ટાઇમ્સ' એ વર્તમાન સમયના બનાવોનું પ્રહરી બની રહ્યું છે.” આ હતી ગુજરાત ટાઇમ્સ માટેની એમની ભાવના. 40 મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy