SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાપેઢીને યુવાવસ્થા એ આપણા જીવનની સર્વોત્તમ અવસ્થા ગણી શકાય; કારણ કે તે વર્ષો દરમ્યાન શારીરિક અને માનસિક બળ ચરમસીમાએ હોવાથી અનેક પ્રકારનાં સત્કાર્યો કરી શકાય છે અને વિપત્તિઓને સહન કરવાની શક્તિ પણ વિશેષ હોય છે. આ કારણથી પ્રત્યેક વિચારક યુવાનના જીવનમાં, કિંઈક ઉચ્ચ અને પ્રભાવશાળી કાર્ય કરવાની સ્વાભાવિક તમન્ના હોય છે. તે કાર્ય સિદ્ધ કરવા માટે તેની સમક્ષ યોગ્ય આદર્શ પણ જોઈએ અને ધ્યેયને પ્રેરક વ્યંક્તત્વ અનુરૂ૫ માર્ગદર્શન અને પુરુષાર્થ પણ કરવા જોઈએ. પ્રસન્નતાની વાત છે કે ગુજરાતની યુવાપેઢીને પ્રેરણા આપે એવું વ્યક્તિત્વ છેલ્લા બે દાયકામાં આપણી સામે ઊભરી આવ્યું છે, અને તે છે ડૉ. કુમારપાળ દેસાઈ. તેમના જીવનનાં કેટલાંક પાસાંઓ, જેનો અમુક અંશે અમે અનુભવ કર્યો છે, તે અત્રે રજૂ કરીએ છીએ. આશા છે કે આજની યુવાપેઢી તેમાંથી પ્રેરણા પામી પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્નશીલ બનશે. પૂ. માત્માનંદજી ઉદ્યમશીલતા અને સંકલ્પબળઃ - શ્રી કુમારપાળભાઈ સ્નાતક થયા ત્યારથી જ પોતાના શરીરની કાર્યક્ષમતા અને દઢ મનોબળનો સદુપયોગ કરીને આખો દિવસ કાર્યરત રહેતા, એક મિનિટ પણ ખોટી વેડફાઈ ન જાય તે બાબતની સાવધાની રાખીને, પોતે જે કાર્ય સિદ્ધ કરવાનો નિશ્ચય કર્યો હોય, તે આયોજનપૂર્વક અને સતર્કપણે 150
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy