SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ ભિન્ન ! કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી એવી torn between two extremesની સ્થિતિ તો જાતે પોતે પંડે અમેય અનુભવી છે – આ તો અઠ્ઠાવીસ સંસ્થા સાથેની સંલગ્નતા ! અનેકાંતવાદી હોઈએ તો જ આ ચતુર્વિધ દિશાની સંલગ્નતામાં સમતુલા સચવાય ! નહીંતર ઊંઘ વેચીને ઉજાગરા ને કોર્ટના ચક્કરમાં જ આયખું ખર્ચાઈ જાય ! જેન તત્ત્વાચાર્યોનું વિશ્વની તાત્ત્વિક વિચારધારામાં સૌથી મહત્ત્વનું પ્રદાન છે – અનેકાંતવાદ શ્રી કુમારપાળ દેસાઈ અનેકાંત દેસાઈ છે. અનેકાંતવાદી હોવું એટલે પરમત સહિષ્ણુ હોવું, સ્વમતનો આગ્રહ છોડ્યા વિના દઢ રહીને જડ ન થવું. અંગ્રેજી અક્ષરના ''માં રહેલી, ઊભા ઠોયા જેવી એકડાઈ અને ગુજરાતી અક્ષર હુંમાં રહેલા વળાંકોથી મુક્ત થતા જઈ, સ્વમાંથી સર્વ તરફ સરતાં સરકતાં લપસી ન પડવું. ડૉ. કુમારપાળ દેસાઈ “કોશ' (ધનનંદના નાણાકોશ અને ગુજરાતીના વિશ્વકોશ) સાથે સંકળાયેલા રહીને પોતાના હોશકોશ સાચવી શક્યા છે – વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર, સમાજસેવા અને પ્રકૃતિના જતન સાથે, સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર સાથે એ ક્ષેત્રોમાં અનેકાંતવાદનું આચરણ યથાશક્તિમતિ કરતા રહ્યા હશે જ. અન્યથા કરતાં જાળ કરોળિયો – કરોળિયા જાળામાં જ ગૂંચવાઈ જાય! જાળ સાથે સંબંધ રાખવો – તે કોઈને બચાવવા–ફસાવવા નહિ–એટલું તો આ અનેકાંત દેસાઈને બરાબર સમજાયું છે. “હું મારા દૃષ્ટિકોણથી મારી ભૂમિકા પર સાચો છું, તો સામેવાળો પણ એની ભૂમિકા પરથી એના પોતાના દૃષ્ટિકોણથી સાચો હોવાની સંભાવના છે. વ્યક્તિ, વસ્તુ અને પ્રસંગ – object, individual and phenomena – એવાં તો અનેકસ્તરીય, અનેકપાર્શ્વ છે કે મારું એનું દર્શન એક સાવધાની ને પૂરી કુશળતા પછી પણ ખંડદર્શન જ રહેવાનું. મને પ્રાપ્ત સત્ય તે સમગ્ર સત્યનો એક અંશ છે – સમગ્રનું સત્ય નથી, સત્યસમગ્ર નથી. અન્ય-the other–ને પણ એની ભૂમિકા પરથી એના દૃષ્ટિકોણ પ્રમાણે સત્યાંશ સાંપડવાની સંભાવના છે જ.” આવી અનેકાંતવાદની પ્રાથમિક સમજ પણ સ્થિર થવા પામી હોય તો અહંનો ગાંગડો ઓગળતો જાય અને સામેવાળા હોય તે સાથે-વાળા લાગવા માંડે, સંવાદ રચાતો આવે ને સંઘર્ષની ગરમી વિના સમ-અન્વય સિદ્ધ થતો આવે. એટલે જ અનેકાંત દેસાઈ અનાયાસે જ સ્વસ્થ રહી શકે છે. નાના-મોટા ૩૩ એવોર્ડો મેળવ્યા પછી એના ભારથી ઝૂકી ન જતાં એના દ્વારા પાંખ ફૂટે તો ઉડ્ડયન માટે આકાશો સાંપડતાં જાય. સામાજિક કાર્ય કરતી સંસ્થા સાથેનો અને અન્ય શૈક્ષણિક સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથેનો સંબંધ સંવાદી રહી શકે તે પણ એમની આ અનેકાંતવાદી ભૂમિકા અને દૃષ્ટિને આભારી છે. ૧૯૪૨ની ૩૦મી ઓગસ્ટ ડો. કુમારપાળ દેસાઈનો જન્મદિન આજે આ અંતઃકરણનો અભિનંદન-ઉદ્ગાર અંકિત કરું છું તે ૨૦૦૪ની ૩૦મી ઓગસ્ટે ૬૩મું વર્ષ શરૂ થતાં અધ્યાપનક્ષેત્રમાંથી વ્યાવસાયિક નિવૃત્તિ નિયમાનુસાર લેવાની રહેશે – તો પછીના શેષ દિવસોમાં 282 પ્રસન્નવદન, અનાકૂલ, અનેકાન્તવાદી ઝવેરી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy