SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ લેખનશૈલી પર કુમારપાળ દેસાઈના વિશિષ્ટ ગુણોનો વિશેષ પ્રભાવ પડ્યો. હું એકલવ્ય' હતો, તેઓ મારા ગુરુ દ્રોણાચાર્ય' હતા. ૧૯૬૩માં, મુંબઈમાં અભ્યાસ પૂરો કરીને હું અમદાવાદ આવ્યો. લેખન અને રમતગમતલેખનનો શોખ કૉલેજકાળથી જ હતો, પરંતુ પદ્ધતિસરનું લેખન નહીં. વિશેષ જ્ઞાન પણ નહોતું. વિશેષ વાચન નહીં, અભ્યાસ નહીં. દરમ્યાનમાં, ગુજરાત સમાચાર' દૈનિકમાં કુમારપાળ દેસાઈના રમતગમત વિષયક લેખો જોયા, વાંચ્યા અને એક પ્રકારની લેખન-શક્તિનો સંચાર થયો. તેમની ભાષા, રજૂઆત કરવાની શૈલી, વિષયવસ્તુ, લેખનો પ્રારંભ, વચ્ચે વચ્ચે પ્રસંગો – મને ખૂબ પ્રભાવિત કરી ગયાં. એ સમય દરમ્યાન, લાલ દરવાજા વિસ્તારમાં સરદાર પાર્ક ઉદ્યાનમાં એક ખેલકૂદવીર હરબંસસિંઘ નામના સરદારજીએ “અવિરત ચાલવાનો યજ્ઞ આરંભ્યો હતો. મેં તેનો ફોટો પાડ્યો અને તેની મુલાકાત લીધી અને ખેલાડી’ નામના રમતગમત-માસિકને મોકલવાનો વિચાર કર્યો. જનસત્તા'ના પત્રકારો ઘનશ્યામ ભાવસાર તથા નાનશા ઠાકોર ખેલાડી' સાપ્તાહિકનું સંચાલન કરતા હતા. ગુજરાતનું તે એકમાત્ર રમતગમતનું સામયિક હતું. કુમારપાળ દેસાઈ, યશવન્ત મહેતા જેવા સિદ્ધહસ્ત લેખકો પણ તેમાં લખતા હતા. દરમ્યાનમાં જ ગુજરાત સમાચારમાં પેલા અવિરત ચાલનારા સરદારજી વિશે કુમારપાળ દેસાઈનોયે લેખ છપાયો હતો. બસ, ત્યારથી કુમારપાળ દેસાઈને મેં પ્રેરણામૂર્તિ બનાવી દીધા. મારો લેખ ખેલાડી’ અને ‘નૂતન ગુજરાતીમાં છપાયો, “ખેલાડીમાં લેખો છપાવા લાગ્યા. “સંદેશ' દૈનિકની રવિવાર-પૂર્તિમાંયે લેખો છપાવા લાગ્યા. કુમારપાળ દેસાઈને મળવાની લાલસામાં હું ફરતો, તેમને દૂરથી જોતો, પરંતુ આટલા મોટા લેખક સાથે વાતો કેવી રીતે કરવી? એ વિચારે હું તેમની પાસે જતો નહીં. ૧૯૭રમાં ભવન્સ પત્રકારત્વ કૉલેજમાં પત્રકારત્વના ડિપ્લોમા અભ્યાસ દરમ્યાન, પહેલા જ દિવસે કુમારપાળ દેસાઈને પ્રત્યક્ષ મળવાની મારી ઉત્સુકતાનો અંત આવી ગયો. લેક્ટરના પહેલા જ દિવસે તેમણે દરેક વિદ્યાર્થીને પોતાનું નામ જણાવવા કહ્યું. મારા દિલની ધડકન વધી ગઈ. મારો ક્રમ આવ્યો. ઊભા થઈ મેં કહ્યું, “જગદીશ બિનીવાલે.” અને કુમારપાળ દેસાઈના તેજસ્વી ચહેરા પર એકદમ આત્મીયતાના ભાવ પ્રગટ્યા. પછી મળીએ” એમ તેમણે કહ્યું. ' વિખ્યાત રમતગમત લેખક-પત્રકાર કુમારપાળ દેસાઈ સાથેની મારી પહેલી એ મુલાકાત. વર્ગ પૂરો થયા બાદ અમે મળ્યા. ખૂબ વાતો કરી. મારો ઉત્સાહ જ ઓર વધી ગયો. પછી તો હું તેમના નિવાસસ્થાને – ચંદ્રનગર સોસાયટીમાં – અવારનવાર જતો. તેમના 409 જગદીશ બિનીવાલે
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy