SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જ વડાપ્રધાન શ્રી વાજપેયીજી સાથે જૈન હસ્તપ્રતો સંબંધી વિચારવિમર્શ માટે અનેક વિદ્વાનોની સાથે ડૉ. કુમારપાળભાઈને પણ દિલ્હીમાં હાજર રહેવાનું હતું. તે દિવસે સાંજે પાછા ફરવાની ટ્રેનની ટિકિટ પણ મને બતાવી અને જણાવ્યું કે “કનુભાઈ, શું કરીશું? આવતીકાલે તારંગાના કાર્યક્રમમાં નહિ આવી શકું મેં કહ્યું, “કુમારપાળભાઈ, તમે અતિથિવિશેષ છો, ઉપરાંત આ વિષયમાં તમારું વક્તવ્ય રાખેલું છે અને તમારા વક્તવ્ય વિના સમારોહ ફિક્કો લાગશે.” એમણે વિચાર્યું અને તરત જ સાંજની ટ્રેનની ટિકિટ રદ કરવા જણાવ્યું. તેના બદલે વિમાનની ટિકિટ બુક કરાવી લેવા કાર્યાલયમાં સૂચના આપી. તે જ દિવસે રાત્રે તેઓ અમદાવાદ આવી ગયા. બીજા દિવસે સમારોહમાં સવારે સમયસર પધાર્યા, સુંદર અને મનનીય વક્તવ્ય આપ્યું અને સમારોહને સફળ બનાવ્યો. આવા છે ડૉ. કુમારપાળ દેસાઈ ! આવા તો અનેક પ્રસંગો નોંધી શકાય. હાથ પર લીધેલાં કાર્યોને સંપૂર્ણ ન્યાય આપવા માટે કેવા અને કેટલા તત્પર છે તે દર્શાવવા માટે એક-બે નમૂનારૂપ પ્રસંગો જ અહીં નોંધ્યા છે. એક વિદ્વાન મહાનુભાવ માણસ તરીકે પણ કેટલો ઉમદા હોઈ શકે છે તેનું શ્રી કુમારપાળભાઈ એક ઉત્તમ ઉદાહરણ છે. * * * શ્રી કુમારપાળભાઈની સંશોધન-સંપાદનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પાસું તો તેમણે જૈન સાહિત્યમાં કરેલું બહુમૂલ્ય પ્રદાન છે. “જિનશાસનની કીર્તિગાથા', “મહાવીર જીવનદર્શન’, ‘અબ હમ અમર ભયે’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે', “સમરો મંત્ર ભલો નવકાર', Tirthankara Mahavira', 'Glory of Jainism', 'The Value and Heritage of Jain Religion', 'A Journey of Ahimsa' ઇત્યાદિ પુસ્તકોનાં સર્જન-સંપાદન દ્વારા શ્રી કુમારપાળભાઈએ જૈન સાહિત્યમાં કરેલું પ્રદાન ઘણું ઊંચું મૂલ્ય ધરાવે છે. અલબત્ત આવાં પુસ્તકોની સૂચિ ઘણી લાંબી છે. અહીં કેવળ મહત્ત્વનાં પુસ્તકોમાંથી બે-ચાર પુસ્તકોનાં નામનો જ ઉલ્લેખ કર્યો છે. જૈન ધર્મ અને સાહિત્યના પ્રસાર-પ્રચાર માટે એમણે કરેલી કામગીરીની સરાહના માત્ર દેશમાં જ નહીં, પરદેશમાં પણ થઈ છે. દેશ-વિદેશની અનેક યુનિવર્સિટીઓએ, સંસ્થાઓએ, જેન સમાજોએ એમને અવારનવાર પ્રવચનો આપવા, સંશોધનપત્રો રજૂ કરવા કે પરિસંવાદો યોજવા કે માર્ગદર્શન આપવા આમંત્ર્યા છે. જેમાં જૈન ધર્મનો મહિમા થયો હોય અને શ્રી કુમારપાળ દેસાઈનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહ્યું હોય તેવા બે-ચાર વૈશ્વિક અવસરોનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. - ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ' નામના આંતરરાષ્ટ્રીય કક્ષાના જબરજસ્ત સમારોહનું આયોજન થયું હતું. શ્રી કુમારપાળ દેસાઈએ 205 કનુભાઈ શાહ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy