SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળનું બાળપણ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલની પાસે આવેલા માદલપુર ગામના પટેલના માઢમાં વીત્યું. આ સમયે જયભિખ્ખું આ પટેલના માઢમાં શાંતિલાલ બેચરદાસ પટેલના ભાડાના મકાનમાં રહેતા હતા. બાળપણમાં સ્વભાવે શાંત કુમારપાળ વારંવાર બીમાર પડતા. સાત વર્ષની નાની ઉંમરે તાવની ગંભીર બીમારી આવી. તાવ લાંબા સમય સુધી રહેતો. વળી એકના એક સંતાન હોવાથી સહુના જીવ ઊંચા થઈ જતા. બે-ત્રણ વખત તો મૃત્યુના મુખમાંથી કુદરતે એને બચાવી લીધો. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધી કુમારપાળને એમનાં માતુશ્રી જયાબહેન પાસેથી અદમ્ય પ્રેમ અને મમતા મળ્યાં. માતાએ ખૂબ મમતા સાથે માવજતથી કુમારપાળનું ઘડતર કર્યું. કુમારપાળના સાત વર્ષથી સત્તર વર્ષના સમયગાળાનો વિચાર કરે તો એ સમયે કપડાં પહેરવાની કુમારપાળની ચીવટ આંખે ઊડીને વળગતી હતી. કપડાં સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ અને એ સમયે રતનપોળમાં આવેલા ગોવાનિસ સીવણ માસ્ટર પાસે એ કપડાં સિવડાવતા. તેને માતુશ્રી પાસેથી વડીલોનો આદર કરવો, કુટુંબ તરફ અગાધ સ્નેહ રાખવો અને બીજાને હેત અને પ્રેમ આપવાં એવા સંસ્કારો મળ્યા હતા, જ્યારે પિતાશ્રીની સાહસિક વૃત્તિ અને જિંદાદિલીનો વારસો પણ કુમારપાળને પ્રાપ્ત થયો છે. જયભિખ્ખું હંમેશાં કહેતા કે, “કદી કાયર બનશો નહીં. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા' – સારી વાત ગ્રહણ કરો, આજનું કામ આજે જ કરો, કાલ પર છોડશો નહીં. આ બધા સંસ્કારોને પરિણામે કુમારપાળનું જીવનઘડતર થયું અને એ પછી કુમારપાળે અથાગ પરિશ્રમ કર્યો અને સતત પરિશ્રમ કરીને સિદ્ધિનાં ઊંચાં શિખરો પ્રાપ્ત કર્યા. છેલ્લાં ત્રીસેક વર્ષના સમયપથ પર નજર નાખું છું તો મને એમ લાગે છે કે મેં કુમારપાળને કદી ક્રોધ કરતા જોયો નથી. કોઈની સાથે ઝઘડો કેમ થાય એ વાત એના વિશ્વકોશમાં મળતી નથી. એનો કોઈ દુશ્મન હોય તે પણ વિચારી શકતો નથી. આવી ઉદારતા અને બહુમુખી પ્રતિભા ધરાવતો માનવી દરેકના મન જીતી લે એમાં શી નવાઈ ? આને પરિણામે જ જૈન સમાજના ચારે ફિરકાના મુરબ્બીઓને એ એકસાથે રાખી શકે છે અને જૈન સમાજનું કાર્ય કરી શકે છે, કારણ કે તેને કોઈ ધર્મ, મત, પંથ, સંપ્રદાય કે ગચ્છવાદના સંકુચિત સીમાડા નડતા નથી. દરેક મુરબ્બીઓને કુમારપાળ અમારા છે એમ લાગે છે. દૂરગામી દીર્ધદષ્ટિ, ઉદાર મનોવૃત્તિ અને સારગ્રાહી પ્રવૃત્તિઓને લઈને એણે જેને દર્શનનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ જૈન વિદ્યાનો અમૃતમય લાભ પૂ. સાધ્વીજીઓ અને અભ્યાસી વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી અપાવવા માટે ઉપયોગી બન્યો છે. એની સમતા, સત્યપ્રિયતા અને આત્મપરાયણતા અતિ વિરલ છે. દેસાઈ પરિવારનું કોઈ પણ કામ હોય તો તે તત્કાળ હાથ ધરે, તેનો ઝડપી ઉકેલ આવે તેવો સરળ માર્ગ શોધી આપે. પરિવારની પાસે પૂર્વજોનો ઇતિહાસ હોવો જોઈએ. એને ખ્યાલ આવવો જોઈએ કે એના 369 જશવંત વીરચંદ દેસાઈ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy