SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન સંત અને કવિઓના જીવન અને કવનનું ફક્ત સંશોધન નથી કર્યું, પણ તેમની આધ્યાત્મિક અનુભૂતિના રંગથી ખુદ રંગાઈ ગયા છે. મસ્ત યોગી આનંદઘનજીના ઉદ્ગાર “અબ હમ અમર ભયે”ની ઝલક અને આંતરિક ખુમારી એમના પોતાના જીવનમાં પણ દેખાય છે. એમની કારકિર્દીના મહત્ત્વના તબક્કે બનેલી એક ઘટના છે. જ્યારે વરિષ્ઠ પદ પર નિમણૂક કરવાની હતી ત્યારે ડૉ. કુમારપાળભાઈ દેસાઈ દરેક રીતે એ પદ માટે યોગ્ય હતા, તેમજ બીજા દરેક ઉમેદવાર કરતાં શ્રેષ્ઠ હતા. એ પદ પર કુમારપાળભાઈની જ નિમણૂક થશે એવો બધાને વિશ્વાસ હતો. ત્યારે કોઈ અકળ કારણસર, છેવટની ઘડીએ એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી કે જે કોઈ પણ માપદંડથી કુમારપાળભાઈની હરોળમાં આવી જ ન શકે. એમના મિત્રો અને ચાહકો આ ઘોર અન્યાયથી સ્તબ્ધ થઈ ગયા. કુમારપાળભાઈ સ્વયં થોડી વાર માટે વિચારમાં પડી ગયા. કુમારપાળભાઈના મિત્રોએ કહ્યું કે અન્યાયનો પ્રતિકાર ન કરવો એ વધારે મોટો અન્યાય છે. દરેકનો એક જ મત હતો કે એમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને ચાલી રહેલી ગેરરીતિ અને પક્ષપાત તરફ જગતનું ધ્યાન દોરવું જોઈએ. - કુમારપાળભાઈને વર્તમાનપત્રો સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે. ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રીએ સ્વયં રોષ ઠાલવ્યો અને તેમને કડક આલોચના કરતો લેખ લખવા કહ્યું. એ ક્ષણે કુમારપાળભાઈ પોતાને થયેલા અન્યાયને પ્રગટ કરવા તૈયાર થઈ ગયા, પણ બીજી જ ક્ષણે એમની વિવેકબુદ્ધિએ એમને ઢંઢોળ્યા. અન્યાય સામે રજૂઆત તો થવી જ જોઈએ, પણ મનમાં પ્રશ્ન થયો કે આપણા દેશમાં અન્યાયનો ભોગ થનારની જે મોટી સંખ્યા છે તેમાંથી કેટલાને અખબારનો ટેકો મળે છે? આ એક વિચારથી કુમારપાળભાઈ અટકી ગયા. મનમાંથી બધો જ ખટકો એમણે ઝાપટીને દૂર કરી દીધો. આ છે એમના જીવનમાં ઊતરેલી આનંદઘનજીની ખુમારીની ઝલક અને એમની પોતાની ક્ષમાપનાની વિભાવના. પછી તો વરિષ્ઠ અધિકારીએ સ્વયં એમની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો અને ભૂલ સુધારી લીધી. કુમારપાળભાઈએ એ ઘડી સંભાળી લીધી અને વધારે ઊંચા માનવી પુરવાર થયા. આજે પદ અને પ્રતિષ્ઠા સ્વયં એમના ચરણે આવી રહ્યાં છે. એમની વિકાસયાત્રા આવા અનેક અનુભવોના ભાથા સાથે આગળ વધી રહી છે. એમના સંશોધન અને રસના વિષય મધ્યકાલીન સાહિત્ય હોવા છતાં એમની દૃષ્ટિ અને અભિગમ હંમેશ અર્વાચીન, ઊર્ધ્વમુખી અને પ્રગતિશીલ રહ્યાં છે. ડ્યૂક ઑફ ઍડિનબરો પ્રિન્સ ફિલિપ હોય, નામદાર પોપ સાથે મુલાકાત હોય, કે યુનાઇટેડ નેશન્સના ચેપલમાં પ્રવચન હોય - દરેક સ્થળે કુમારપાળભાઈ પોતાની આગવી પ્રતિભાની અમીટ છાપ મૂકતા જાય છે. ii2 આગવી પ્રતિભાની અમીટ છાપ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy