SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાઓ દરમ્યાન મારા દિલ્હીના વસવાટ દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં ઉનાળાની રજાઓ પડે ત્યારે મારે અવારનવાર અમદાવાદ આવવાનું થતું તે સમયે હું મારું પુસ્તક Path of Arhat'' જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપવા લખતો હતો ત્યારે શ્રી કુમારપાળભાઈના પિતાશ્રી જયભિખ્ખનાં આંતરરાષ્ટ્રીય કોન્ટે. લખાણોથી હું પૂરો પરિચિત હતો. પરંતુ તેમના પુત્ર શ્રી કુમારપાળ પણ જૈનદર્શનના સારા અભ્યાસી છે અમૂલ્ય સેવા તેમ જાણવાથી મારું લખાણ તેમને બતાવી યોગ્ય માર્ગદર્શન મેળવવાની ઇચ્છાથી તેમને તે લખાણ બતાવેલું. ત્યારબાદ તેઓ ૧૯૯૩માં શિકાગોમાં “વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ”માં હાજરી આપવા જવાના હતા ત્યારે મારા તે પુસ્તકની કોપી સાથે લેતા ગયેલા, તે બાદ મારે તેમની સાથેનો સંપર્ક વધતો ચાલ્યો. તેમના પિતાશ્રી જયભિખ્ખું એક લબ્ધપ્રતિષ્ઠિત લેખક અને જૈન દર્શનના પ્રાણને ચંબકલાલ મુ. મહેતા પામી ગયેલ ગૃહસ્થ હતા. તેમનો એ વારસો શ્રી કુમારપાળભાઈએ શોભાવ્યો છે અને તેની કદર રૂપે ભારત સરકારે તેમને પદ્મશ્રી'નો ખિતાબ આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શ્રી કુમારપાળે તેમના પિતાશ્રીથી આગળ વધીને એક બહુમુખી વ્યક્તિત્વ ખીલવ્યું છે. ફક્ત સાહિત્યના ક્ષેત્રે જ નહીં, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, 186
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy