SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રોની ગણતરી કરી શકાય પરંતુ લગભગ ૩૪ વર્ષથી ચાલતી કૉલમોમાં કંડારાયેલાં ચરિત્રો તો હજારોની સંખ્યામાં હોય ! (હવે કદાચ એમની ઑફિસમાંથી આ આંકડો પણ પ્રાપ્ય બનશે.) મારો આશય સીધો અને સ્પષ્ટ હતો. ડૉ. કુમારપાળ વિશે સાંભળેલી, વાંચેલી અને થોડી અનુભવેલી વાતોમાં એમની શાલીનતા, સુજનતા, નમ્રતા અને મદદગારિતાનું દર્શન થાય છે. ક્ષણોની ચીવટ અને સૌના પ્રત્યે ઔદાર્ય. એમના બહોળા કાર્યવ્યાપ અને ઉમદા વ્યક્તિત્વ આ બંનેનું રહસ્ય મારું મન શોધી રહ્યું હતું. એક તરફ ઉમદા કૌટુંબિક વાતાવરણ હતું કે જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારી સંસ્કારી માતા જયાબહેને “તું જે ધારીશ એ કરીશ” જેવી અદ્ભુત જીવનશીખ એમનામાં રેડ્યા કરી અને સ્વ. જયભિખ્ખુ જેવા સમર્થ સર્જક પિતાએ અગરબત્તી સમ જીવન જીવવાની સંદેશસુવાસ પ્રસરાવી. આમાંથી અનેક દિશાઓમાં છવાઈ જવાતું, આકાશને આંબવાનું પોતાનું સપનું એમને જવું, પોતાના સાહિત્ય દ્વારા સતત જીવનમૂલ્યોની સમીપ રહેવાની ધખના એમનામાં પ્રગટી. એમના સતત અને સખત પરિશ્રમભર્યા આકરા પથ પર પત્ની પ્રતિમાબહેન શીળો-હૂંફાળો સથવારો બની રહ્યાં. આ પાયા પર ઇમારત રચી આપી છે એમની કલમે, એમની મૂલ્યલક્ષી જીવનદૃષ્ટિએ અને આ બધાં સાથે જડાયેલા તેમના પુરુષાર્થે. મૂલ્યો સાથેની નિસબતને કારણે એમને સતત એવાં પાત્રો જડતાં ગયાં કે જેનું જીવન જનમાનસ પર અસરકારક સાબિત થાય. એમની રસભરી શૈલીમાં કંડારાયેલાં સેંકડો-હજારો પાત્રો-ચરિત્રોના જીવનપ્રસંગ ઘણા મર્મીલા અને ઊજળા છે. આટઆટલી પ્રેરક જીવનકથાઓના લેખનમાં ઓતપ્રોત થયેલ માનવીના વ્યક્તિત્વ પર એની ઊંડી અસર હોય એ સ્વાભાવિક છે અને એ રીતે એમની જીવનદૃષ્ટિ અને કલમ બંને શ્રદ્ધેય થઈ જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈની કલમ શાહીમાં ઝબોળાઈ અને તરત સિદ્ધિ એમને જઈ વરી છે. અગિયાર વર્ષનો બાળ કુમારપાળ લેખનમાં પિતાના નામની ઓથ લેવાનું સમજપૂર્વક ટાળે અને ‘ઝગમગ’ જેવા બાળ-સામયિકમાં કૉલમ સંભાળવા માંડે એ એટલી ઉંમરે સિદ્ધિ જ ગણાય. સાહિત્યસર્જનના પ્રારંભકાળમાં બાળસાહિત્યસર્જન તરફનો એમનો ઝોક નવી પેઢીના ઘડતર માટેની એમની નિષ્ઠાનું પ્રતીક છે. એમનું પુસ્તક ‘લાલ ગુલાબ’ ૧૯૬૬માં છપાયું. માત્ર છ મહિનામાં એની ચાર આવૃત્તિ થઈ. આ પુસ્તકની ૬૦,૦૦૦ નકલો વેચાઈ ગઈ, એ ગુજરાતી બાળસાહિત્યમાં એક વિક્રમ હશે. ‘લાલ ગુલાબ’, ‘અપંગનાં ઓજસ’ જેવાં એમનાં પુસ્તકોને ગુજરાત અને ભારત સ૨કા૨ તરફથી નવ પારિતોષિકો પ્રાપ્ત થયાં. ‘અપંગનાં ઓજસ’ પુસ્તકનું આમુખ પૂ. મોટાએ અને વિજય મર્ચન્ટે લખી આપ્યું હતું. વળી એ બ્રેઇલ લિપિ અને હિંદી ભાષામાં 116 શાલીન વ્યક્તિત્વ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy