SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસંગ હું કદી ના ભૂલું. આવાં અનેક ઉપકારો, ઋણ હેઠળ હું તેમનો પરિચિત. આજે પણ તેમના દરેક કાર્યક્રમો માટે મને હંમેશ તેઓ યાદ કરે છે. અમેરિકાથી ડૉ. મણિભાઈ મહેતા આવ્યા હોય કે ડૉ. અનોપભાઈ વોરા આવ્યા હોય, જ્યારે પણ તેઓ સ્નેહમિલન ગોઠવે ત્યારે અવશ્ય મને યાદ કરે જ. દરેક સફળ પુરુષની પાછળ પ્રેરણાદાતા એક સ્ત્રી જ હોય છે, તે ન્યાયે ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈનાં ઉચ્ચતમ જીવન અને સતત પ્રગતિને પંથે જઈ રહેલાં, તેઓશ્રીનાં સૌ માટે પથપ્રદર્શક બની રહે તેવાં જીવનકવન માટે તેઓનાં સાચા અર્થનાં સહધર્મચારિણી - ભારતીય સ્ત્રી-રત્નસમાન શ્રીમતી પ્રતિમાબહેન એકમાત્ર અભિનંદનને અને માનને પાત્ર છે. ખૂબ જ શરમાળ પ્રકૃતિનાં, મિતભાષી પરંતુ હંમેશાં હસતા મોંએ મહેમાનો અને અતિથિઓની મહેમાનગતિ કરવાનું કદી ના ચૂકનારાં શ્રીમતી પ્રતિમાબહેનને કેમ ભુલાય ? મારા માટે કુમારપાળભાઈનો પરિચય મારા જીવનનું એક મોટું ભાતું છે. તેઓ મારા માટે તો ફિલૉસોફર અને ગાઇડ છે, મિત્ર નહિ – માર્ગદર્શક છે. પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કે તેઓશ્રીને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે. 328 મહામૂલું જીવનપાથેય
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy