SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે ખાસ કરીને શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટની અનેક પ્રવૃત્તિ સાથે કરવાનો મોકો મળ્યો. તે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓ મને ખૂબ જ લાભદાયક સહયોગ આપતા રહ્યા અને ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિ દરમ્યાન તેઓએ અમારા પ્રકાશનમાં અનેરું યોગદાન આપ્યું. “Glory of Jainism', જિનશાસનની કીર્તિગાથા', જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વગેરે અનેક પ્રકાશનોમાં તેમણે સક્રિય ફાળો આપ્યો. અને કદાચ તેઓની પ્રવૃત્તિ અને યોગદાનથી અમારી સંસ્થાને દેશવિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. - જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો’ – “Essence of Jainism' – ની ઘણી બધી પ્રતો વિદેશમાં પહોંચી અને ૧૯૯૩ની જૈન પાર્લામેન્ટમાં પણ આ ગ્રંથની બે લાખથી વધુ નકલો પહોંચી. વીરચંદ રાઘવજી ગાંધીની સો વર્ષ પહેલાંની યાદગાર યાત્રાનું સ્મરણ પણ તેઓની ચીવટથી ખૂબ યોગ્ય રીતે થયું. ડ્યૂક ઑફ ઍડિનબરોને પણ ૧૦૮ તીર્થદર્શનનાં ચિત્રો તેમના મારફત જ ભેટ આપી શકાયાં અને જૈન ધર્મની ઉત્તમ સેવા તેઓની ફળશ્રુતિ બની રહી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નવમ જન્મશતાબ્દી તથા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ૩૦૦ વર્ષની જન્મજયંતી સમયે પણ તેઓની સાથે આ બંને સંસ્થાના સેક્રેટરી તરીકે મને પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું. હેમસ્મૃતિ અને યશોભારતી’નાં પ્રકાશનમાં તેઓની સાથે કામ કરવાનો મોકો મળ્યો તે બદલ ધન્યતા અનુભવું છું. આ જ રીતે હિંદીમાં પણ નિનશાસન ની કીર્તિાથ નામક અમારા પુસ્તકમાં તેઓનું યોગદાન જ મહત્ત્વનું રહ્યું અને એ દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના વિભિન્ન પાસા પર પ્રકાશ પાડ્યો છે. આ દરમ્યાન તેઓનું સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર અને વ્યક્તિત્વની જીવનશૈલી નજીકથી જોવાની તક સાંપડી. આ જ રીતે અમારા ચંદ્રોદય ચેરિટેબલ ઍન્ડ રિલિજસ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત અંગૂઠે અમૃત વસે' પુસ્તકનું લેખન પણ તેમના ઔદાર્થપૂર્ણ સહયોગથી થયું અને આ ગ્રંથ જૈન સમાજમાં અનેરી ભાત પાડતો ગ્રંથ બન્યો. તેઓનાં સૂચન મુજબ પાનાંના અડધા ભાગમાં ચિત્ર અને અડધા ભાગમાં લખાણની આયોજનપદ્ધતિ સહુને પસંદ પડી. કુમારભાઈ ગ્રંથલેખન કરીને પોતાના કાર્યની ઇતિશ્રી માનતા નથી, બલ્ક સ્વયં એની ગોઠવણી અને આયોજન માટે પ્રેસમાં જઈને માર્ગદર્શન આપે છે. પરિણામે એમણે લખેલાં કે સંપાદન કરેલાં પુસ્તકો એના ઉત્કૃષ્ટ મુદ્રણ માટે પણ ધ્યાન ખેંચે છે. Glory of Jainism, A Pinnacle of Spirituality કે Tirthankara Mahavira એ અંગ્રેજી ભાષામાં રચાયેલા ગ્રંથોની પાછળ એમની મુદ્રણની ઉત્કૃષ્ટ સૂઝ પ્રગટ થાય છે. તેને પરિણામે આ પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સ્તરનાં બની રહ્યાં છે. તેઓની દર વખતે નવાં સૂચનો કરવાની શૈલી અનોખી, મૌલિક તથા દૂરંદેશી બતાવનારી હોય છે. મને હરહંમેશ જણાવતા કે તમારી સંસ્થા દ્વારા એમ.એ, એમ.ફિલ. અને પીએચ.ડી. 380 આકાશ જેવી સિદ્ધિ, ધરતી પરનો સ્નેહ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy