SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય આપ્યો. એ દિવસોમાં ગુજરાતી અખબારોમાં મુંબઈના “જન્મભૂમિમાં પ્રદીપ તન્નાની રમતના મેદાનની કૉલમ તેમજ ગુજરાત સમાચારમાં કુમારપાળ દેસાઈની સ્પોર્ટ્સ રાઉન્ડઅપની કટાર ભાષાની સમૃદ્ધ સજાવટ અને વિવિધ રમતોની છણાવટભરી અધિકૃત સમીક્ષાને લીધે વાચકોમાં લોકપ્રિયતા મેળવી ગઈ હતી. પહેલી જ મુલાકાતે કુમારપાળભાઈ મૃદુભાષી, માયાળુ, સંસ્કારી તેમજ સરળ વ્યવહારના ચાહક ઉપરાંત અહમૂથી દૂર અને વિવેક તેમજ મિત્રભાવથી ભરપૂર એવી વ્યક્તિ તરીકે દિલ અને દિમાગ પર છવાઈ ગયા. જ્ઞાની હોવા છતાંય અભ્યાસી બનીને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત રહેતા. ક્રિકેટના વિષયનું સંપૂર્ણ માહિતીસભર જ્ઞાન ધરાવતી વ્યક્તિ તરીકે આદરપાત્ર અને અધિકૃત વ્યક્તિ ગણાતા. તેમને સ્પોર્ટ્સના લેખક, વિવેચક અને સમીક્ષકના પાઠમાં પહેલી પસંદગીની વ્યક્તિ તરીકે ઓળખાવીશ. વિશ્વના જગપ્રસિદ્ધ ઑલરાઉન્ડરો સર ગેરી સોબર્સ, વિનુ માંકડ, કીથ મિલર અને કપિલદેવ જેટલા જ મૂલ્યવાન અને કીર્તિબદ્ધ રમતગમતના લેખક તરીકે, કર્મભૂષણ કુમારપાળભાઈને ઓળખાવીએ તો તેમાં સહેજે અતિશયોક્તિ નથી કે સહૃદયી મિત્રભાવના માપદંડથી તોલવાનો જરા પણ પ્રયત્ન કર્યો નથી. સ્પોર્ટ્સ રિપોર્ટરની દુનિયામાં પણ દ્વેષ અને અહમ્ જોવા મળતા. આ પ્રકારના રિપોર્ટરો અને કોમેન્ટેટરો વચ્ચે દ્વેષ અને અહમૂની લડાઈ ચાલતી અને રમતગમતના વિશ્વને તેઓ ડહોળાં પાણીમાં ઘસડતા. વળી ખેલદિલીના સ્પિરિટનું ખૂન કરતા. આ પ્રકારના રમતવીરો અને કટારલેખકો વચ્ચે સમજદારી અને વફાદારીના સેતુરૂપ ગણાતા કુમારપાળભાઈ આજના કટ્ટર અને ગળાકાપ પ્રસિદ્ધિના યુગમાં પણ આદરણીય અને આદર્શ વ્યક્તિ બની રહ્યા. તેમને રમતગમતના ક્ષેત્રે સંસ્કારમૂર્તિના રૂપમાં હંમેશાં પ્રેરણા અને પ્રોત્સાહન આપનારા યુગપુરુષ તરીકે ઓળખાવી શકીએ. મારી ક્રિકેટ-કોમેન્ટેટર તરીકેની સફળ કૂચમાં જ્યારે જ્યારે અવરોધો અને અવગણનાના પ્રસંગો ઉપસ્થિત થયા ત્યારે મને ફંગોળાતો અને ફેંકાતો અટકાવવામાં કુમારપાળભાઈએ પ્રોત્સાહન આપીને, મનોબળવર્ધક વ્યવહારિક શાણપણ આપીને મને યોગ્ય રસ્તો દેખાડવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ક્રિકેટ-કૉમેન્ટેટર તરીકે અમદાવાદની મેચમાં નિમણુક થાય ત્યારે ગુજરાતના ક્રિકેટપ્રેમી ગુજરાતીઓના સ્નેહવર્ધક વાયરાઓમાં અને કુમારપાળભાઈ સાથે કૉમેન્ટરીના એ સોનેરી દિવસોની સ્મૃતિ તરોતાજા છે. એ જમાનામાં ગુજરાતના પ્રખર અને પ્રતાપી તેમજ પરોપકારી સ્વભાવના રમતગમતની લેખનીના આ બેતાજ બાદશાહની સાથે પળો વિતાવવાનો આનંદ અનોખો હતો. સરકારી ખજાનાની ભેટ કરતાંય અસાધારણ સુખ અનુભવવાની પળોનાં નજરાણાં મળવા જેટલો આનંદ મળતો. 403 સુરેશ સરૈયા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy