SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે મારી વરણી થઈ ત્યારે અમે એકબીજાની વધુ નિકટ આવ્યા, ત્યારબાદ આર્ય કન્યા ગુરુકુળ – પોરબંદરમાં તેઓ અમારા આમંત્રણને માન આપી જુદા જુદા બેત્રણ પ્રસંગે વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે આ નિકટતા વધી. તેઓશ્રીની પોરબંદરની મુલાકાત વેળાએ ઘૂઘવતા સાગરની સમીપે બેસીને કલાકો સુધી કરેલ સંગોષ્ઠિની સ્મૃતિ હજુ પણ આ હેયે અકબંધ છે. આ સરસ્વતીપુત્રનું જીવનપાથેય જોતાં લાગ્યા વગર ન રહે કે આ જણને જો પુનઃજન્મની પરમિશન મળે તો તેમની ઇચ્છા મુજબ વૈશ્વિક સમાજ માટે મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે એટલું જ નહીં, લોકોને ધર્મ અને અધ્યાત્મનાં રહસ્યોનું ઝગમગ' જેવી સરળ ભાષામાં પારાયણ પણ કરાવે !! તેમનાં ગત જન્મ કે પુનઃજન્મની પળોજણમાં ન પડીએ ને માત્ર આ જન્મનાં થોડાં વર્ષોનો કાર્યકલાપ જોઈએ તો કુમારપાળભાઈને ઉત્કૃષ્ટ સાહિત્યસર્જક મહામાનવ તરીકે પ્રસ્થાપિત કરવા માટે તે પૂરતો છે તેવું નિઃશંકપણે માનવું રહ્યું. જૈનદર્શન અને જેને ભાવનાઓના પ્રસાર માટે તેમનું યોગદાન વંદનીય રહ્યું છે. જીવનની પળેપળનો જેણે સઉપયોગ કર્યો છે, જેણે સમાજનાં શ્રેષ્ઠ મૂલ્યો જીવી જાણ્યાં છે તેવા સત્ત્વશીલ સાહિત્યસર્જક કુમારપાળભાઈને તેમની યશસ્વી કારકિર્દીના સંદર્ભમાં ભારત સરકારે પદ્મશ્રી'ના ખિતાબથી સન્માની તેમની વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત “અધ્યયન વૃત્તિને પ્રોત્સાહિત કરી છે. મારા જેવા ઘણા મિત્રોના મિત્ર મુ. કુમારપાળભાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના એવોર્ડથી વિભૂષિત થવા બદલ અભિનંદન, અભિવંદન, અભિવાદન – અંતરના માંડવેથી. 2i7 સુરેશ કોઠારી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy