SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસ્પર્શી પરિચય પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષાની એ પ્રથમ પ્રકાશિત આત્મકથા છે, એ લેખક સુપેરે વિગતો આપીને સ્થાપિત કરે છે. નારાયણ હેમચંદ્રના જાહેર જીવનની આંગળીએ અંગત જીવન ચાલે છે.” – એમ કહી લેખક કૃતિમાં નિરૂપિત અધિક તો બાહ્ય, પણ અંગત રીતે ઓછા અનુભવો ચિત્રિત છે, એમ કહી આ આત્મકથાની મર્યાદાઓ પણ ચીંધે છે. ગુજરાતી ગદ્યના પ્રભાત'માં લેખકની એવી સ્થાપના છે કે ભલે નર્મદ પહેલાં થોડુંક ગદ્યલેખન થયું હોય, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય. પોતાના આ વિધાન સંદર્ભે નર્મદના ગદ્યલેખનમાંથી અવતરણો આપી બતાવે છે કે નર્મદના ગદ્યનું બળ ક્યાં રહેલું છે. સાહિત્યવિવેચનમાં કાવ્યવિવેચન એટલા માટે સુકર હોય છે કે તેની ચાવીઓ પરંપરાગત રીતે ઉપલબ્ધ છે. પરંતુ ગદ્ય વિવેચન એ રીતે વિવેચક માટે પડકારરૂપ હોય છે. નર્મદના ગદ્યની મર્યાદાઓ ચીંધીને પણ ગુજરાતી ગદ્યના પ્રારંભકાળે એને ઉપલબ્ધ “શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો, એનો જ ઉપયોગ કરવાનો હતો એમ કહી એ રક્ષાકવચ પણ ધરે છે. ચંદ્રવદન મહેતાની સાહિત્યસૃષ્ટિ પ્રત્યે કુમારપાળનો પક્ષપાત એમણે સંપાદિત કરેલ ચં.ચી.ના “અદાલત વિનાની અદાવત’ નાટક અને ચં. ચી.એ રૂપાંતરિત કરેલ ડેમોન રનિયનની વાર્તાઓના સંગ્રહ છે. આ બંનેની ભૂમિકા રૂપે લેખકે સંપાદકીયમાં પોતાનું અધ્યયન પ્રગટ કર્યું છે. એ રીતે નાટ્યકૃતિઓ વિશેના લેખો પણ આ સંગ્રહમાં ધ્યાન ખેંચે છે. તેમાં આફ્રિકાના નાટ્યકાર ઑસ્ટિન લુવાન્ગા બુકેન્યાના નાટક “ધ બ્રાઇડ'નું અને રવીન્દ્રનાથના રાજા' (અંગ્રેજી “કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર્સ)નું વિશ્લેષણ લેખકની નાટ્યવિવેચનાની રીતિના પરિચાયક છે. ધ બ્રાઇડનો તો તેમણે ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યો છે. રાજા' વિશે તો ગુજરાતીમાં એકાધિક વાર લખાયું છે, પણ બુકન્યા તો અહીં પહેલી વાર પ્રસ્તુત થાય છે. એ રીતે “ચેખોવ'ના પ્રસિદ્ધ નાટક “શ્રી સિસ્ટર્સની સર્જકકલા – એ લેખમાં ચેખોવના નાટકની ખૂબીઓ બતાવવામાં લેખક સફળ રહ્યા છે. અહીં એક ગુજરાતી નાટક બળવંતરાય પ્રણીત “ઊગતી જુવાની'ની બીજી આવૃત્તિ માટે એના લેખકે તૈયાર કરેલી હસ્તપ્રતનું વિશ્લેષણ કુમારપાળની પક્વ સંશોધનકળાનું ઉદાહરણ છે. એ રીતે જોતાં લેખકના અભ્યાસનું ક્ષેત્ર પ્રમાણમાં સારો એવો વ્યાપ ધરાવે છે. એની એક વધારે પ્રતીતિ પ્રસિદ્ધ ઉર્દૂ શાયર જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા ફિરાક ગોરખપુરીની કવિતામાં અવગાહન કરાવતો લેખ પ્રયોગશીલ સર્જક ફિરાકથી થાય છે. “ઈંટ અને ઇમારત'ના લેખક એમની એ કટારમાં કોઈ ને કોઈ ઉર્દૂ શેર આપતા હોય છે. અવશ્ય એમાંના ઘણા સ્વરચિત પણ હશે – તેમ છતાં ઉર્દૂ કવિતા માટેનો એમનો શોખ તો પ્રગટ થાય છે. ફિરાકની કવિતાનાં ઉદાહરણ આપી તેઓ કહે છે કે “ફિરાક કલા ખાતર કલામાં માનનાર કવિ છે. “ફિરાકની જેમ “અબ ગિરેંગી જંજીરમાં આઝાદી પછી પાકિસ્તાન જઈ વસેલા કવિ ફેજ અહમદ ફેજની સંકુલ કવિતાસૃષ્ટિના વિવેચનમાં કુમારપાળની ઉર્દૂ કવિતાના પરિશીલનની ઝાંખી થાય છે. 13 ભોળાભાઈ પટેલ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy