SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વધતો રહ્યો છે. સમયની ગતિ સાથે તેમની સાથેના સંબંધોની આત્મીયતાનાં ઊંડાણ પણ વધતાં રહ્યાં છે. પર્યુષણપર્વનાં તેમનાં પ્રવચનો, ભગવાન મહાવીર જયંતી જેવા પર્વનાં તેમનાં પ્રાસંગિક પ્રવચનો, જૈન તત્ત્વજ્ઞાન અને આચારસંબંધી વિવિધ વિષયો જેવા કે અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, મૈત્રીભાવ, મૌનની સાધના, ક્ષમાપનાનું હાર્દ, ભગવાન મહાવીરની સાધના, જેને ધર્મની શાસનવ્યવસ્થા, પાંચ મહાવ્રત-અણુવ્રત વગેરે વિષયો પરનાં તેમનાં વ્યાખ્યાનો શ્રોતાવર્ગ માટે તો સાચા અર્થમાં વિદ્યાસત્ર જેવાં બની રહે છે. જૈન ધર્મ સંબંધી આ વ્યાખ્યાનશ્રેણીમાં તેઓ જૈન ધર્મના અનેક જ્ઞાન-ગીતાર્થ આચાર્યો અને મહર્ષિઓની કૃતિને પોતાનો વિષય બનાવે છે અને વિષયની રજૂઆત માત્ર તાત્ત્વિક ભૂમિકાથી જ કરે છે, જેથી કોઈ પણ જગ્યાએ તેઓ ગચ્છ, પંથ, ઉપપંથ, સંઘ કે સંઘાડાની પૃથક સાંપ્રદાયિક દૃષ્ટિથી પર રહી કેવળ તાત્ત્વિક અને દાર્શનિક દૃષ્ટિકોણથી જ વિષયની રજૂઆત કરે છે. તેમની આ દાર્શનિક દૃષ્ટિનો જાતઅનુભવ મને શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ પ્રસંગે થયો. દેશભરમાં પ્રગટપણે આ મહોત્સવ ઊજવવાની તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનના પ્રસાર તથા પ્રચાર કરવાના ઉદ્દેશ સાથે આ શતાબ્દી મહોત્સવના સંયોજક તરીકેની કામગીરી તથા જવાબદારી મારા ભાગે આવી હતી. જેનદર્શનનાં અદ્ભત રહસ્યો, જૈન તત્ત્વજ્ઞાનનું અજોડ અર્થગાંભીર્ય અને જૈન ધર્મના અગાધ મર્મને પોતાની અનુભૂતિની વેધકતાથી સચોટપણે રજૂ કરનાર શ્રીમદ્ રાજચંદ્ર આ કાળના એક લોકોત્તર મહાપુરુષ હતા. મહાત્મા ગાંધીજી જેવી વિશ્વવિભૂતિના જીવનમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતદર્શનની અમિટ છાપ ઉપજાવનાર ગાંધીના ગુરુ-તુલ્ય શ્રીમદ્ રાજચંદ્રજી હતા. આવા પુણ્યશ્લોકપુરષની પરમ સમાધિ શતાબ્દી મહોત્સવમાં શ્રી કુમારપાળભાઈને જોડવા અને તેમની પ્રતિભાનો લાભ લેવો એવા વિચાર સાથે તેમની સાથે પ્રત્યક્ષ પરિચયના પ્રસંગો બન્યા. શતાબ્દી સમિતિ તરફથી ઊજવાનારા જાહેર સમારંભોમાં તેમનાં વક્તવ્યો ગોઠવાયાં અને શતાબ્દી પ્રસંગે પ્રગટ થનાર શતાબ્દી-સ્મૃતિ અંકની કામગીરી પણ તેમને સોંપવામાં આવી. અહીં એ વાતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય કે આ મહોત્સવ પહેલાંનાં શ્રી કુમારપાળભાઈનાં પ્રવચનો કે લખાણોમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી કોઈ વિશેષ ઉલ્લેખનીય વાતોનો સમાવેશ ન હતો પણ જ્યારથી તેમણે આ કાર્યમાં જોડાવાનું નક્કી કર્યું કે તરત જ તેમણે પોતાની આગવી અભ્યાસુ દષ્ટિથી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કર્યો. વીતરાગમાર્ગના પ્રયોગવીર પુરસ્કર્તા તરીકે શ્રીમદ્જીના ચરિત્રની પ્રત્યેક ઘટનાનો અભ્યાસ કર્યો અને તેઓ આ કાર્યમાં એટલે હદ સુધી ગૂંથાઈ ગયા કે તેઓ અવારનવાર 180 અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy