SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ મને ખૂબ સ્પર્શી ગયેલી. કામપ્રસંગે અમદાવાદ જવાનું થાય ત્યારે ગૂર્જરની મુલાકાત, શરાબી પીઠાની મુલાકાત લે તે રીતે અવશ્ય લઉં, ત્યાં અનેક વખત બાલાભાઈ મળી જાય. ૧૯૫૯ના જુલાઈમાં, આપણા સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક અનંતરાય રાવળની જામનગરની ડી. કે. વી. કૉલેજના આચાર્યપદે નિમણૂક થતાં, મારી બદલી ગુજરાત કૉલેજ – અમદાવાદમાં કરવામાં આવી. અનંતરાયભાઈનું જ સમયપત્રક થોડા ફેરફાર સાથે, હવે ગુજરાતી વિભાગના અધ્યક્ષ, બાલાભાઈના પરમ સ્નેહી અને પછીનાં વર્ષોમાં કુમારપાળના મુરબ્બી અને વિશ્વકોશ ટ્રસ્ટના તેમ અનેક કાર્યના આદરણીય સાથી પ્રા. ડૉ. ધીરુભાઈ ઠાકરે મને આપ્યું. મેં ૨૨ જુલાઈ ૧૯૫૯ના રોજ મારું કામ સંભાળ્યું ને વળી યોગાનુયોગે મને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં મોકલવામાં આવ્યો. ૧૬મી નવેમ્બર ૧૯૫૯ના રોજ મેં અમદાવાદ છોડ્યું. આમ અમદાવાદનો મારો નિવાસ પોણા ચાર મહિના–પંદર અઠવાડિયાં જેટલો ટૂંકો. તેમાં પર્યુષણની તથા દિવાળીની રજાઓ બાદ કરતાં અગિયાર અઠવાડિયાં જેટલો અધ્યાપનકાળ ગણાય. મારે કોલેજના પ્રથમ વર્ષના વર્ગમાં ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવાનો હતો. તે માટે અઠવાડિયામાં એક તાસ ફાળવવામાં આવ્યો હતો. મારે વધુમાં વધુ ૧૦-૧૧ તાસ, એ વર્ગમાં જવાનું બન્યું હોય. કુમારપાળનો એ વર્ગમાં મને પરિચય પણ થયો. અનંતરાયભાઈ જેવા પ્રસિદ્ધ અધ્યાપકનું સ્થાન લેવાનું હોવાથી, આરંભનો આછો સંકોચ, તરત જ દૂર થઈ ગયો હતો પણ, આટલા ટૂંકા ગાળામાં અને આટલા તાસમાં કોઈ વિદ્યાર્થીનો નિકટના પરિચયમાં આવવાનું શક્ય જ નહિ, અલબત્ત, કુમારપાળ સાથે, જયભિખ્ખના એ સુપુત્ર હોવાથી, બેત્રણ વખત વાતચીત થઈ હતી; પણ એમનું વિદ્યાર્થી તરીકેનું ગજું કેવું તે વિશે હું કહું તે યોગ્ય ન ગણાય. અલબત્ત, આટલો ટૂંકો સમય જ, મારા વર્ગમાં બેસવાનું બન્યું હોવા છતાં, ૧૬ નવેમ્બર ૧૯૫૯ પછીના ૪૫ વર્ષ જેટલા લાંબા ગાળામાં કુમારપાળને મળવાનું થયું હોય ત્યારે અને એવું મળવાનું અવારનવાર થતું રહ્યું છે, એમણે પોતાની જાતને મારા વિદ્યાર્થી તરીકે જ ઓળખાવી છે. મિત્રો પાસે મને પોતાના એક શિક્ષક તરીકે હંમેશાં પ્રસ્તુત કર્યો છે. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે ભાવનગરમાં યોજાતા વાર્ષિક વ્યાખ્યાન પ્રસંગે એ ભાવનગર આવે, કોઈ વખત પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી ઉપસ્થિત હોય; કોઈ વખત ધીરુભાઈ ઠાકર હોય; અમે મળીએ. જયભિખ્ખું ટ્રસ્ટ નિબંધસ્પર્ધા યોજે તો એ નિબંધોના નિર્ણાયક તરીકે મને નિમંત્રે, આનંદઘનજી જેવા ઘન-અવધૂત કવિનાં કાવ્યો વિશે એમણે કાર્ય કર્યું હોવાથી, જેન સાહિત્ય, જૈનદર્શન વગેરેમાં અંતરનો લગાવ હોવાથી, અનેક જૈન સંસ્થાઓ, દેશવિદેશમાં તેમને નિમંત્રે, તેમ ભાવનગરની સંસ્થાઓ પણ નિમંત્રે; અધ્યાપક મંડળની પ્રવૃત્તિઓ, સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ મિલનયોગ સાધી આપે. હંમેશ નમ્ર, મિતભાષી, આંખમાં સ્મિત સાથે, પ્રસન્નચિત્તે મળે, જે મહત્તા તેમને પુરુષાર્થથી પ્રાપ્ત થઈ, બાલાભાઈનું નામ ઉજાળ્યું. તેનો ભાર સાથે લઈને એ કોઈ દિવસ ના ફર્યા; હંમેશાં હળવાફૂલ રહ્યા, નરસિંહ મહેતાએ 256 ગાંઠ વગરની નિગ્રંથવૃત્તિ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy