SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ખેલાડી કે રમત વિશેની માહિતી એકત્ર કરી તેને કવરોમાં જાળવવાની તેમની આ પદ્ધતિ ખરેખર અભુત લાગી. કુમારપાળભાઈના સહવાસમાં સત્યાવીસ વર્ષ દરમ્યાન મેં જે એક વાત કદી જોઈ નથી તે ગુસ્સો છે. કોઈ પણ વિષમ પરિસ્થિતિ હોય તેઓ સદાય સ્વસ્થ રહીને યોગ્ય નિર્ણય લેતા હોય છે. સફળતાનો સહેજ પણ નશો તેઓને ચડ્યો નથી. કોઈ પણ એવોર્ડ મળ્યા હોય તેનો પ્રભાવ તેમની જીવનશૈલીમાં તેમણે પડવા દીધો નથી. થોડાંક વર્ષો અગાઉ નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે સુરતની એક સંસ્થા તરફથી ક્રિકેટના ખેલાડી અંશુમાન ગાયકવાડના હસ્તે તેઓને એવોર્ડ મળ્યો. પત્રકારો માટેની કલ્યાણનિધિ જેવી આ સંસ્થાએ એવોર્ડમાં આપેલી દસ હજારની રકમમાં પોતાના એક હજાર રૂપિયા ઉમેરી તે રકમ તે જ સંસ્થાને દાનમાં આપી દીધી. તેમની ઉદારતાનું આ એક ઉદાહરણ છે. કુમારપાળભાઈની વસ્તૃત્વકલા એવી અદ્ભુત છે કે કલાકો સુધી તેમના પ્રવચનો સાંભળ્યા જ કરવાની ઇચ્છા હંમેશાં થતી રહે છે. શરૂઆતનાં વર્ષોમાં પણ તેમના રમતગમત અંગેના દરેક લેખ નિયમિત વાંચતો. કોઈ પણ વિષય હોય તેની તેમની આગવી શૈલીથી તલસ્પર્શી છણાવટ છે. દરેક લેખમાં પેટા વિભાગ પણ હોય. તેમની આ પ્રકારની લખાણની શૈલીથી પ્રભાવિત થઈ કલકત્તાના એક વાચકે તેમને તે સમયે કોઈ પણ પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં એક હજાર રૂપિયાની કિંમતનું પુસ્તક ભેટ મોકલ્યું હતું અને ગ્રંથ ભેટ આપતાં ક્રિકેટરસિક શ્રી નરેન્દ્રભાઈ શેઠે લખ્યું: One who loves the game One who understand most and One who writes great such is Kumarpal Desai and to whom I present this volume સામાન્ય રીતે કોઈ વ્યક્તિ એકાદ વિષયમાં જ નિષ્ણાત બની શકે છે. પરંતુ ડૉ. કુમારપાળ દેસાઈની બાબતમાં આવું બિલકુલ નથી રહ્યું. કૉલેજમાં મેં તેમને ગુજરાતી સાહિત્ય વિશે વ્યાખ્યાન આપતા સાંભળ્યા હતા, તે સમયે આપણને એમ જ લાગે કે વિષયની બારીકાઈને કેટલી નજીકથી તેમણે જોઈ છે કે આપણને સીધેસીધું હૃદયમાં ઊતરી જાય તે રીતે સમજાવી શકે છે. રમતગમતનું વ્યાખ્યાન સાંભળીએ તો આપણને કલ્પના પણ ન આવે કે તેઓ ગુજરાતી સાહિત્યનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હશે. રમતની દરેક બારીકાઈને તેઓ તેમની આગવી શૈલીથી રજૂ કરતા હોય છે. 421 જગદીશભાઈ શાહ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy