SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ છે.) અનેક વાર મને મદદ કરી છે. એક વાર મુંબઈ ગયા. ત્યાંથી મારે માટે પાટલૂનનું કાપડ લેતા આવ્યા. રાખોડી રંગનું એ પાટલૂન મેં વર્ષો સુધી પહેર્યું. કુમારને તો આ યાદ પણ નહીં હોય. એક વાર એને ધૂન ચડી કે અપંગ લોકોની સંઘર્ષ-સિદ્ધિની કથાઓ લખું. એ કથાઓ પછી અપંગનાં ઓજસ' નામે પ્રગટ થઈ છે. એમાં વયોવૃદ્ધ નૌકા-સફરી લૉર્ડ ચિશેસ્ટરની સાહસકથા લખવા માટે એ સાહસકથાઓનું દળદાર પુસ્તક લઈ આવ્યા. મારું અંગ્રેજી કાંઈક ઠીક. એટલે લૉર્ડ ચિશેસ્ટરની કથાના અનુવાદમાં મેં કિંચિત્ મદદ કરી. એ કામ પૂરું થયું એટલે સાહસકથાઓનું એ આખું પુસ્તક મને આપી દીધું. કહે કે મારી જરૂરિયાત પૂરી થઈ. તમારે જિંદગી આખી સાહસકથાઓ લખવાની છે. આ પુસ્તક હવે તમે જ રાખો. સાઠના દાયકાની શરૂઆતમાં કુમારપાળે મારી ઓળખાણ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના કાંતિભાઈ શાહ સાથે કરાવી. મારે માટે આ ઓળખાણ રત્નોની ખાણ બની ગઈ. કુમારપાળે જોડી આપેલો આ સંબંધ ઘણાખરા સાહિત્યકારોને તો અદેખાઈનું કારણ બને એવો સુદીર્ઘ અને સુફળદાયી બન્યો છે. લગભગ ચાર દાયકાથી ગૂર્જર મારા પ્રકાશક છે અને હું એમનો લેખક છું અને અમારો સહયોગ લગભગ ૪૦૦ પુસ્તક-પુસ્તિકાઓનો છે. કુમારપાળના પિતા, વિખ્યાત સાહિત્યકાર જયભિખ્ખ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના આગવા મુદ્રણાલય શારદાના માનદ સંચાલક હતા. એ નાતે કુમારપાળ કાન્તિભાઈ અને પરિવારના સંપર્કમાં હતા. એ કાંતિભાઈની અને મારી દોસ્તી કરાવીને કુમારપાળે કેટલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાને જન્મ આપ્યો છે, એ તો હજુ ભવિષ્ય જ કહેશે. કુમારપાળ અને ગુજરાત સમાચાર'ના “ઝગમગીને કારણે જયભિખ્ખું મારા વડીલ બન્યા. છેક ૧૯૫૮થી એ ‘ઝગમગ'ના પ્રથમ પૃષ્ઠના લેખક હતા. મેં પહેલાં સુરેન્દ્રભાઈના મદદનીશ તરીકે અને પછી મહાન ચિત્રકાર-પત્રકાર ચન્દ્રભાઈ ત્રિવેદીના મદદનીશ તરીકે સંપાદનકાર્યની તાલીમ લીધી; અને ૧૯૬૨ પછી તો સાવ સ્વતંત્રપણે એકલે હાથે ઝગમગની જવાબદારી સંભાળવાની આવી, ત્યારે જયભિખ્ખએ મારી કેટલીય મૂર્ખતાઓને અને ગુસ્તાખીઓને માફ કરી અને સદાય મારી સજ્જતા કેળવવા પ્રયાસ કર્યો. બાપા અને દીકરા બંનેને હેયે મારું હિત હતું, એની પ્રતીતિ ૧૯૬૭માં મળી. એ વર્ષે ગુજરાત રાજ્યની શિષ્ટમાન્ય સાહિત્યને ઇનામો આપવાની યોજનામાં જયભિખ્ખને, કુમારપાળને અને મનેય ઇનામ મળેલાં. અખબારમાલિક કહે કે યશવન્ત તો અમારો કર્મચારી છે. એને બિરદાવતા સમાચાર નહિ છાપું અને એની તસવીર નહિ છાપું. ત્યારે આ બંનેએ કહેલું કે જો યશવન્ત મહેતાની તસવીર સાથે સમાચાર ન છપાય તો અમારા સમાચાર પણ ન છાપશો ! બીજી બાજુ, એકથી વધારે વખત કુમારપાળનાં ખેલકૂદનાં કૉલમ માટે મારે હઠાગ્રહ કરવા પડેલા. 269 યશવન્ત મહેતા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy