SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગદર્શનની આવશ્યકતા હોય છે, જે કુમારપાળભાઈ સવાઈ જહેમત લઈને પૂરાં પાડે છે. વિષયની તલસ્પર્શી ચર્ચા અને સૂચનો ઉપરાંત, ટાઇટલ પેજની ડિઝાઇનથી લઈને પ્રકરણના લેઆઉટ સુધીના દરેક તબક્કે પૂરો રસ લઈને પ્રકાશનકાર્યમાં તેઓ ઓતપ્રોત થઈ જતા હોય છે. જ્યારે જ્યારે હું કોઈ ચિંતા વ્યક્ત કરતો ત્યારે કુમારપાળભાઈ સૌમ્ય ભાવે, શાંતિથી, આછા સ્મિત સાથે એક જ ઉત્તર આપતા – બધું જ બરાબર ગોઠવાઈ જશે અને ખરેખર, એમણે બધું જ સમયસર અને વ્યવસ્થિત ગોઠવી આપ્યું. “કહો, કેવા હતા પ્રભુ મહાવીર ?” પુસ્તકનું વિમોચન ૧૧ ઑગસ્ટના રોજ થયું. જ્યારે એમના Tirthankar Mahaviraનું વિમોચન ૪ દિવસ પછી ૧૫ ઓગસ્ટના રોજ થયું! પ્રાકૃત ભાષાના મહાપંડિત શ્રી બેચરભાઈ દોશીએ લખ્યું છે કે કુમારપાળ દેસાઈનો સંશોધનપ્રેમ અને સંશોધન પ્રવૃત્તિને ખંતથી વેગ આપવાની શક્તિ એમના પુસ્તકમાં ઝળકતી હોય છે. કુમારપાળભાઈના આ સંશોધનપ્રેમ અને ખંતને મેં પ્રત્યક્ષ જોયા છે અને તેનો મને લાભ પણ મળ્યો છે. ગુજરાત વિશ્વકોશ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીની વિદેશમાં રહેલી મૂલ્યવાન જૈન હસ્તપ્રતોનો Project કુમારપાળભાઈ દેસાઈના આ સંશોધન પ્રેમ, ખંત, આત્મવિશ્વાસ અને કર્તવ્યપરાયણતાનાં ચરમબિંદુ છે. પૂર જીવન ઓછું પડે એવી આ બન્ને વિશાળ યોજનાને એમણે વ્યવસ્થિત રૂપે કાર્યાન્વિત કરીને, વેગીલી ગતિ અને સુનિશ્ચિત દિશા આપી છે. ૧૫ વર્ષથી ચાલતી વિશ્વકોશની યોજનામાં એમનું યોગદાન અગ્રેસરનું છે. જેમ આચાર્ય હેમચંદ્રાચાર્યની સિદ્ધહેમની રચના ગુજરાતી ભાષાની અનન્ય સિદ્ધિ છે. જેણે ગુજરાતી ભાષાને અપૂર્વ ગૌરવ આપ્યું અને ઊંચી અંબાડી પર બેસાડી, તે જ રીતે ગુજરાતી વિશ્વકોશની યોજના ૮૦૦ વર્ષ પછી ગુજરાતી ભાષા અને ગુજરાતની અસ્મિતાને એવું જ ચિરસ્મરણીય ગૌરવવંતું સ્થાન આપતું મહાઅભિયાન છે. વિશ્વકોશનું કાર્ય સમર્થ ભાષાપ્રેમીને પણ પૂરો સમય વ્યસ્ત રાખે તેટલું વિશાળ છે, ત્યારે એવું જ મહત્ત્વાકાંક્ષી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના જૈન હસ્તપ્રતોના પ્રોજેક્ટનું છે, જેણે કુમારપાળભાઈના સંશોધનકાર્યની ક્ષિતિજને વિશ્વના છેડા સુધી લંબાવી દીધી છે. આ બંને કાર્યક્રમો એમની અસીમ શક્તિ, ધગશ, સૂઝ અને બહુમુખી પ્રતિભાનું વલંત ઉદાહરણ છે, તેથી પણ વિશેષ, સર્વોચ્ચ લક્ષ્ય પર ટકી રહેવાની અને હાથ ધરેલા દરેક કાર્યમાં પ્રાણ રેડીને તેને શ્રેષ્ઠતાના શિખર પર સ્થાપવાની અને કંઈ પણ ઓછું ન સ્વીકારવાની એમની ટેકનો ઉત્કૃષ્ટ પરિચય છે. જ્યારે કુમારપાળભાઈ દેસાઈની યાત્રા સફળતા અને શ્રેષ્ઠતાના શિખર તરફ આગળ વધી ii0 આગવી પ્રતિભાની અમીટ છાપ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy