SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે લોકપ્રિય પુસ્તકો બને છે, એ એમની વિશેષતા છે. એમને પત્રકારત્વ સાથે સારું પનારું પડ્યું છે. એ લેખો તો લખે છે જ, યુનિવર્સિટીઓમાં પત્રકારત્વના અધ્યાપક પણ ખરા. ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ'ના લેખક તરીકે વિશેષ ખ્યાતનામ છે. એમણે પત્રકારત્વમાં સાહિત્યતત્ત્વ ઉમેરીને એને વધુ સત્ત્વશીલ બનાવ્યું છે. એ એમના પત્રકારત્વનાં લખાણોને સાહિત્યિક સુવાસથી ચિરંજીવી બનાવે છે. કુમારપાળ એ પ્રસન્ન મુદ્રાના સ્નેહીજન છે. કોણ જાણે કેમ, મારા પ્રત્યે એમને વિશેષ સ્નેહસદ્ભાવ છે. હું એમનાથી બહુ મોટો નથી, પણ એ મને આદરણીય ગણે છે. એમનો વિવેક પ્રશસ્ય છે. પ્રેમ નિખાલસ છે. એ આ બાબતમાં ‘અમદાવાદી’ નથી. ઘેર લઈ જઈને, આતિથ્ય કરે એવા સ્નેહપૂર્ણ યજમાન છે. પિતાશ્રી જયભિખ્ખુના દર્શને – મુલાકાતે અનેક વાર ગયેલો, ત્યારે એમની મહાનુભાવિતાથી અભિભૂત થયેલો. કુમારપાળમાં એવું જ સ્નેહાળ સૌજન્ય છે, ઔદાર્ય છે, ઓદાત્ય છે. મારી કૉલેજમાં આવે જ, વ્યાખ્યાન આપે અને પુસ્તક પણ ભેટ આપે. મારી ‘બાળલીલા’ની હસ્તપ્રત જોઈ, તો સાથે લઈ ગયા અને એ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થઈ. ત્યારે મેં એના પુરસ્કારની ૨કમ મારી સ્વ. પુત્રી અસ્મિતા, જે તે વખતે એમની વિદ્યાર્થિની હતી તેની સાથે પરિષદમાં આપવા મોકલાવી, તો એમણે એ પાછી પરત મોકલાવી. હમણાં અમે વિરમગામ કૉલેજના વાર્ષિકોત્સવમાં ગયા તો ત્યાં ઠક્કરબાપા છાત્રાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શિલ્ડ’ ભેટ આપ્યો ! જ્યાં જાય ત્યાં સાહિત્ય, ચિંતન ને વ્યક્તિત્વની સુવાસ મૂકતા આવે. એમના પ્રિય મિત્રો પણ કેટલા બધા ! વિરમગામમાં વિકલાંગ સાહિત્યરસિક ભાઈ પંકજને સામે ચાલીને મળવા ગયા. સૌજન્ય તો જાણે એમનો સ્વભાવ જ છે. ‘૫૨દુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે’ એવા એ વૈષ્ણવજન વીતરાગની દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. અનાસક્તિપૂર્વક સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, સમાજ વગેરેની સેવાનો કર્મયોગ કરી રહ્યા છે. અનાસક્ત છે એટલે એવૉર્ડ તો એમને શોધતા આવે છે. કેટકેટલાં એવૉર્ડો અને પારિતોષિકો તેઓ પામ્યા છે. સ્પર્ધાત્મક પારિતોષિક મળે અને ગૌરવ પુરસ્કાર પણ મળે. તેઓ જેન જ્યોતિર્ધર’ છે, ‘ગુજરાત રત્ન’ છે. એમને જૈન રત્ન'નો એવૉર્ડ માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે ૨૦૦૨માં અપાયો હતો. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકારે એમનું ‘પદ્મશ્રી’ એવૉર્ડની ઘોષણાથી સન્માન કર્યું, અને માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે તેનું અર્પણ કરવામાં આવ્યું. ગુજરાતમાં પૂ, કે. કા. શાસ્ત્રી પછી કુમારપાળ આ ક્ષેત્રની સેવા બદલ પદ્મશ્રી બને છે તે ગુજરાતના સાહિત્યકારો ને સારસ્વતો માટે ગૌરવપ્રદ ઘટના છે. ડૉ. કુમારપાળને આ બહુમાન બદલ હાર્દિક અભિનંદન ! 133 બહેચરભાઈ પટેલ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy