SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કરે છે. શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર નાના પાયા પર ધંધો તથા વ્યવસાય કરવા માટે વગર વ્યાજની લોન આપી આર્થિક સ્વાવલંબનના પથ પર જવા માટે પ્રેરે છે. સુલભ હાર્ટ એન્ડ હેલ્થકેર ફાઉન્ડેશન પણ અસાધ્ય તથા કષ્ટદાયક રોગોની સારવાર માટે નાણાકીય સહાય આપવાની કામગીરી બજાવી રહેલ છે. ફાઉન્ડેશને છેલ્લા દાયકામાં ગુજરાત અને વિશેષ કરીને અમદાવાદની જનતા માટે વિના મૂલ્ય સર્વરોગ નિદાન, બે વખત હાર્ટ સર્જરી નિદાન, ઘૂંટણ તથા થાપાની સર્જરી માટે નિદાન, યુરોલોજી તથા નેફ્રોલોજી, જયપુર ફૂટ તથા બે વખત પ્રભા ફૂટ એન્ડ લિમ્બ કેમ્પો સફળતાપૂર્વક યોજેલ છે. વળી ફાઉન્ડેશને કેમ્પના લાભાર્થીઓને તબીબોએ સૂચવેલી સારવાર કે સર્જરી માટે નાણાકીય સહાય આપવાની જે કામગીરી કરેલ છે તે ફાઉન્ડેશનની વિશેષતા છે. આમાં ટ્રસ્ટી તરીકે કુમારપાળભાઈની સેવા મળી રહી છે. - ૧૯૯૧માં હું એચ. એલ. કોમર્સ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયો ત્યારે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં મારો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ડૉ. કુમારપાળભાઈ પ્રેરક હતા. તેમણે મારા મિત્રો, સાથીઓ તથા શુભેચ્છકો સાથે અનેક મિટિંગો યોજી સમગ્ર કાર્યક્રમને ઓપ આપ્યો હતો. આ નિમિત્તે તેમણે પહેલ કરી. શ્રી અનિલભાઈ બકેરી તથા શ્રી ધીરજલાલ સી. શાહ વગેરેના સહયોગથી વિદ્યાવિકાસ ટ્રસ્ટની રચના થઈ. વિદ્યા એ કુમારપાળભાઈ તથા મારી પ્રિય પ્રવૃત્તિ છે. આ ટ્રસ્ટ કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના સ્નાતકો માટે અંગ્રેજી ભાષા તથા કોમ્યુનિકેશનના તાલીમવર્ગો યોજે છે તથા પ્રતિવર્ષ એક લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણવિદ્ને ‘સારસ્વત ગૌરવ એવોર્ડ અર્પણ કરે છે. છેલ્લા દાયકામાં ડૉ. આઈ. જી. પટેલ, પ્રો. પી. સી. વૈદ્ય. સ્વ. ડૉ. ઉષાબહેન મહેતા, સ્વ. પ્રો. સી. એન. પટેલ, પ્રો. ધીરુભાઈ ઠાકર, પ્રો. ભીખુ પારેખ તથા પ્રો. ભોળાભાઈ પટેલને આ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. મારા આત્મચરિત્ર પ્રતીતિ અને પ્રતિબિંબનાં લેખન, પ્રકાશન તથા લોકાર્પણના પ્રત્યેક તબક્કે શ્રી કુમારપાળભાઈએ મને જે માર્ગદર્શન તથા સહકાર આપ્યાં છે તે હું કદીય વિસરી શકીશ નહિ. આ પુસ્તક માટે તેમણે જ ભાવવાહી પ્રસ્તાવના લખી છે. લોકાર્પણનો કાર્યક્રમ એમના જ પ્રમુખપદે ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો અને તે ખૂબ સફળ રહ્યો હતો. મારા જીવનમાં કેટલીક કટોકટીની પળોએ ડો. કુમારપાળભાઈ મિત્ર તથા માર્ગદર્શક સ્વરૂપે મારી પડખે ઊભા રહ્યા છે. મને કમરના દુઃખાવાની તકલીફ શરૂ થઈ ત્યારે તેઓ મને 296 મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy