SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળની સમીપ – શબ્દસમીપ કિશોરાવસ્થામાં જે સાહિત્યકારો વાંચવા મળ્યા હતા, તેમાં એક હતા જયભિખ્ખું'. એમની કામવિજેતા સ્થૂલિભદ્ર જેમ ગમી ગઈ હતી, તેમ પછી પ્રેમભક્ત કવિ જયદેવ પણ ગમી ગઈ. અમારી પાડોશમાં મુખ્યત્વે જૈન ઘર હતાં, એટલે જયભિખુની જૈન ધર્મવિષયક પુસ્તિકાઓની ગ્રંથમાળાના કેટલાક મણકા વાંચવા મળતા. ગુજરાત સમાચાર'માં પછી “જયભિખ્ખએ શરૂ કરેલી કૉલમ ઈંટ અને ઇમારત વાંચવાની ટેવ પડેલી. જ્યારે જયભિખ્ખનું કરુણ અવસાન થયું ત્યારે હવે આ કોલમ કોણ લખશે એવો મનોમન પ્રશ્ન થયેલો. કદાચ આ કૉલમ બંધ પણ થાય એવુંય થયેલું. પરંતુ કૉલમ ચાલુ રહી અને એના લેખક તરીકે પિતાના લેખનવારસાના ઉત્તરાધિકારી તરુણ કુમારપાળ દેસાઈની ગુજરાત સમાચાર' જેવા પ્રતિષ્ઠિત અખબારે વરણી કરી, ત્યારે જરા આશ્ચર્ય થયેલું. સદ્ગત જયભિખ્ખની લેખનશૈલીથી ટેવાયેલા વિશાળ વાચકવર્ગને આ તરુણ લેખક સંતોષી શકશે ખરા? – એવો પ્રશ્ન પણ થયેલો. ત્યારે કુમારપાળનું નામ વિશેષ તો રમતની કૉલમ લખતા લેખક તરીકે અને અલબત્ત ગુજરાતી ભાષાના અભ્યાસી અધ્યાપક તરીકે જાણ્યું હતું. એ કૉલમ કુમારપાળ દાયકાઓથી ઉત્તમ રીતે સંભાળી અને હજી પણ વિવિધ વિષયોથી એકવિધતાનો કશોય કંટાળો ઉપજાવ્યા વિના એ લખી રહ્યા છે. સ્વનામથી કે અન્ય ઉપનામોથી બીજી કૉલમો ભોળાભાઈ પટેલ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy