SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ એક હકીકત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે સુંદર વ્યક્તિત્વ અને પ્રભાવશાળી ચહેરાને કોઈની ભલામણની જરૂર હોતી નથી. પિતાશ્રીનું જીવનચરિત્ર લખતી વખતે અમારા કુટુંબના દરેક સભ્ય સાથે વિષયની જે છણાવટ કરતા અને પિતાશ્રીના બાળપણથી અવસાન સુધીના દરેક પ્રસંગોને સાહિત્યની એક અલૌકિક પરિસીમામાં બાંધીને તેમણે “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' નામનું શ્રી યુ. એન. મહેતાનું એક સુંદર જીવનચરિત્ર લખ્યું. આ પુસ્તકના શીર્ષકની શોધ જ તેમની પ્રખર સાહિત્યકાર તરીકેની ઓળખ આપે છે, જ્યારે પુસ્તક બહાર પડ્યું ત્યારે બધાએ તેને વખાણ્યું. કોઈએ મુખપૃષ્ઠ, કોઈએ સ્કેચ, કોઈએ પ્રિન્ટિંગ, કોઈએ લખાણ, કોઈએ ભાષા વગેરે જુદાં જુદાં પાસાંઓનાં ભારોભાર વખાણ કર્યા. એકંદરે પુસ્તક એક સુંદર કલાકૃતિ બની રહ્યું. પરંતુ એ સુંદર નજરાણાને સાહિત્યરસિકો સમક્ષ લાવવા તેમણે કેટલી મહેનત કરી છે તે અમે, અમારા કુટુંબના સભ્યો જ જાણીએ છીએ. તેમણે પાંચ પાંચ વર્ષ થાક્યા વિના પ્રત્યક્ષ મુલાકાતો અને વ્યવસ્થિત ચરિત્રગૂંથણી કરતા જઈને એકધારું લખવાનું ચાલુ રાખ્યું. ક્યાંય કચાશ કે અધૂરપ રહેવા નથી દીધી. અમારા મૂળ વતન એટલે કે પિતાશ્રીનો જ્યાં જન્મ થયો હતો તે ગામની મુલાકાત લીધી. તદુપરાંત મારા પિતાશ્રી–માતુશ્રીનાં સગાં-સ્નેહીઓ જ્યાં જ્યાં રહેતાં હતાં તે શહેર-ગામડાંમાં જઈને બધાંને વ્યક્તિગત મળી આવ્યા અને તેનો સાર પુસ્તકમાં નિરૂપ્યો. પિતાશ્રીના મિત્રો, સ્નેહીઓ સંબંધીઓ અને ડૉક્ટર્સને પણ તેઓ મળ્યા. તેઓનું પિતાશ્રી વિશે શું માનવું હતું તે તેમણે લખ્યું. સાચો સર્જક એને કહેવાય કે જે લાગણીઓના ઊંડાણમાં ઊતરીને તેને સ્પર્શી શકે. તેઓ મારી પાસે આવીને કહેતા કે મારે પિતા-પુત્રીના સંબંધો અંગેનું મંતવ્ય જાણવું છે. તમારા પિતાશ્રીનું બિઝનેસમેન તરીકે મુઠ્ઠી ઊંચેરું સ્થાન તો છે જ, પણ એક પિતા તરીકે તે કેવા હતા તે જાણવું છે. તેઓને આ ચરિત્ર વિશે બહુ વિચારતાં, સહુને મળતાં, લખતાં અને પછી મઠારતાં ત્રણચાર વર્ષ વીતી ગયાં. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અમારા નીલપર્ણાના મકાનમાં મળવા તેઓ આવે. સહજ વાતચીત કરતાં કરતાં વધુ જાણે અને પછી લખે. ત્રણ-ચાર વર્ષ પછી પિતાજીનું અવસાન થયું. પુસ્તક તો લખાઈ ગયું હતુંપરંતુ તેને છાપવાનું બાકી હતું, જે પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિએ છપાવ્યું, જેની પાછળ તેમની ધગશ, ધીરજ અને સંવેદનશીલતાનો મોટો ફાળો છે. જોકે આ પુસ્તક તો અમારા કુટુંબની અંગત વાત થઈ ગણાય, પણ આજે તો ડૉ. કુમારપાળ દેસાઈ જાણીતા સાહિત્યકાર, જૈનદર્શનના ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત 125 મીનાબહેન મોદી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy